પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Thursday, January 14, 2016

શિક્ષક વિશે ચાણક્ય


ઈશ્વરને ફરિયાદ !

ખુશ્બુ પરમાર ધોરણ - ૮ 

જિલ્લાઓ અને તેનાં વિભાજન - સંવાદરુપે



પ્રજ્ઞા ધોરણ - નાં બાળકો દ્વારા પ્રાર્થનાસભામાં ઈતર પ્રવૃત્તિ અંતર્ગત રજૂ થયેલ કૃતિ
આપણું રાજય ગુજરાત અને તેનાં જિલ્લાઓ અને જિલ્લા વિભાજનની માહિતી  
પ્રાથમિક શાળા, માટીએડ તા. અંકલેશ્વર જિ. ભરૂચ

ખુશ્બુ -     અમે  ધોરણ  નાં  બાળકો  આજે  આપની  સમક્ષ  ઈતરપ્રવૃત્તિ રજૂ કરીએ છીએ.
     આજની ઈતરપ્રવૃતિમાં અમે આપણાં રાજય ગુજરાતનાં જિલ્લાઓ અને તેનાં
     વિભાજન થકી નવા બનેલા જિલ્લાઓ વિશેની માહિતી આપવા પ્રયત્ન કરીશું. તે   
 આપ સૌ શાંતિથી સાંભળશો.                                                                                                       
હર્ષ -      આપણાં રાજયની સ્થાપના પહેલી મે ૧૯૬૦ નાં રોજ થયેલી. આ સમયે આપણા  
          રાજય ગુજરાતનાં કુલ - ૧૭ જિલ્લા હતાં. જેની ગણતરી આ પ્રમાણે કરીએ.                                                         
હેમાની –   અમદાવાદજિલ્લો અને અમરેલી જિલ્લો એટલે બે.
તેજલ -    બનાસકાંઠા જિલ્લો - ભરૂચ જિલ્લો અને ભાવનગર જિલ્લો એટલે થયાં પાંચ.
દિવ્યા -    ડાંગ જિલ્લો - જામનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો એટલે થયાં આઠ.
ધરતી -    ખેડા જિલ્લો – કચ્છ જિલ્લો અને મહેસાણા જિલ્લો એટલે થયાં અગિયાર.
નિશા –     પંચમહાલ જિલ્લો - રાજકોટ જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો એટલે થયાં ચૌદ.
રિન્કુ -      સુરેન્દ્રનગર જિલ્લો - વડોદરા જિલ્લો અને સુરત જિલ્લો એટલે કુલ થયાં સત્તર.
ખુશ્બુ –     જોયું મિત્રો, સત્તર જિલ્લા યાદ રહ્યાં ને ! ચાલો ફરી એકવાર અમે બોલી જઈએ.
    તમે બધાં ગણજો...
કાજલ -    અમદાવાદ જિલ્લો, અમરેલી જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, ભરૂચ જિલ્લો,
    ભાવનગર જિલ્લો, ડાંગ જિલ્લો, જામનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લો,
ખુશ્બુ -     ખેડા જિલ્લો, કચ્છ જિલ્લો, મહેસાણા જિલ્લો, પંચમહાલ જિલ્લો, રાજકોટ જિલ્લો,
    સાબરકાંઠા જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, વડોદરા જિલ્લો અને સુરત જિલ્લો.    
    બરાબર ! ચાલો ત્યારે હવે આપણે જિલ્લા વિભાજન વિશે સમજીએ.
કાજલ -    ૧૯૬૪ માં ૧ જિલ્લો બન્યો ગાંધીનગર જિલ્લો એટલે થયાં અઢાર.
દિપીકા -   ૧૯૬૬ માં ૧ જિલ્લો બન્યો વલસાડ જિલ્લો એટલે થયાં ઓગણીસ.
ઉર્વશી -    ૧૯૯૭ માં ૫ નવા જિલ્લા બન્યા, આણંદ જિલ્લો - દાહોદ જિલ્લો – પોરબંદર
    જિલ્લો નવસારી જિલ્લો અને નર્મદા જિલ્લો એટલે થયાં ચોવીસ.  
હેમાની -   ૨૦૦૦ ની સાલમાં ૧ નવો જિલ્લો બન્યો પાટણ જિલ્લો એટલે થયાં પચીસ.
દિપીકા -   ૨૦૦૭ માં ૧ નવો જિલ્લો બન્યો તાપી જિલ્લો એટલે થયાં છવ્વીસ.
ધરતી -    ૨૦૧૩ માં ૭ નવા જિલ્લા બન્યાં એટલે થયાં તેંત્રીસ. બોટાદ જિલ્લો – ગીર
    સોમનાથ જિલ્લો - દેવભૂમિ દ્વારકા જિલ્લો અને મોરબી જિલ્લો.
દિવ્યા -    છોટા ઉદેપુર જિલ્લો - મહિસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લો. આમ, હાલમાં
    આપણાં રાજયનાં કુલ ૩૩ જિલ્લાઓ છે.
ખુશ્બુ -     મિત્રો, હવે આપણે જિલ્લા વિભાજન વધુ માહિતી મેળવીએ. ભાવનગર જિલ્લો
    અને અમદાવાદ જિલ્લામાંથી બોટાદ જિલ્લો બન્યો. તેવી રીતે અમદાવાદ અને
    મહેસાણા જિલ્લામાંથી ગુજરાતનું પાટનગર ગાંધીનગર જિલ્લો બન્યો.
હર્ષ -       મહેસાણા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લામાંથી પાટણ જિલ્લો બન્યો. સુરત
    જિલ્લામાંથી વલસાડ - તાપી અને નવસારી જિલ્લા બન્યાં.
તેજલ -    જૂનાગઢ જિલ્લામાંથી પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લો બન્યાં.
નિશા -     રાજકોટ - સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી મોરબી જિલ્લો બન્યો. તેવી
    રીતે જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ બન્યો.
રિન્કુ -      ખેડા જિલ્લામાંથી આણંદ અને મહિસાગર જિલ્લો બન્યો. અને પંચમહાલ
     જિલ્લામાંથી દાહોદ અને મહિસાગર જિલ્લો બન્યો.
ઉર્વશી -     ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો, સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અને
     વડોદરા જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લો બન્યો.
ખુશ્બુ -      જોયું મિત્રો, આમ ૨૦૧૩ થી આપણાં રાજયનાં નાનાં મોટાં મળી કુલ ૩૩ જિલ્લા
     છે. હા, પણ નવિનતાની વાત તો એ જ કે ઘણાં બધાં જિલ્લાનું વિભાજન થવા
     છતાં હજી ત્રણ જિલ્લા એવા છે કે જેનું વિભાજન થયું નથી.
દિવ્યા -     ૧. અમરેલી જિલ્લો ૨. ડાંગ જિલ્લો અને  ૩. કચ્છ જિલ્લો.
ખુશ્બુ –     મિત્રો, આપણા ગુજરાતનાં જિલ્લાઓ વિશેની માહિતી જાણવાની મઝા પડી ને !
     ચાલો ત્યારે..

બધા સાથે - આભાર ........ આવજો.........

Tuesday, January 12, 2016

પ્રજ્ઞા : વાલીસભા અને સ્વઅધ્યયનપોથી નિદર્શન – ધોરણ – ૧ અને ૨

વાલીસભા અને સ્વઅધ્યયનપોથી નિદર્શન – ધોરણ – ૧ અને ૨    


ફેબ્રુઆરી માસમાં એક શનિવારે ધોરણ - ૩ થી ૮ નાં બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે પ્રજ્ઞાવર્ગનાં બાળકોની ત્રણે વિષયની સ્વઅધ્યયનપોથી ઉપરાંત પોર્ટફોલિયોનું નિર્દશન ગોઠવ્યું. આ દિવસનું દૃશ્ય તો હું કદી ભૂલીશ નહિં. આ દિવસે પ્રજ્ઞાનાં બાળકો એટલા ઉત્સાહિત હતાં કે સતત બે કલાકથી વધુ સમય તેઓ બેન્ચીસની સામે પોતાનાં કાર્યની પ્રસ્તુતિ માટે ઊભા રહયાં ! મારી સતત અપીલ અને બેસવાની સુવિધા છતાં બેસવાનું ન લીધું. આ દિવસે તેમનાં મોઢા પરનું હાસ્ય અને ખુમારી જોવા જેવાં હતાં. ધોરણવાર અને કતારબંધ એન્ટ્રી ગેટથી મોટાં બાળકો આવતાં જાય, સ્વઅધ્યયનપોથી ને પોર્ટફોલિયો જોતાં જાય, પ્રસંશા કરતાં જાય અને સંબધિત બાળકને હાથ મિલાવી, પીઠ થાબડી શુભેચ્છા પણ આપતાં જાય ! અને એકઝીટ ગેટથી બહાર નીકળતાં જાય. વાહ ભાઈ વાહ ! નાનાનું કામ આજે મોટાએ કુતૂહલપૂર્વક જોયું : પ્રજ્ઞાની જ કમાલ !  પ્રજ્ઞાનાં બાળકોનાં ઉત્સાહને વધારવા અને જોનારા બાળકોને પ્રેરિત થવાનો આ સરસ મોકો હતો. ગામમાં એક સુંદર મેસેજ આપોઆપ ઘર - ઘર સુધી પહોંચી ગયો. આચાર્યશ્રી  સહિત શિક્ષકોએ પણ ઊંડો રસ દાખવ્યો તે બદલ સૌનો હું આભારી છું.





Monday, January 11, 2016

ઇનોવેશન ટૂંક સારાંશ

મારા નવતર પ્રયોગનો  આઈ.આઈ.એમ. અમદાવાદ ઇનોવેશન ટીમ દ્વારા કરવામાં આવેલ ટૂંક સારાંશ

Parental involvement in learning: Spreading awareness about the pedagogy in the schools

Innovation developed by : Rameshchandra Patel

To increase parental involvement in learning, spread awareness about teaching methodology used in school through meetings, pamphlets and visits. 

1. Prepare a pamphlet explaining the approach (in this case, the Pragna approach).
2. Prepare an invitation card for a parents meeting.
3. Meet parents to invite them for the meeting.
4. Hold the parents meeting and distribute pamphlets.
5. In the meeting, explain the objectives, process and methodology of the Pragna approach; also, showcase the Teaching and Learning Materials used in this approach.
6. Arrange classroom visits for parents to observe teaching and learning methodology used.
7. Organize an exhibition at the end of the year for children to showcase their work and learnings to their parents.

Spreading awareness about the teaching methodology increases parental involvement in their child’s learning, creating a supportive atmosphere for academic growth at home. Even in the absence of a Pragna approach, explaining and showcasing the regular methods and materials used will promote parental involvement.a




સરનામું તારું મોકલાવ મને !

સરનામું તારું મોકલાવ મને!

તું કયાં વસે હું નથી જાણતો, નથી તારું ઠામ ઠેકાણું
હું આવું તારી પાસે, સરનામું તારું મોકલાવ મને !
કહે છે હરિ તારા હજાર નામ, તેથી હું મુંઝાઉ છું
નક્કી નામ એક જ રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે મંદિરમાં ને કોઇ કહે મસ્જિદમાં ?
તારું ઠેકાણું ચોકકસ રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે સ્થળમાં, કોઇ કહે પવન - પાણીમાં
રસ્તો લખીને રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે વેદ - ઉપનિષદમાં, ને કોઇ કહે કુરાન
હું અલ્પ મતિ મુંઝાયો છું, સરનામું તારું મોકલાવ મને!
હું નથી સુદામા કે નગર તારું શોધી શકું !
તું તો જીવમાત્રનો નાથ, સરનામું તારું મોકલાવ મને!
નથી તાંદુલ નથી ભાજી, તને કેમ કરી શકું રાજી?
કહેવાય તું ભાવનો ભૂખ્યો, સરનામું તારું મોકલાવ મને!
હું ડૂબ્યો સંસાર સાગરે, મારી નૈયા ભવપાર લગાવ
તું તારણહારો નાથ, સરનામું તારું મોકલાવ મને!
આ તો ભવભવની માયા, અહીં માનવ હું છું ભરમાયો
શોધે બધાં પત્થરમાં તને, સરનામું તારું મોકલાવ મને!

- રમેશ પટેલ

Sunday, January 10, 2016

નવતર અનુભવ : પુસ્તક સમીક્ષા

નોંધ : પુસ્તક સમીક્ષા કરવી એ મારા જેવાનું ગજું નથી એ સ્વીકારું છું છતાં લખવાની તીવ્ર તાલાવેલીને કારણે " અરધી સદીની વાચનયાત્રા : ભાગ - ૨ " વાંચ્યા બાદ પ્રથમ વખત આ પ્રકારનું કંઈક લખી શક્યો છું. ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતાં શ્રી ભદ્રેશભાઈ પટેલ (બી.આર.સી. કો.ઓં. અંકલેશ્વર) નું પ્રોત્સાહન મળ્યું. આપ વાચકોનાં પ્રતિભાવની અપેક્ષા તો ખરી જ !  
પુસ્તક સમીક્ષા

અરધી સદીની વાચનયાત્રા : ભાગ - ર
સંપાદક : શ્રી મહેન્દ્ર મેઘાણી
પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર

પ્રથમ આવૃત્તિ જુલાઈ : ૨૦૦૪ માં બહાર પડયા બાદ આ પુસ્તકનું પુનઃર્મુદ્રણ : ઓગષ્ટ : ૨૦૦૪ માં કરવામાં આવ્યું. પુસ્તકની નકલ : ૮૦૦૦ અને પાનાં : ૨૪ + ૬૫૬ = કુલ ૬૮૦ છે. પુસ્તકની કિંમત રૂ. ૭૫ /- રાખવામાં આવી છે. પુસ્તકનું અક્ષરાંકન, મુદ્રણ અને બાંધણી પણ યોગ્ય કવોલિટીનાં છે. મુખપૃષ્ઠ (પૂઠું) લેમિનેશન કરેલ મજબૂત બનાવવામાં આવેલ છે.
થોડા સમય પહેલાં અનાયાસે જ અરધી સદીની વાચનયાત્રા ભાગ - ૧ વાંચું તે પહેલાં ભાગ - ૨ વાંચવાનો મોકો મળ્યો. ભાગ - ૧ અને ભાગ - ૨ મળી કુલ લગભગ ૫૦૦ જેટલાં લેખકોનાં વિચારો એકી સાથે એક જ પુસ્તકમાં સુલભ કરાવવા બદલ સૌ પ્રથમ તો સંપાદકશ્રીને અભિનંદન આપવા ઘટે!
સંપાદકશ્રીએ પોતાનાં નિવેદનમાં (વીંધો અમને આરપાર) ઓસ્ટ્રીયાનાં લેખક ફ્રાંઝ કાફકા (૧૮૮૩ - ૧૯૨૪) નાં એક અવતરણને (અનુવાદકશ્રી હરીશ મીનાશ્રુ) ટાંકી વાચકોએ કેવા પુસ્તકો વાંચવા જોઈએ, તેની વાત સુંદર રીતે રજૂ કરી છે. તે ખરેખર ઉપયોગી અને મનને વિચારતાં કરી મૂકવા સક્ષમ છે. ૫૦૦ લેખકોનાં ટૂંકાવેલા લખાણો વાંચવા જોઈએ, તેની વાત સુંદર રીતે રજૂ કરી છે. તે ખરેખર ઉપયોગી અને મનને વિચારતાં કરી મૂકવા સક્ષમ છે. ૫૦૦ લેખકોનાં ટૂંકાવેલા લખાણો વાંચવાની અને તેને વાગોળવાની મઝા પડે તેવા આ સંક્ષિપ્ત લેખો સરળ લાગ્યાં. એક પછી એક સંક્ષિપ્ત લખાણમાંથી અલગ તરી આવતી વાત, અલગ તરી આવતી ભાત સાથે અલગ તરી આવતી વાત વાચકો સુધી સરળ રીતે પહોંચાડવાની નેમ - સંપાદકની કોઠાસૂૃઝનાં પણ દર્શન કરાવી જાય છે, તેમ કહેવું ઉચિત ગણાશે.
ઉદાહરણ તરીકે પુસ્તકમાંના એક - બે લખાણોની જ વાત કરીએ તો પા નં. ૭૩/૭૪ પરનો અબ્રાહમ લિંકનનો જગતને ઉદ્દેશીને લખેલો પત્ર (પુસ્તક : ઝરુખે દીવા અનુ. ઈશા કુન્દનિકા) પ્રત્યેક બાળકને પોતાનાં જીવનનાં તમામ ઉતાર - ચઢાવ વખતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સક્ષમ છે. આ પત્રમાં રહેલા મૂળ ભાવને સહેજે ક્ષતિ પહોંચાડયા વગર વાચકો સુધી લઈ જવામાં અનુવાદક ઈશા કુન્દનિકા સફળ નીવડયા હોય તેવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. એક વાકય : એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વધારે પ્રતિષ્ઠા છે. આ વાકયમાં રહેલો જીવનમાં સત્ય અને ખુમારીથી જીવવાનો સંદેશ કેટલો બળવાન, ભાવુક અને અદકેરો લાગે છે.
પાન નં. ૧૬૧/૧૬૨ પરનો લેખકશ્રી ગુલાબદાસ બ્રોકર દ્વારા લિખિત સંક્ષિપ્ત લેખ : (પત્નીને મશીન નથી બનાવવી) ખૂબ જ ચોટદાર રહયો. પત્નીને અર્ધાંગિની સમજનારા અને કહેનારા આપણે જાણે - અજાણે પત્ની પ્રત્યે કૌટુંબિક ફરજનાં નામે, સારી આગતા - સ્વાગતા અને લેટેસ્ટ મહેમાન નવાજીને નામે મીઠી ક્રૂરતા જ આચરતા હોઈએ એવા સંજોગોમાં લેખક - સંપાદક અપાણને વાચકોને આ લેખ દ્વારા લાલબત્તી ધરી સચેત કરે છે, એમ જરૂર કહી શકાય.
આ અને આવા અસંખ્ય સંક્ષિપ્ત લેખો વાચકો માટે ગાગરમાં સાગરની જેમ અમૂલ્ય વિચારોથી સભર આ સંપાદન ગ્રંથથી સુલભ થયાં છે. ત્યારે આ અરધી સદીની વાચનયાત્રા થકી અરધી સદીનાં સેંકડો નાનાં મોટાં કવિ લેખકોનાં વિવિધ પુસ્તકોમાં છપાયેલાં મોતીનાં દાણા જેવાં આ વિચારમોતી વાચકો સુધી પહોંચાડવા બદલ સંપાદકશ્રીનો આભાર જ માનવો રહયો.

સમીક્ષા :
-     રમેશચંદ્ર બીં પટેલ
મદદનીશ શિક્ષક

                                                         પ્રા. શાળા, નવાતરિયા