ઈનોવેશન
પ્રોત્સાહન અને શુભેચ્છા પત્ર
આદરણીયશ્રી,.............................................................................................................................................
પ્રાથમિક શાળા, .......................
આપનાં નવતર પ્રયોગનું નામ :
સવિનય
જણાવવાનું કે - એપ્ર્રિલ - ૨૦૧૩ માં આઈઆઈએમ અમદાવાદ, જીઈઆઈસી ગાંધીનગર અને જીસીઈઆરટી ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે
અને સૃષ્ટિ સંસ્થાનાં સહયોગથી પ્રસિદ્બ કરવામાં આવેલ એક બ્રોશર પ્રત્યેક શાળાઓમાં
પહોંચાડવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં શિક્ષકો પોતાનાં વર્ગકાર્ય
દરમ્યાન વર્ગકાર્યને અસરકારક બનાવવા અવનવી તરકીબો, પ્રયોગો
અજમાવતાં રહે છે. રાજયનાં શિક્ષકોમાં એક આગવી પ્રતિભા પણ છે. આવી પ્રતિભાઓ થકી કામ
કરવાની સુલભ અને અસરકારક પ્રયુકિતઓ બહાર આવે અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવાનાં
કામમાં મદદરૂપ બને તે ઉપરાંત રાજયનાં તેમજ દેશનાં શિક્ષણ જગતમાં તેનો ઉપ યોગ થાય એવા હેતુઓ સાથે, આવા
કાર્ય સાથે જોડાયેલા શિક્ષકોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તે હેતુથી જિલ્લાનાં
ઈનોવેશન સેલ દ્વારા મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓે માટે ટાઈટલ હેઠળ પોતાનાં
નવતર પ્રયોગો www.teachersastransformers.org નામની વેબસાઈટ
ઉપર જઈને ઈનોવેશન સેલ ભરૂચ સર્ચ કરી સબમીટ કરવાનાં હતાં.
રાજયભરમાંથી
ડિસેમ્બર ૨૦૧૩નાં અંત સુધીમાં ૬૩૯૩ જેટલાં પ્રયોગો સબમીટ થયાં હતાં. આ પ્રયોગોનો
વ્યવસ્થિત અભ્યાસ, સંશોધન અને
પૃથ્થકરણ બાદ લગભગ ૫૦૦ જેટલાં પ્રયોગો તારવ્યા બાદ ૫૦૦ કરતાં વધારે શાળાઓમાં જઈ
નવતર પ્રયોગોની રૂબરૂ ચકાસણી કર્યા પછી ૧૦૦ પ્રયોગો એટલે કે ૧૦૦ શિક્ષકોને ઈનોવેટીવ શિક્ષકો તરીકે પ્રથમ તબક્કામાં પસંદ કરવામાં આવ્યાં છે.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો કુલ આઠ તાલુકામાંથી ૩૬૩ જેટલાં પ્રયોગો સબમીટ થયાં હતાં.
જેમાંથી રાજયભરમાંથી પ્રથમ ૧૦૦ માં પસંદગી પામનારા કુલ - ૬ શિક્ષકોનો સમાવેશ થયો
છે. અંકલેશ્વર તાલુકાની જો વાત કરીએ તો કુલ ૫૬ જેટલાં પ્રયોગો સબમીટ થયાં હતાં.
પસંદગી પામેલા આ પ્રયોગોનું ભરૂચ જિલ્લાનું તાલુકાવાર પરિણામ જોઈએ તો......
અ.નં. શિક્ષકનું નામ પ્રયોગનું નામ શાળાનું
નામ તાલુકાનું નામ
૧ મનિષાબેન જાદવ કન્યાકેળવણીને
ઉત્તેજન પ્રા. શાળા, દહેગામ ભરૂચ
૨ સંગીતાબેન ખુમાણ વિવિધ વિષયનાં કોર્નર (વેસ્ટમાંથી બેસ્ટ) પ્રા. શાળા, નવાતવરા ભરૂચ
૩ શૌકતઅલી ઠાકોર ઈન્ટરનેટ, ગૂગલ, વિકીપિડીયા
- સર્ચ એન્જિનનો શિક્ષણમાં ઉપયોગ પ્રા. શાળા, અરગામા વાગરા
૪ હિરેનકુમાર પટેલ રકતજયોતિ યુવામંડળનાં સહયોગ થકી શાળાનો ભૌતિક તથા શૈક્ષણિક
વિકાસ પ્રા. શાળા, આંકલવા હાંસોટ
૫ કમલેશભાઈ કોસમીયા લોકભાગીદારી દ્વારા શાળાનો ભૌતિક અને શૈક્ષણિક
વિકાસ પ્રા. શાળા, સરદારનગર વાલિયા
૬ રમેશચંદ્ર પટેલ પ્રજ્ઞા : અજવાળું અજવાળું
(વાલીસભા - આવો એક ડગલું આગળ) પ્રા. શાળા, નવાતરિયા અંકલેશ્વર
મિત્રો, આ પત્ર લખવાનો મૂળ હેતુ આપને આપનાં નવતર પ્રયોગ માટે આપને
અભિનંદન આપવાનો છે. આપે આ બાબતમાં રસ લીધો અને પોતાનો પ્રયોગ જાતે યા ડાયેટ મારફતે
સબમીટ કર્યો તે માટેની આપની કોશિષ સાચા અર્થમાં મારી દૃષ્ટિએ સરાહનીય છે. હજી પણ
નવાં ઈનોવેશન સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ જ છે. આપને વિનંતી છે કે જો આપની પાસે
હજી નવા અનુભવો,
નવા પ્રયોગો હોય તો તે ઉપરોકત વેબસાઈટ ઉપર જઈ
સબમીટ કરવા પ્રવૃત થશો. આપનાં અગાઉ સબમીટ કરેલાં પ્રયોગો મેં મારી જિજ્ઞાસાવૃત્તિ
થકી ઓનલાઈન વાંચ્યા છે,
આપનો પ્રયત્ન ખૂબ જ સારો છે. કયાંક કયાંક
સૂક્ષ્મ માર્ગદર્શનની પણ જરૂર હતી એવું પણ મેં અનુભવ્યું છે. આ સબંધમાં અનુભવની
દૃષ્ટિએ હવે પછીનાં નવા પ્રયોગ માટે આપને હું કંઈક મદદરૂપ થઈ શકતો હોઉં તો મને
જરૂર યાદ કરશો અથવા રૂબરૂ મળશો. આપનો પ્રયોગ બરાબર નથી માટે પસંદ નથી થયો એવી લઘુતાગ્રંથિ
ન રાખતાં હજી પણ વધુ નવા પ્રયોગો રજૂ કરવા પ્રયત્ન કરતાં રહો એવી વણમાંગી સલાહ
આપું છું. ઈન્ટરનેટ બાબતે આપ કોઈ મુશ્કેલી અનુભવતાં હોય તો પણ મારો સંપર્ક કરવા વિનંતી કરું છું. ગમતાંનો કરીએ
ગુલાલ એ અર્થમાં આ તાલુકાનાં શિક્ષણની ગુણવત્તા સુધારણાનાં પવિત્ર કામમાં જે કંઈ
થઈ શકે તે માટે આપણાં નાનાં પ્રયત્નથી શરૂઆત કરીએ. આવા જ કાર્ય માટે આપે જે રુચિ કેળવી પ્રયાસ કર્યો છે
તેવી જ રુચિ શાળાનાં બીજાં શિક્ષકો, કલસ્ટરની
શાળાઓનાં શિક્ષકમિત્રો,
આપનાં અંગત શિક્ષકમિત્રો વગેરે પણ કેળવે તે
માટે તેઓને પ્રોત્સાહિત કરવા કોશિષ કરશો. સંબંધિત સંસ્થાઓએ ઉપાડેલું આ કામ આખરે તો
રાજયની પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તાની અસરકારકતા માટેનો જ
એક સ્તુત્ય પ્રયત્ન છે,
એ ધ્યાનમાં રાખીએ.
સારાં કામની નોંધ નથી લેવાતી એવું નથી. સારાં કામની નોંધ કયાંકને
કયાંક તો જરૂર લેવાય છે જ ! એ શ્રદ્બાથી કામ કરતાં જવું. આ એક એવો પ્રયત્ન છે કે
જેમાં શિક્ષક આપબળે આગળ આવી શકે છે અને તેનો લાભ લઈ શિક્ષણ જગતમાં કશુંક કર્યાનું
આપણે ગૌરવ પ્રાપ્ત કરી શકીએ છીએે. મારું ઈનોવેશન પ્રજ્ઞા : અજવાળું અજવાળું અંતર્ગત વાલીસભા
: આવો, એક ડગલું આગળ.. પસંદગી પામ્યું
છે તે આ બાબતની ગવાહી છે. આ પ્રયોગો કર્યાં ત્યારે તમે કે હું આવી કોઈ
પ્રક્રિયા ભવિષ્યમાં થવાની છે તે વિશે કોઈ કાંઈ જ જાણતું ન હતું. આપણે નૈતિકતાથી આપણું કામ કરતાં ગયાં. આઈઆઈએમ અમદાવાદ, જીઈઆઈસી ગાંધીનગર અને જીસીઈઆરટી ગાંધીનગર તથા સૃષ્ટિ જેવી
સંસ્થાઓએ શિક્ષકોને રાજય કક્ષાએ ઝળકવાની એક ઉમદા તક આપી છે. આ સંદર્ભમાં આપે જે
ઈનોવેશન્સ સબમીટ કર્યાં છે તે મને વ્યકિતગત રીતે ગમ્યાં છે તેથી આપને પ્રેરિત કરવા
હૃદયનાં ભાવથી ફરીથી અભિનંદન પણ પાઠવું છું.
પ્રા. શાળા, માટીએડ
રમેશચંદ્ર
બી. પટેલ
Email
: rameshchandra.patel1961@gmail.com Mo : 9426859056
No comments:
Post a Comment