હણી તિમિરને ફેલાવું અજવાસને, અક્ષરનો આરધક શિક્ષક છું.
પ્રેમ, હૂંફ ને લાગણીનો અવતાર, નીતિ ન્યાયનો હું પર્યાય છુ.
દર્પણ છું, દર્શક છું, દૃષ્ટિ છું ને દિવાકર છું કેળવણીનો
શાને કરો છો પરવા આ સમાજની, ખબરદાર હું શિક્ષક છું.
નથી કોઇ એષણા નથી કોઇ તૃષ્ણા નથી જિજીવિષા બીજી કોઈ
બનવું છે પથદર્શક, માર્ગદર્શક ભાવિ પેઢીનો માટે હું શિક્ષક છું.
લાવી શકું હું ક્રાંતિ, આદર્શો, વિચારો ને વિચારધારાની પણ
ઉન્નતિનાં માર્ગે ખોડાયો છું ઝંડી રાતી લઈને, જુઓ હું શિક્ષક છું.
થાય છે અત્યાચાર બધે, ને ભ્રષ્ટાચાર તો વળી સચરાચર!
મિટાવવા સમાજની અફરાતફરી, હા, જુઓ હું
શિક્ષક છું.
ઊઠ જાગ હવે તું નિદ્રામાંથી જવાબદારી સ્વીકારી લે પળપળની
શાંત જળમાં આ ખળભળાટ શાને ? : જો હું શિક્ષક છું.
નથી આપતો એકલું અક્ષરજ્ઞાન, શીખવું છું જીવન કૌશલ્યો
નાગરિક તણું ઘડતર કરવા, આજીવન હું શિક્ષક
છું.
- રમેશ પટેલ
No comments:
Post a Comment