પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, February 4, 2018

શાળાકક્ષાએ એસએમસી

સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસએમસી)

શાળા કક્ષાએ બહુધા શાળામાં ભણતા બાળકોનાં જ વાલીઓ અને તેમાંય મહિલા સભ્યોને પ્રાધાન્ય મળે, શાળાનું સંચાલન કરવામાં મદદ મળે, શાળાનો બહુમુખી વિકાસ થાય, પારદર્શિતા જળવાય, સુચારુ આયોજન થાય તે માટે શાળાકક્ષાએ એસએમસી એટલે કે શાળા વ્યવસ્થાપન કમિટીની રચના થયેલી છે.      

શાળા વ્યવસ્થાપન કમિટી માટીએડ 


શાળાના આચાર્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રીનું સ્વાગત 


શાળાનાં શિક્ષકો દ્વારા અન્ય સભ્યોનું સ્વાગત 





બાળ સંસદ


શાળા કક્ષાએ બાળ સંસદનું અનોખું મહત્વ છે. બાળકો આપણા બંધારણીય માળખાથી પરિચિત થાય છે, સાથે સુચારુ રીતે શાળાનું સંચાલન થાય તેમાં આ પ્રોજેક્ટ દ્વારા મોટી મદદ મળે છે. પ્રાથમિક શાળાઓ બુનિયાદી અધ્યાપન તાલીમનાં હાર્દને વરેલી છે. મકસદ હશે બાળકો સ્વાશ્રયી જીવન જીવવાની કેળવણી પ્રારંભિક કક્ષાએ જ મેળવે ! શ્રમનું મહત્વ ઘટતું જાય છે ! કસરત કરવી કે તે વિશે વિચારવું, જીમમાં જવું પરંતુ શ્રમ પડે તેવું કોઈ કામ જ ન કરવું એ આજના સમયની વિચારધારા છે. ગામડાઓની પ્રાથમિક શાળા અહી અપવાદ છે, બાળકો સ્વયં શ્રમ કરે છે અને જીવનલક્ષી કેળવણી પામે છે. શાળાનાં  સમગ્ર વ્યવ્સ્થાતંત્રનો આધાર બાળ સંસદ છે. બાળકો નાનપણથી જ નેતૃત્વ કરતા શીખે, આયોજન કરતા શીખે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરતા પણ શીખે છે. કામ કરનાર - સફળ સંચાલન કરનાર બાળકને સન્માન મળે !

      

૩૮ વર્ષને અંતે ....



નવતર પ્રયોગ ૧૬ સ્વયં શિસ્ત પ્રાર્થનાસભા

નવતર પ્રયોગ – ૧૬

નવતર સેન્ટર ફોર એજ્યુકેશન ઈનોવેશન સબમિશન ફોર્મ

એજ્યુકેશન ઈનોવેટરની માહિતી

વિષયસ્વયં શિસ્ત પ્રાર્થનાસભા

નામ –                                                      રમેશચંદ્ર બી. પટેલ
શિક્ષકનો ફોટોગ્રાફ –                                   

                               
ડાયટ –                                                   ડાયટ, ભરુચ
ડાયટ / DIC કોઓર્ડીનેટરનું નામ –       વી. એમ. બલદાણીયા  
શાળાનું નામ –                                      પ્રાથમિક શાળા, માટીએડ
શાળાનું પૂરું સરનામું –                          મુ. પો. માટીએડ તા. અંકલેશ્વર જિ. ભરુચ  ૩૯૩૦૨૦
તાલુકો –                                              અંકલેશ્વર
જિલ્લો –                                              ભરૂચ
પૂરું સરનામું (ઘરનું) –                          “ દાદા મા ”  વૈભવલક્ષ્મી સોસાયટી
                                                                             હાંસોટરોડ અંકલેશ્વર૩૯૩૦૦૧ 
કોન્ટેક નંબર –                                    ૯૪૨૬૮૫૯૦૫૬     
મેલ આઈ ડી -                             rameshchandra.patel1961@gmail.com

ઈનોવેશન વિશે

ઇનોવેશનું નામ સ્વયં શિસ્ત પ્રાર્થનાસભા

તમારા ઇનોવેશનમાં શું અલગતા (તમારું ઈનોવેશન રોજીંદી પ્રક્રિયાથી કઈ રીતે અલગ છે ) છે ?

            મારા ઇનોવેશનમાં અલગતા જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ .. પ્રાર્થનાસભા એક એવી પ્રવૃત્તિ છે જે દરેક શાળાઓમાં નિયમિતરૂપે થતી હોય છે. આ ઈનોવેશન કોઈ અભ્યાસક્રમ કે અભ્યાસિક પ્રવૃત્તિ આધારિત નથી પરંતુ સહઅભ્યાસિક પ્રવૃત્તિની સાથે મૂલ્ય આધારિત પ્રવૃત્તિ સાથે સંલગ્ન છે. શાળાઓમાં શિક્ષકો અને બાળકો પાઠ્યપુસ્તકના બે પૂંઠા વચ્ચે યંત્રવત સીમિત રહી જાય એવા આ સમયમાં બાળકોમાં મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યો ઉગાડવાનું કામ થવું આવશ્યક છે. આ ઈનોવેશનમાં શિક્ષકો શાળામાં હોવા છતાં જે તે દિવસે પ્રાર્થનાસભાથી પર રહે છે.  શાળાની પ્રાર્થનાસભાને હું દરરોજનો મોટામાં મોટો પીરિયડ ગણું છું. જે બાકીના બધા આઠ પીરિયડનો પોષક છે.  આમ, મારા આ ઇનોવેશનને હું રોજીંદી (ચીલાચાલુ) પ્રક્રિયાથી અલગ ગણું છું.    

ઈનોવેશન કરવા માટે તમને ક્યાંથી પ્રેરણા મળી ?

            શાળામાં અને ખાસ કરીને પ્રાર્થનાસભામાં બાળકો શિસ્તબદ્ધ હોય અને શાંત ચિત્તે પ્રાર્થના થાય એવા વાતાવરણનો આગ્રહી રહ્યો છું. ડર, બીક કે ધાક – ધમકી નહિ પણ બાળકો સ્વૈચ્છિક રીતે સભ્યતાને સમજે તે પણ પ્રાથમિક કક્ષાએ જરૂરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જે તે સમયે ૫૫૫ બાળકો ધરાવતી શાળાની લોબીમાં થતી શિસ્તબદ્ધ પ્રાર્થના સાંભળવા જાહેર રસ્તા પર ચાલતા વટેમાર્ગુ ઘડીક અટકી જતાં એ દ્રશ્ય આ ઈનોવેશનની પ્રેરણાનું બીજ છે.      

ઈનોવેશન લેવલ

પ્રાથમિક (ધોરણ થી )                                   -
અપર પ્રાથમિક (ધોરણ થી )                       -
શાળા માટે (ધોરણ થી )                             - શાળા માટે – ધોરણ ૧ થી ૮
Other                                                             

ઈનોવેશન પાછળનું કારણ / સમસ્યા ? –

બાળકોમાં શિસ્તનાં ગુણનો વિકાસ કરવો દરેક શાળા અને શિક્ષકો માટે એક નૈતિક જવાબદારી અને સાથે પડકાર સમાન હોય છે. સમાજમાં પણ શિસ્તનાં માપદંડોમાન્યતાઓસામાજિક બદલાવ વગેરે જોવા મળતાં હોય ત્યારે બોલવા - ચાલવાથી માંડી પહેરવા - ઓઢવા સુધીનાં પ્રશ્નો સમયાંતરે શાળા સમક્ષ આવે છે. શાળાની શિસ્તની અપેક્ષાઓ સામે હવે તો વાલીઓ પણ વણ વિચારી બાંયો ચઢાવતાં હોવાનાં સમાચારો મળતા રહે છે. અલબત્ત, આર. ટી. . ની જોગવાઈઓ અને માનવીય મૂલ્યોનો વિચાર કરીએ તો બાળકોને શારીરિક શિક્ષા થવી જોઈએ. કોઈને તેમ કરવાનો અધિકાર નથી. સંજોગોમાં બાળકોને શિસ્તમાં રાખવા અવનવા નુસ્ખાઓ અજમાવવા રહ્યાં.
૨૦૧૨ માં હું શાળામાં આવ્યો ત્યારે બાળકોમાં શિસ્તનું પ્રમાણ અપેક્ષિત નહોતું જણાતું. બાળકો થોડા બિનજવાબદાર અને બોલવામાં પ્રાદેશિકતા વધારે હોવા સાથે વર્તન દેખીતું તોછડું જણાતું હતું. શાળામાં બાળક આવે ત્યારે ભણવાની સાથે યા પહેલાં તેનું વર્તનવાણીવ્યવહાર ઠીક હોય, સભ્ય હોય તે જરૂરી છે. તેનામાં એવા માનવીય ગુણોનો વિકાસ થાય તેવું વાતાવરણ શાળામાં આવશ્યક છે. મારી શાળામાં કડીમાં કંઇક ખૂટતું હોય તેવું હું સતત અનુભવતો હતો ! કોઈ મુલાકાતી શાળાની મુલાકાતે આવતાં ત્યારે શિસ્તની ઓછપ વર્તાતી હતી. આમ, શાળામાં શિસ્ત હોવું કે ઓછું હોવું તે મારી સમસ્યા હતી

ઈનોવેશનની કેટેગરી

ભાષા –                                                                    -
ગણિત –                                                                  -
વિજ્ઞાન –                                                                 -
સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ –                          -
હેલ્થ અને ન્યુટ્રીશન –                                               -
સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ                                  હા
હાજરી (એટેન્ડન્સ )                                                  -
ટેસ્ટ અને મૂલ્યાંકન –                                                -
સેલ્ફ મેનેજમેન્ટ –                                                     -
મૂલ્ય શિક્ષણ –                                                         હા
ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી –                                   -
સમાવિષ્ઠ શિક્ષણ –                                                  -
લોકભાગીદારી / સમુદાય (SMC)                              -
Other                                                                      -

ઇનોવેશનનું વર્ણન અને અમલવારીની માહિતી (ડીટેઇલમાં)

શાળામાં હું વધની બદલીથી સપ્ટેમ્બર ૨૦૧૩ માં આવ્યો. શાળા ઊંચા ટેકરા પર અને જૂની ઢબથી બનેલા નળિયાવાળા મકાનમાં કાર્યરત હતી. શાળાનું પરિસર વિશાળ છે અને શાળા લીલાછમ વૃક્ષોથી ઢંકાયેલી હતી. તેમ છતાં ભૌતિક સુવિધાઓની વિશેષ જરૂરિયાત અનુભવાતી હતી. વિશાળ મેદાન અને બાળકોની સંખ્યા ઓછી તેમજ શાળા પંચાયત હોવા છતાં શિસ્તનાં અભાવે સફાઈ - સ્વચ્છતાના કામમાં કે અન્ય બાબતોમાં બાળકોની સતત ફરિયાદ પણ રહેતી. પ્રાર્થના સંમેલનમાં ખાસ કોઈ નવીનતા કે જીવંતતા જેવું અનુભવવા નહોતું મળતું. શિસ્ત હોવાથી પ્રાર્થનાસભામાં અને વર્ગખંડોમાં વાતાવરણ કઠે તેવું હતું. સમજણ ભર્યા શિસ્તની ખોટ અનુભવાતી હતી. શાળા આવ્યા બાદ સૌના વિચારો, કાર્યપદ્ધતિ સમજવાની, બાળકો સાથે હરવા મળવાની શરુઆત કરી. ધીમે ધીમે પ્રાર્થનાસભાનો લાભ લઈ બાળકોને શિસ્તનું મહત્વ સમજાવવા ઉપરાંત વાર્તાઓ અને વ્યક્તિવિશેષનાં જીવનકવન વિશે વાતો કરવાની શરુઆત પણ કરી.    બાળકોમાં થોડુંઘણું પરિવર્તન તો લાવી શક્યા પણ કંઇક નોખું કરવાની તાલાવેલી હતી.
            નવેમ્બર ૨૦૧૭માં શાળાનો વહીવટ મારે સંભાળવાનો થયો. મારા મનમાં સતત એક નવો વિચાર રમતો હતો. બાળકોને જવાબદાર બનાવવા અને પછી તેમને જવાબદારી સોંપવી. મહિનામાં એક કે બે દિવસ બાળકો સ્વયં પ્રાર્થનાસભા પૂર્ણ કરે એવી જવાબદારી સોંપવી. માસિક બેઠકમાં શિક્ષકો સમક્ષ તે વિચાર મૂક્યો. સૌને વિચાર ગમ્યો. દર પંદર દિવસે (દર મહિનાની લી અને ૧૬ મી) બાળકો સ્વયં પ્રાર્થનાસભા નિભાવે અને પ્રાર્થનાસમિતિનાં સભ્યો તે દિવસનું સમગ્ર સંચાલન કરે એવું નક્કી કર્યું. પ્રાર્થનાસભાનાં સમય દરમ્યાન બાળકોને સાચવવા કે શાંત પાડવા એક પણ સભ્ય ઉભું થાય પણ તમામ બાળકો સ્વયં શિસ્તથી પ્રાર્થનાસભાનો પીરિયડ પૂર્ણ કરે ! બાળકોને નવા વિચારથી સંપૂર્ણ માહિતગાર કર્યા. બાળકો હરખાયા અને પોત્સાહિત થયા. બાળકોનો પ્રતિભાવ અમારી અડધી સફળતા છે એવું અનુભવાયું. આચાર્ય સહિત તમામ શિક્ષકો ૨૦ મિનિટ પ્રાર્થનાસભાથી દૂર (અળગા) રહે છે. કદીક કોઈ બાળક શિસ્તની લક્ષ્મણરેખા ઓળંગે તો પ્રાર્થના સમિતિનો કોઈપણ સભ્ય માઈકથી શિક્ષકોની જેમ સૂચના આપી તેને શાંત કરવા પ્રયત્ન કરે છે. નવતર પ્રયોગને અમે સ્વયં શિસ્ત પ્રાર્થનાસભા નામ આપ્યું છે.

ઇનોવેશનનું મૂલ્યાંકન

પહેલા અને બીજા અનુભવ દરમ્યાન અમે સૌ શિક્ષકોએ બાળકોની ગતિવિધિને પડદા પાછળ રહી સમજવા કોશિષ કરી. પ્રાર્થનાસમિતિના હાવભાવવર્તણુક કેવા હતાં ? બીજા બાળકોનાં હાવભાવવર્તણુક કેવા હતાં ? કોઈ બાળક તોફાન કરતું હતું અથવા બીજા બાળકોને ખલેલ પહોંચાડતું હતું ? સમગ્ર પ્રાર્થનાસભા દરમ્યાન તેઓની સ્થિતિ શું હતી ? બાળકો કેટલાં શિસ્તબદ્ધ જણાયા ? પ્રયોગથી બાળકો કેટલા પ્રોત્સાહિત જણાયા ? શું તેઓ દિવસ ફરી આવવાની રાહ જુએ છે ખરા ? આવા તમામ મુદ્દાની અમે સૌએ વ્યક્તિગત નોંધ લીધી અને તેના પર સામૂહિક ચર્ચા કરી. બાળકોનાં પણ અભિપ્રાય મેળવ્યા. અંતે તારણો કાઢ્યા.            

ઇનોવેશનનું પરિણામ

નવતર પ્રયોગ પરનાં અમારા તારણો અને બાળકોના મંતવ્યો જાણ્યા પછી અમને ખાતરી થઈ કે બાળકોને જયારે જવાબદારી સોંપવામાં આવે છે, તેમનાં કાર્યો પર ભરોસો મૂકવામાં આવે છે, તેમની સાથે સંવેદનાપૂર્ણ વ્યવહાર સાથે પોતાનાપણાની ભાવનાનું વાતાવરણ શાળામાં સર્જવા શિક્ષકો પ્રયત્ન કરે તો તેનું સુંદર પરિણામ મળે છે. બાળકો નેતૃત્વ કરવામાં રસ ધરાવે છે અને શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ સારું નેતૃત્વ કરી શકે છે. મારી શાળામાં પ્રયોગ સંપૂર્ણ સફળ થયેલ છે. પ્રયોગ પછી પ્રાર્થનાસભા ઉપરાંત શાળામાં ઉજવાતા અન્ય કાર્યક્રમોમાં મહેમાનોનાં વક્તવ્યો પણ બાળકો શિસ્તબદ્ધ રહી સાંભળે છે અને તેથી શાળાની એક સારી છાપ ઊભી થઈ છે. પ્રયોગથી બાળકો ખૂબ પ્રોત્સાહિત જોવા મળ્યા છે એટલું નહિ તેઓ આગળનાં સ્વયં શિસ્ત પ્રાર્થનાસભા દિનની આતુરતાપૂર્વક રાહ જુએ છે.      

ઈનોવેશનની વર્તમાન સ્થિતિ શું છે ?

હાલમાં કાર્યરત (ઓન ગોઇંગ)                                      હા
પૂર્ણ થયેલ છે                                                                 -
હાલમાં ચાલુ કર્યું છે                                                    -
Other                                                                           -
ઇનોવેશનને લગતાં ફોટો અને વીડીઓ અહી અપલોડ કરો.