શાળા કક્ષાએ બાળ સંસદનું અનોખું મહત્વ છે. બાળકો આપણા બંધારણીય માળખાથી પરિચિત થાય છે, સાથે સુચારુ રીતે શાળાનું સંચાલન થાય તેમાં આ પ્રોજેક્ટ દ્વારા મોટી મદદ મળે છે. પ્રાથમિક શાળાઓ બુનિયાદી અધ્યાપન તાલીમનાં હાર્દને વરેલી છે. મકસદ હશે બાળકો સ્વાશ્રયી જીવન જીવવાની કેળવણી પ્રારંભિક કક્ષાએ જ મેળવે ! શ્રમનું મહત્વ ઘટતું જાય છે ! કસરત કરવી કે તે વિશે વિચારવું, જીમમાં જવું પરંતુ શ્રમ પડે તેવું કોઈ કામ જ ન કરવું એ આજના સમયની વિચારધારા છે. ગામડાઓની પ્રાથમિક શાળા અહી અપવાદ છે, બાળકો સ્વયં શ્રમ કરે છે અને જીવનલક્ષી કેળવણી પામે છે. શાળાનાં સમગ્ર વ્યવ્સ્થાતંત્રનો આધાર બાળ સંસદ છે. બાળકો નાનપણથી જ નેતૃત્વ કરતા શીખે, આયોજન કરતા શીખે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરતા પણ શીખે છે. કામ કરનાર - સફળ સંચાલન કરનાર બાળકને સન્માન મળે !
પ્રજ્ઞા એટલે પંચારિષ્ટ. પાંચ પ્રકારની અસર બતાવતું ઔષધ : વાચનની નબળાઈ દૂર કરી વાચનભૂખ જગાડે ! લેખનની કચાશ મટાડી ગુણવત્તા સુધારે ! ગણનની ઝડપ વધારે અને રુચિ પેદા કરે ! નૈતિકતા સબળ કરી અભિવ્યકિતનો વિકાસ કરે ! નિષ્ક્રીયતા, આળસનો તો જડમૂળથી નાશ કરે! પ્રજ્ઞા એટલે જે શીખે તે પાકું શીખે એવો અભિગમ ! તેથી જ પ્રજ્ઞા : અજવાળુ અજવાળું !
No comments:
Post a Comment