પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 26, 2015

ઓનલાઈન જૂથચર્ચા



IIM
 Indian Institute of Management.
Ahmedabad.
{રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન
ભારતીય પ્રબંધન સંસ્થાનઅમદાવાદ}
[RJMCEI - IIM]

તથા


GCERT
 Gujarat Council of Educational Research and
Training.
Vidyabhavan, Seactor – 12 Gandhinagar.
{ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ}
[GCERT]

દ્વારા આયોજીત
ઓનલાઈન જૂથચર્ચા

 ભાગ લેનાર : રમેશચંદ્ર બી. પટેલ 
આ. શિ. પ્રા. શા. માટીએડ 
તા. અંકલેશ્વર જિ. ભરૂચ 

ઓનલાઈન મોબાઈલ મંચ અને ૧૦૦ નવતર પ્રયોગો

નમસ્તે શિક્ષકમિત્રો, 
૨૦૧૩માં આઈ. આઈ. એમ. અમદાવાદ દ્વારા નવતર પ્રયોગની પસંદગી બાદ સંસ્થા દ્વારા શિક્ષકો, આચાર્યો, સી.આર.સી. કો.ઓ, બી.આર.સી. કો.ઓ અને એસ.એમ.સી. સભ્યો  માટે ઓનલાઈન જૂથ ચર્ચા Discussion forum  ૨૦૧૪ના પ્રારંભથી શરુ કરવામાં આવી છે. જેમાં જે  શિક્ષકોએ ઓનલાઈન પોતાના નવતર પ્રયોગો ઓનલાઈન સબમિટ કર્યા છે, તેમનાં રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર અઠવાડીએ - ૧૦ દિવસે એક પ્રશ્નની લીંક (ગુગલ ફોર્મ) મેસેજ બોક્ષમાં આવે છે. લીંક ઈન્ટરનેટ દ્વારા ખોલતાં સૌ પ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું હોય છે ત્યારબાદ આપવામાં આવેલ પ્રશ્નનો યોગ્ય જવાબ (યુનિકોડ ગુજરાતી ફોન્ટ) આપી છેલ્લે સબમિટ કરવાનું હોય છે. જવાબ આપવા માટે યુનિકોડ ગુજરાતી – શ્રુતિ (shruti) ફોન્ટનો જ ઉપયોગ કરવો. જવાબ સબમિટ થતાં આપને ૧૫ ગુણ મળ્યાનો મેસેજ જોવા મળશે.
રાજ્યભરમાંથી મળેલા જવાબના તારણો ભાગ લેનાર શિક્ષકોના પોતાનાં સરનામે ટપાલ દ્વારા લેખિત સ્વરૂપમાં પહોંચાડવામાં આવે છે આ તારણો  રોજબરોજનાં શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી બને છે. શિક્ષક તરીકે આપણું જ્ઞાન વધુ પરિપક્વ અને તેજોમય બને છે. આપણો સ્વવિકાસ થાય છે. પ્રોત્સાહન રૂપે ૧૫૦ ગુણ થતા એક પ્રમાણપત્ર અને ૫૦૦ ગુણ થતાં રાજયકક્ષાએ  કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. લીંકનો કોઈપણ શિક્ષક ઉપયોગ કરી પોતાનો જવાબ ઓનલાઈન સબમિટ કરી શકે છે. જો આપને કોઈને પણ આ બાબતમાં રસ હોય અને મોબાઈલમંચ માં જોડવા માંગતા હોય તો આ લીકનો ઉપયોગ કરો. https://goo.gl/Q18w4Q વધુ માહિતી માટે આપ www.teachersastransformers.org વેબસાઈટ ઓપન કરી માહિતી મેળવી શકશો. આ વેબસાઈટ પર રાજ્યમાંથી પસંદગી પામેલા ૧૦૦ નવતર પ્રયોગો Top 100 Innovative ideas પર સર્ચ કરવાથી જોઈ શકશો. મારો પ્રયોગ આપ school community વિભાગમાં Parental involvement in learning: Spreading awareness about the pedagogy in the schools ટાઈટલ હેઠળ જોઈ શકશો.  
મિત્રો, સ્વવિકાસ માટે ખૂબ સારી પ્રવૃત્તિ છે બહોળા પ્રમાણમાં શિક્ષકો તેમાં ભાગ લે અને તેનો ઉપયોગ કરે તે જરૂરી છે.
આ પ્રવૃત્તિમાં રસ હોય અને વિશેષ માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરવા વિનંતી.
------------------------------------------------------------------------------------
રમેશચંદ્ર પટેલ મ. શિ. પ્રા. શા. માટીએડ તા. અંકલેશ્વર જી. ભરૂચ
“ દાદા મા ” એ / ૬ વૈભવલક્ષ્મી સોસાયટી, હાંસોટરોડ, અંકલેશ્વર – ૩૯૩૦૦૧  
મો. નં. ૯૪૨૬૮૫૯૦૫૬ તથા ૯૪૦૯૩૪૬૦૯૫