સહપાઠી શિક્ષણ
પ્રજ્ઞા શિક્ષક મિત્રો,
મારા પ્રજ્ઞા અનુભવ અને
મત મુજબ સહપાઠી શિક્ષણ એ પ્રજ્ઞાનો પાયો છે. પ્રજ્ઞા અને સહપાઠીને અલગ ન પાડી
શકાય. એટલે સહપાઠી શિક્ષણ પ્રજ્ઞાનું હાર્દ છે એમ પણ કહી શકાય. તાલીમનાં અનુભવો
દરમ્યાન શિક્ષક મિત્રો સાથેનાં આદાન – પ્રદાન થકી એવો અહેસાસ થતો રહે છે કે ઉપર
છલ્લી સમજ હોય છે ત્યારે અને ત્યાં ત્યાં સહપાઠી શિક્ષણ અને જૂથકાર્ય બંનેને
સમજવામાં ભૂલ થાય છે. આવો, આપણે પહેલાં સહપાઠી શિક્ષણની સંકલ્પના અલગ અલગ ભાવમાં
સમજીએ.
સહપાઠી શિક્ષણ એટલે... વર્ગખંડમાં શીખવા – શીખવવાની પ્રક્રિયા દરમ્યાન એક
વિદ્યાર્થી બીજાને અને બીજો - પહેલાંને અરસપરસ મદદ કરે તે પ્રક્રિયાને સહપાઠી
શિક્ષણ કહે છે. સહપાઠી પોતાનાથી નાનો યા મોટો હોય શકે છે !
સહપાઠી શિક્ષણ એટલે... વર્ગખંડમાં શીખવા – શીખવવાની પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થી
અને શિક્ષક, વિદ્યાર્થી – વિદ્યાર્થી વચ્ચે ચર્ચા – વિચાર – વિમર્શ થતો રહે છે, તે
પૈકી જૂથકાર્ય દરમ્યાન સાથે મળીને કાર્ય કરતાં – કરતાં શીખવાના મુદ્દા કે સમસ્યા
માટે જૂથના અન્ય સભ્યો પાસેથી મદદ, માર્ગદર્શન કે ઉકેલ મેળવવાની અરસપરસ પ્રક્રિયા થાય છે જેને સહપાઠી શિક્ષણ કહે છે.
સહપાઠી શિક્ષણ એટલે... જુથનો દરેક સભ્ય પોત – પોતાના શીખવાના મુદ્દા કે સમસ્યા માટે જૂથના અન્ય સભ્યો
પાસેથી મદદ, માર્ગદર્શન કે ઉકેલ મેળવી પોતાનો મુદ્દો પરસ્પરનાં સહયોગથી સહજ રીતે
શીખે તે સહપાઠી શિક્ષણ છે.
સહપાઠી શિક્ષણનાં હેતુઓ
·
એક વિદ્યાર્થી જે મુદ્દો શીખી ચુક્યો છે તેની મદદથી અન્ય
વિદ્યાર્થી શીખે છે.
·
અન્યની મદદથી પોતાની ખામીનું નિવારણ કરે છે.
·
પરસ્પર જ્ઞાન – સમજની આપ – લે થાય છે.
·
અન્ય બાળકો સાથે મૈત્રીભાવ કેળવાય છે.
·
વર્ગકાર્ય વ્યવસ્થાપન સરળ બને છે.
·
સમયાંતરે સ્થાન તથા સમૂહ બદલતાં બાળકનો રસ અને ઉત્સાહ વધતો
રહે છે.
·
નાવિન્યનો આનંદ રહે છે.
·
શીખવાનો મુદ્દો જુદી જુદી પદ્ધતિથી અને વિવિધ અમૂલ્ય અનુભવો
પ્રાપ્ત કરી શીખે છે એટલે તે ચિરસ્થાયી બની રહે છે.
·
આત્મવિશ્વાસ વધે – નેતૃત્વ ખીલે – સમૂહભાવના વિકસે.
જૂથકાર્ય અને સહપાઠી
શિક્ષણનો તફાવત
જૂથકાર્ય
·
શીખવાના એકજ મુદ્દા ઉપર જૂથના તમામ સભ્યો પરસ્પર ચર્ચા કરી
શીખે છે.
·
એક મુદ્દા ઉપર બધા સભ્યો પોતાનો વિચાર રજૂ કરે છે અને મુદ્દાને શીખે છે.
·
એક મુદ્દા ઉપર દરેક શીખે છે.
|
સહપાઠી શિક્ષણ
·
જૂથના દરેક સભ્યનો પોતાનો શીખવાનો મુદ્દો કે સમસ્યા જૂથના
અન્ય સભ્યની મદદથી શીખે છે.
·
જૂથનો દરેક સભ્ય પોતાનો અલગ મુદ્દો શીખેલા બાળક પાસેથી
શીખે છે.
|
No comments:
Post a Comment