પ્રજ્ઞા એટલે .......
પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ.
પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ.
પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર.
પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ.
પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ.
પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.
પ્રજ્ઞા એટલે અલગ અલગ વિષયખંડ.
પ્રજ્ઞા એટલે અલગ અલગ વિષયશિક્ષક.
પ્રજ્ઞા એટલે અલગ પ્રવૃત્તિખંડ.
પ્રજ્ઞા એટલે શિક્ષકની વર્ગખંડમાં સતત હાજરી.
પ્રજ્ઞા એટલે સતત દૃઢીકરણ, મહાવરો અને સ્વમૂલ્યાંકન.
પ્રજ્ઞા એટલે બાળકો પોતાની ગતિથી પોતાનાં સમયે શીખે.
પ્રજ્ઞા એટલે બાળકો સ્વયં શીખે અથવા સહપાઠી પાસેથી શીખે.
પ્રજ્ઞા એટલે દરેક બાળક માટે શીખવાની સમાન તક.
પ્રજ્ઞા એટલે ફરી ફરી શીખવાનો અવસર.
પ્રજ્ઞા એટલે સમાનતા, બધાં બાળકો સરખાં. (ધોરણ ભેદ નથી)
પ્રજ્ઞા એટલે ડર - બીક વિનાનું મુકત શિક્ષણ.
પ્રજ્ઞા એટલે શિક્ષક સાથે બાળકનું આત્મીય જોડાણ.
પ્રજ્ઞા એટલે રેમિડીયલનું ગૂમડું મટાડવાનો રામબાણ ઈલાજ.
પ્રજ્ઞા એટલે સાંપ્રત સમયનાં પડકારો સામે લડવાનું હથિયાર.
પ્રજ્ઞા એટલે ક્રમિકતા અને આયોજનબદ્બ અભ્યાસનો સમન્વય.
પ્રજ્ઞા એટલે વાચન - લેખન - ગણનમાં ગુણાત્મક
પરિવર્તન.
પ્રજ્ઞા એટલે આપણો પોતાનો સ્વનિર્મિત વિશિષ્ટ અભિગમ.
પ્રજ્ઞા એટલે નૈતિકતા, ઈમાનદારી અને અભિવ્યકિતનો વિકાસ.
પ્રજ્ઞા એટલે જે શીખે તે પાકું શીખે એવો નવતર અભિગમ.
પ્રજ્ઞા એટલે સતત મહાવરો અને વારંવાર સમજ.
પ્રજ્ઞા એટલે બાળકની ટૂંકા સમયની ગેરહાજરી કે માંદગીને આવરી લેતી પદ્બતિ.
પ્રજ્ઞા એટલે સાચા અર્થમાં સ્વમૂલ્યાંકન.
પ્રજ્ઞા એટલે ભાર વગરનું મૂલ્યાંકન.
પ્રજ્ઞા એટલે પરીક્ષાનાં ભારમાંથી વાસ્તવિક મુકિત.
પ્રજ્ઞા એટલે અશક્યને શક્ય બનાવે તેવો અભિગમ.
પ્રજ્ઞા એટલે બાળકોને બોલતાં, અભિવ્યકત થતાં કરવાનો કિમીયો.
પ્રજ્ઞા એટલે CCE અને SCE નો સમૂચિત અને અસરકારક અમલ.
પ્રજ્ઞા એટલે CCE કે SCE નાં માર્ગદર્શક સિદ્ઘાંતો અને હેતુઓને
ફળીભૂત કરતી પદ્ઘતિ.
પ્રજ્ઞા એટલે પત્યેક બાળક માટે અલાયદી તક.
પ્રજ્ઞા એટલે શિક્ષકની વ્યકિતગત કાળજી.
પ્રજ્ઞા એટલે અંકુશમુકત વર્ગખંડ વાતાવરણ.
પ્રજ્ઞા એટલે રસસભર, આનંદદાયી શિક્ષણ.
પ્રજ્ઞા એટલે કંટાળાજનક, બીબાંઢાળ પ્રણાલિમાંથી મુકિત.
પ્રજ્ઞા એટલે મૂલ્યોનાં વિકાસની ઝળહળતી તક.
પ્રજ્ઞા એટલે બાળકોનો સર્વાંગી વિકાસ.
પ્રજ્ઞા એટલે બાળકો સાથે ભાવનાત્મક અનુસંધાન.
પ્રજ્ઞા એટલે બાળકો સાથે મમત્વનું જોડાણ.
પ્રજ્ઞા એટલે પરસ્પર સ્પર્શ અને સંવેદનાનો વાસ્તવિક અનુભવ.
પ્રજ્ઞા એટલે પળે પળે વિકસવાનો અવસર.
પ્રજ્ઞા એટલે બહુમુખી પ્રતિભા નિખારવાની તક.
પ્રજ્ઞા એટલે વાચન, લેખન, ગણનમાં ગુણવત્તાનો નિખાર.
પ્રજ્ઞા એટલે મૌલિકતાનું વાવેતર.
પ્રજ્ઞા એટલે પાયાની કેળવણી માટેનો નવતર પ્રયોગ.
પ્રજ્ઞા એટલે શીલ અને શૈલીનો અદભૂત સમન્વય.
પ્રજ્ઞા એટલે ધીમી ગતિથી શીખતાં બાળકોનો સાથી.
પ્રજ્ઞા એટલે ભાવવાહી અભિગમ.
પ્રજ્ઞા એટલે તાત્કાલિક ઉપચાર.
પ્રજ્ઞા એટલે નવી ચેતનાનો સંચાર.
પ્રજ્ઞા એટલે પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન.
પ્રજ્ઞા એટલે રોજ નવો ઉત્સાહ, રોજ નવી ચેતના.
પ્રજ્ઞા એટલે બાળક અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટાડતી શૈલી.
પ્રજ્ઞા એટલે હકારાત્મક વાતાવરણ.
પ્રજ્ઞા એટલે પાયાનાં શિક્ષણમાં સમૂચિત તક.
પ્રજ્ઞા એટલે શિક્ષકત્વને નિખારવાનો અવસર.
પ્રજ્ઞા એટલે ડગલે ને પગલે નવા નુસ્ખાઓ.
પ્રજ્ઞા એટલે ખુલ્લું આકાશ.
પ્રજ્ઞા એટલે પ્રત્યેક બાળક માટે વ્યકિતગત શિક્ષણ પદ્વતિ.
પ્રજ્ઞા એટલે સુનિયોજિત, તાર્કિક રીતે ગોઠવાયેલો અભ્યાસક્રમ
પ્રજ્ઞા એટલે ખરેખર બાળકેન્દ્રી અભિગમ.
પ્રજ્ઞા એટલે ભણાવી દેવાનાં ભ્રમમાંથી મુકિત.
પ્રજ્ઞા એટલે બાળકનાં અસ્તિત્વનો સ્વીકાર.
પ્રજ્ઞા એટલે જાતે કર્યાનો, જાતે શીખ્યાનો પરમાનંદ!
પ્રજ્ઞા એટલે શિક્ષકત્વનો પણ નિખાર !
પ્રજ્ઞા એટલે બાળકદીઠ વ્યકિતગત શિક્ષણ.
પ્રજ્ઞા એટલે બાળકને પીંછાણવાનો અવસર.
પ્રજ્ઞા એટલે આત્મવિશ્વાસથી ભરપૂર વાતાવરણ.
પ્રજ્ઞા એટલે બાળક સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ.
પ્રજ્ઞા એટલે આદાન - પ્રદાનની ઉત્તમ રીત.
પ્રજ્ઞા એટલે હકારાત્મક વિચારશૈલી.
પ્રજ્ઞા એટલે અજવાળું ..... અજવાળું .....!
પ્રજ્ઞાવર્ગની વિશેષતાઓ
પ્રજ્ઞાવર્ગમાં કોઈપણ જાતનાં ફર્નિચર કે અન્ય પ્રકારનાં સાધનાને સ્થાન નથી.
પ્રજ્ઞાવર્ગનાં બાળકો પાસે દફતર કે અન્ય પ્રકારનું કોઈ સાહિત્ય નથી.
પ્રજ્ઞાવર્ગમાં કાળુંપાટિયું (બ્લેકબોર્ડ) નથી. શિક્ષક માટે મોટી સ્લેટની સગવડ
છે.
પ્રજ્ઞાવર્ગમાં બાળકો સહિત શિક્ષકની બેઠકવ્યવસ્થા (ગાંધીબેઠક પ્રમાણે) નીચે જ છે.
પ્રજ્ઞાવર્ગમાં બાળકોને બેસવા માટે જૂથ પ્રમાણે છ શેતરંજીની વ્યવસ્થા છે.
પ્રજ્ઞાવર્ગ માટેની શેતરંજીની પસંદગી શાળાકક્ષાએ કરવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં વિષયવાર ટ્રે મૂકવા માટે કોટાસ્ટોનનાં ઘોડા (રેક) ની સગવડ છે.
પ્રજ્ઞાવર્ગમાં દરેક બાળક માટે અલગ પોર્ટફોલિયો હોય છે.
પ્રજ્ઞાવર્ગમાં દરેક પોર્ટફોલિયોમાં વિદ્યાર્થી પ્રોફાઈલ હોય છે.
પ્રજ્ઞાવર્ગનાં બાળકે કરલાં કામને પોર્ટફોલિયોમાં સંગ્રહિત કરવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગનો પોર્ટફોલિયો એટલે બાળકની રસરુચિનું પ્રતિબિંબ.
પોર્ટફોલિયો પર બાળકની ઓળખ માટે ફોટો મૂકવામાં આવે છે.(ધોરણ - ૧/૨)
પોર્ટફોલિયો તથા શેતરંજીની ખરીદી શાળાકક્ષાએ શાળાવિકાસ ગ્રાન્ટમાંથી થાય છે.
પ્રજ્ઞાવર્ગનો પોર્ટફોલિયો વાલીઓ, મુલાકાતીઓ જોઈને બાળકની પ્રગતિને
જાણી શકે છે.
પ્રજ્ઞાવર્ગમાં તમામ બાળકો માટે નોટબુક, પેન્સિલ, રબર, સંચો વગેરે ઉપલબ્ધ છે.
પ્રજ્ઞાવર્ગમાં કલરબોક્ષ, સ્લેટપેન, ગુંદર, ફેવિકોલ સહિતની તમામ ચીજો હાજર છે.
પ્રજ્ઞાવર્ગમાં તમામ બાળકો માટે વિષય પ્રમાણે સ્વઅધ્યયનપોથીની સગવડ છે.
પ્રજ્ઞાવર્ગમાં બંને વિષયખંડમાં પાંચ પાંચ કલરકોડ મુજબનાં ફલેનલબોર્ડ છે.
પ્રજ્ઞાવર્ગમાં વિષય મુજબ પીળા, લીલા અને ભૂરા કલરની ટ્રે ઉપલબ્ધ
છે.
પીળોરંગ ગુજરાતી ટ્રે, લીલોરંગ પર્યાવરણ ટ્રે, ભૂરોરંગ ગણિત ટ્રે અને ગુલાબીરંગ હિન્દીની ટ્રે છે.
પ્રજ્ઞાવર્ગમાં વિષય મુજબ છ - છ છાબડી હોય છે, જેમાં કાર્ડ મુજબનાં સિમ્બોલ હોય
છે.
પ્રજ્ઞાવર્ગમાં વિષયનાં કલરકોડ મુજબની પ્લાસ્ટિકની ટ્રે હોય છે.
પ્રજ્ઞાવર્ગમાં દરેક ટ્રે માં વિષય પ્રમાણેનાં ક્રમાનુસાર કાર્ડ ગોઠવેલા હોય છે.
પ્રજ્ઞાવર્ગનાં જે તે વિષયનાં કાર્ડ એટલે જે તે વિષયનો પાઠયક્રમ.
પ્રજ્ઞાવર્ગમાં દિવાલ પર વિષય મુજબનું ચિત્રાત્મક સાંકેતિક લેડર હોય છે.
પ્રજ્ઞાવર્ગનું જે તે વિષયનું લેડર એટલે જે તે વિષયનો વિસ્તૃત અભ્યાસક્રમ.
પ્રજ્ઞાવર્ગનું લેડર એટલે વિદ્યાર્થીની ગતિને ચોકકસ દિશાસૂચન.
પ્રજ્ઞાવર્ગનાં લેડર સાંકેતિક ભાષામાં કાર્ડ અને માઈલસ્ટોન દર્શાવે છે.
પ્રજ્ઞાવર્ગનું એક માઈલસ્ટોન એટલે જાણે એક અધ્યયનક્ષેત્ર.
પ્રજ્ઞાવર્ગની એક છાબડી એટલે એક જૂથ.
પ્રજ્ઞાવર્ગનું લેડર એટલે બાળકોનો હર - હંમેશનો માર્ગદર્શક સાથી.
પ્રજ્ઞાવર્ગમાં બાળકોની પ્રગતિની નોંધ માટે પ્રગતિમાપન રજીસ્ટર હોય છે.
પ્રજ્ઞાવર્ગમાં વિષયવાર પ્રગતિમાપન રજીસ્ટર હોય છે.
પ્રજ્ઞાવર્ગની મોટાભાગની સામગ્રી - સાહિત્ય નિશ્ચિત કલરકોડ મુજબની છે.
પ્રજ્ઞાવર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થી ટીએલએમ બોક્ષની વ્યવસ્થા છે.
પ્રજ્ઞાવર્ગમાં બે ધોરણનાં (દા.ત. ધો. ૧/૨) ૫૦ - ૫૦% બાળકો હોય છે.
પ્રજ્ઞા અભિગમ મુજબ બે ધોરણનાં બે વિભાગોને ટુકડી ગણવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગનું હાજરી રજીસ્ટર ટુકડી મુજબ બનાવવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગ ટુકડી - ૧ એટલે ગુજરાતી - પર્યાવરણનો વર્ગ.
પ્રજ્ઞાવર્ગ ટુકડી - ૨ એટલે ગણિત - રેઈન્બો (સપ્તરંગી પ્રવૃત્તિ) અને હિન્દીનો
નો વર્ગ.
પ્રજ્ઞાવર્ગમાં રોજ ટુકડી એટલે કે બાળકો બદલાય છે.
પ્રજ્ઞાવર્ગમાં ગુજરાતી- પર્યાવરણમાં બેઠેલી ટુકડી બીજા દિવસે ગણિત-રેઈન્બો -હિન્દીમાં બેસે છે.
પ્રજ્ઞાવર્ગમાં તમામ સાહિત્ય ચાર ફૂટની ઉંચાઈની મર્યાદામાં જ લગાવવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં વધારાનાં કોઈ ટીએલએમ કે અન્ય સાધનો રાખવાનાં નથી.
પ્રજ્ઞાવર્ગમાં શિક્ષક (બાળકો સાથે) છાબડી - ૧ ની નીચે બેસે છે.
પ્રજ્ઞાવર્ગમાં છાબડી - ૧ ની નીચે શિક્ષક માટેની મોટી સ્લેટ લટકાવવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં ઘોડાની બાજુમાં ટીએલએમ બોક્ષ રાખવામા રાખવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં મહદ્અંશે ઘોડાની ઉપર સ્વઅધ્યયનપોથી (વર્કબુક) રાખવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં ત્રણે ઘોડામાં વિષયવાર ટ્રે ગોઠવવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગનાં બાળકોનાં માતાપિતાની દર મહિને બેઠક બોલાવવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં શિક્ષકની મદદ માટે સંકેત તરીકે ઝંડીનો ઉપયોગ થાય છે.
પ્રજ્ઞાવર્ગમાં દિવાલ પર પાંચ - પાંચ ડિસ્પ્લેબોર્ડ હોય છે.
પ્રજ્ઞાવર્ગમાં પોતાનાં કાર્યને બાળકો સ્વયં ડિસ્પ્લેબોર્ડ પર પ્રદર્શિત કરે છે.
ડિસ્પ્લેબોર્ડ પરથી ઉતારેલું સાહિત્ય પોર્ટફોલિયોમાં જમા થાય છે.
પ્રજ્ઞાવર્ગનાં દરેક બાળકોની વિશિષ્ટ પ્રોફાઈલ હોય છે.
પ્રજ્ઞાવર્ગનાં બાળકો માટે વર્ગદીઠ ખાસ પ્રકારની દસ સ્લેટ હોય છે.
પ્રજ્ઞાવર્ગમાં દરેક સાહિત્ય-સામગ્રી બાળકો સરળતાથી ઉપયોગ કરી શકે તે રીતે મૂકવામાં
આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં બાળકે ઉપયોગમાં લેવાની સાધન સામગ્રી ઉચ્ચ કવોલિટીની પસંદ કરવામાં
આવે છે.
પ્રજ્ઞાવર્ગ પૂર્ણ રીતે ચાઈલ્ડ ફ્રેન્ડલી બને તેવી તમામ પ્રકારની કાળજી રાખવામાં
આવે છે.
પ્રજ્ઞાવર્ગની દિવાલો વ્હાઈટ વોશ કરાવેલ હોય છે. દિવાલો પર ટીએલએમને સ્થાન નથી.
શિક્ષક ચાહે તો પ્રજ્ઞાવર્ગની દિવાલો વિષયના કલરકોડ મુજબ રંગાવી શકે છે.
પ્રજ્ઞાવર્ગમાં કોઈપણ જાતનું ફર્નિચર ન હોવું એ આદર્શ પરિસ્થિતિ હોય તે આવકાર્ય
છે.
પ્રજ્ઞાવર્ગની બહાર ટુકડી અને વિષય દર્શાવતાં બોર્ડ લગાવવામાં આવે છે.
આટલું ખૂબ જ જરૂરી
પ્રજ્ઞાની સમજ અને જોગવાઈઓથી વાલીઓને વાકેફ કરવાં અત્યંત જરૂરી છે.
પ્રજ્ઞાનાં વાલીઓની માસિક,દ્વિમાસિક,ત્રિમાસિક કે છમાસિક બેઠક બોલાવવી આવશ્યક છે.
પ્રજ્ઞાવર્ગનાં વાલીઓ માટે બની શકે તો પ્રજ્ઞાવર્ગખંડ માં બેઠક રાખવી.
પ્રજ્ઞાવર્ગનાં બાળકોની સ્વઅધ્યયનપોથી તથા પોર્ટફોલિયોનું નિદર્શન ગોઠવવું.
પ્રજ્ઞાનાં પ્રચાર - પ્રસાર માટે એસ.એમ.સી. સભ્યાનો પૂરતો સહયોગ લેવો.
પ્રજ્ઞાનાં પ્રચાર - પ્રસાર માટે પ્રજ્ઞાને હાઈલાઈટ કરતું પેમ્પલેટ બનાવવુંં.
પ્રજ્ઞામાં ઠરાવેલ સીસ્ટમ પ્રમાણે જ ચાલવાનો મહાવરો પ્રથમથી જ કેળવવો.
પ્રજ્ઞાવર્ગનાં બાળકો માટે બહારની રમતો માટે શકય હોય તો આરસીસી કવર બનાવવું આવકાર્ય
છે.
પ્રજ્ઞા વર્ગ માટે રસરુચિ ધરાવનાર, બાળકોને સમર્પિત શિક્ષકોની પસંદગી ખૂબ જ આવકાર્ય છે.
પ્રજ્ઞાવર્ગની આચાર્યશ્રીઓ નિયમિત મુલાકાત લે તે ઈચ્છનીય છે.
પ્રજ્ઞાવર્ગની મુલાકાત સીઆરસી કો. ઓ.શ્રીએ મુલાકાતી તરીકે નહી પણ માર્ગદર્શકનાં
ભાવથી લેવી.
પ્રજ્ઞાવર્ગશિક્ષકે અત્યંત ધીરજપૂર્વક શ્રદ્બા અને વિશ્વાસપૂર્વક પોતાનું કામ કરતાં
જવું.
પ્રજ્ઞા સતત પ્રોત્સાહનનો વિષય હોવાથી દરેકે પોતપોતાની ભૂમિકા તે સંદર્ભમાં અદા
કરવી.
પ્રજ્ઞાનો નકારાત્મક પ્રચાર - પ્રસાર ટાળવો.
પ્રજ્ઞા એટલે, બસ .......... અજવાળું ........... અજવાળું !
No comments:
Post a Comment