પ્રજ્ઞા સ્વઅધ્યયનપોથી ચકાસણી
વર્ગકાર્ય દરમ્યાન કોઇપણ બાળકે
કરેલા કાર્યને ચકાસવું, ચકાસી યોગ્ય માર્ગદર્શન આપવું અને જરૂર હોય તો ભૂલ સુધારણા
કરાવવી અને ફરીવાર ચકાસવું.... આ ચકાસણી કાર્યના મહત્વનાં પગલાં છે. પ્રજ્ઞામાં
શિક્ષક આ કાર્ય ખુબ જ ધીરજપૂર્વક અને ચીવટથી કરે એ અપેક્ષિત છે. વર્ષો જૂની અને
કેટલાંક સુધારાની આવશ્યકતા જણાતી હોય તેવી પદ્ધતિને સ્થાને બાળ મનોવિજ્ઞાન તથા
બાળકોના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર કરી અમલી કરેલ પદ્ધતિ થકી જ આપણે આપણા પ્રજ્ઞાવર્ગનાં
બાળકોનું લેખન ચકાસણી કાર્ય કરીશું.
બાળકોએ ઘરેથી લખેલું કે
પછી વર્ગખંડમાં લખેલું લેખનકાર્ય શિક્ષકે ચકાસવું અત્યંત જરૂરી અને આવશ્યક બાબત
છે. કયારેક શિક્ષક ગૃહકાર્ય ચકાસવા બાળકોની મદદ લે એ સંજોગો યા પરિસ્થિતિ પ્રમાણે
ઉચિત હોય શકે પરંતુ પ્રજ્ઞા સ્વઅધ્યયનપોથી ચકાસવાની બાબતમાં કોઇપણ જાતનાં અપવાદને
સ્થાન નથી. મૂલ્યાંકન જૂથ (છાબડી – ૬) માંથી આવેલા બાળકની સ્વઅધ્યયનપોથી શિક્ષકે
સ્વયં જે તે સમયે બાળકની હાજરીમાં તપાસવી. ખોટું લખાણ જણાય તો ભૂલો સુધારાવવી. લાલ
પેનનો મોહ ત્યજી બ્લ્યૂ બોલપેનથી હકારાત્મક તપાસણી કરવી.
ü તપાસતી વખતે લાંબા લીટા ન
કરતાં નાની ટીકમાર્ક કરવી.
ü ખોટા શબ્દની નીચે અંદરલાઈન
કરી સાચો શબ્દ લખી આપવો.
ü લખાણની કેટેગરી પારખી
ઉપરોક્ત પૈકી યોગ્ય સિમ્બોલ આપવો. આ
સિમ્બોલના ઉપયોગનો મુખ્ય હેતુ બાળકોને પ્રોત્સાહિત કરવાનો છે, તે નજર સમક્ષ
રાખવું.
ü મ્લ્યાંકન કાર્ડની ચકાસણી
થઈ ગયા બાદ બાળક નવા કાર્ડ પર જાય તે પહેલા તેની સ્વઅધ્યયનપોથીનાં પાછળનાં અંદર
કવરપેજ પર છાપેલા લેડર પર પૂર્ણ કરેલ કાર્ડની નોંધ અવશ્ય કરાવવી.
No comments:
Post a Comment