ચાલો પ્રજ્ઞા સમજીએ
આપણા જિલ્લાનાં પ્રાથમિક
શિક્ષણમાં પ્રજ્ઞાની સફર ૨૦૧૦ – ૧૧ (પહેલા ફેઝ) શરુ થઈ આજે ૨૦૧૫ – ૧૬ માં તે
(છઠ્ઠા ફેઝ) માં પહોંચી છે. પ્રજ્ઞામાં છેલ્લા ચાર વર્ષથી કામ કરવાનાં અનુભવ પછી
એવો અહેસાસ થાય છે કે પ્રજ્ઞા એક ગહન વિષય છે અને તેમાંથી નીત નવું પ્રાપ્ત થાય
છે. શિક્ષકો આ બાબતને ઊંડાણપૂર્વક સમજે અને પ્રજ્ઞા શીખવા માત્રનાં નહી પણ પ્રજ્ઞા
આત્મસાત કરવાનાં પ્રયત્નો કરે એ આજનાં સમયની તાતી જરૂરિયાત છે. પ્રજ્ઞા ઉપરછલ્લી
રીતે સમજાય જાય કે પછી સમજ્યા વગર અભિપ્રાય આપી દેવા જેવી બાબત નથી. પ્રજ્ઞા
વર્ગખંડમાં બાળકો સાથે અનુભવવાનો – અહેસાસ કરવાનો ગહન વિષય છે. પ્રજ્ઞા બાળ
મનોવિજ્ઞાનને સીધો સ્પર્શ કરીને ચાલે તેવો એકમાત્ર અભિગમ છે. મારા મતે પ્રજ્ઞા એ
પંચારિષ્ટ (અલગ પોસ્ટ : પ્રજ્ઞા એટલે પંચારિષ્ટ વાંચો)
છે. ઉપચારાત્મક દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય જ મારા મતે પ્રજ્ઞા છે. તેનો અમલ
પ્રારંભિક ધોરણ – ૧ થી એક જ શિક્ષક દ્વારા વર્ગબઢતી થકી થાય એવો પ્રયોગ જો થઈ શકતો
હોય તો તે કરવા જેવો છે. પોતાની શાળાની શૈક્ષણિક ગુણવત્તા માટે ચિંતિત આચાર્યો એને
માટે વિચારે ! માત્ર મહિલા શિક્ષકો જ નહિ,
સેન્સીટીવ શિક્ષકો, માયાળુ શિક્ષકો, ધીરજવાન શિક્ષકો, આસ્થાવાન શિક્ષકો,
પરોપકારી શિક્ષકો, નીતિવાન શિક્ષકો, મનોવિજ્ઞાન જાણવાવાળા માત્ર નહી પણ મનોવિજ્ઞાનનો
વર્ગખંડમાં સાચુકલો ઉપયોગ કરી જાણનારા પ્રયોગશીલ - ઈનોવેટીવ શિક્ષકો પ્રારંભિક
ધોરણોમાં કામ કરે ! નૂતન માપદંડોને અપનાવીએ. સમય પરિવર્તનની સાથે આપણી વ્યાખ્યાઓ,
માન્યતાઓ કે ધારણાઓ શા માટે ન બદલાવી જોઈએ
? શાળાકક્ષાએ ધોરણ વહેંચણી એ આચાર્યોનો જ એકમાત્ર
અબાધિત અધિકાર છે ત્યારે પોતાની
શાળાની શૈક્ષણિક ગુણવત્તા માટે તેઓ નવાચાર અમલમાં મૂકે ! બાળકોનાં અધિકારોનું રક્ષણ પ્રજ્ઞા દ્વારા ખૂબ
જ અસરકારક અને સહજ રીતે થાય છે. બાળકોને પૂર્ણ સ્વતંત્રતા મળે છે. બાળકોનું હિત
સચવાય છે. ત્યારે આવો, પ્રજ્ઞા દ્વારા થતાં અનેક નવા ફેરફારો નો લાભ લેવા ફરી
એકવાર આપણે પ્રજ્ઞાને સમજીએ.
વિદ્યાર્થીના સર્વાંગી
વિકાસ માટે શાળા શિક્ષણમાં કે વર્ગ શિક્ષણમાં અનેકવિધ અભિગમોનો શિક્ષક ઉપયોગ કરતો
રહ્યો છે જે ક્યારેક શિક્ષકકેન્દ્રી, બાળકેન્દ્રી, વર્ગખંડકેન્દ્રી કે
પાઠ્યપુસ્તકકેન્દ્રી હોય છે. સમગ્રતયા વર્ગનાં તમામ બાળકોને કેન્દ્રમાં રાખીને,
તેમની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં લઈને, તેમની ક્ષમતા – ગતિને આધારે શિક્ષણ
આપવાનું હંમેશાં મુશ્કેલ રહ્યું છે. શિક્ષણવિદ્દો અને શિક્ષકો એવા અભિગમની શોધમાં
હોય છે, જેમાં વર્ગનાં તમામ બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં જોડી શકાય, તેમની
શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત માપન થઈ શકે.
આ તમામ
આવશ્યકતાને ઉપકારક બને એવો અભિગમ એટલે પ્રજ્ઞા
પ્રજ્ઞા એ જૂથ આધારિત
પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવાનો એવો અભિગમ છે કે જેમાં સ્વનિર્મિત અધ્યયન
સામગ્રીનાં નિર્માણ અને ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ સહપાઠી શિક્ષણ વડે પોતાની ગતિ –
ક્ષમતા અનુસાર આનંદદાયી શિક્ષણ મેળવે છે અને મેળવેલ શિક્ષણનું વિદ્યાર્થીઓ તેમજ
શિક્ષક મૂલ્યાંકન કરે છે. આ અભિગમની શૈક્ષણિક પ્રક્રિયા ભાર વગરનાં ભણતર સાથે
સંકળાયેલી છે, જ[થી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે.
પ્રજ્ઞા એ ‘ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન ’ પ્રાપ્ત
કરવાનો અભિગમ છે. આ અભિગમમાં હેતુલક્ષી પ્રવૃત્તિ કેન્દ્રમાં છે. બાળકને પ્રવૃત્તિ
કરવી ગમે છે, બાળક પ્રવૃત્તિનાં માધ્યમથી શીખે છે. આ અભિગમમાં બાળકો ભાર વગર, પ્રવૃત્તિલક્ષી
શિક્ષણ દ્વારા આનંદદાયી શિક્ષણ મેળવે છે.
આ અભિગમમાં વિદ્યાર્થીઓના
સ્તર પ્રમાણે છ જૂથ બનાવવામાં આવે છે. પરંપરાગત વર્ગ શિક્ષણમાં વર્ગનાં તમામ
બાળકોને શિક્ષક એક સાથે શિક્ષણ આપે છે.અહીં શિક્ષક દરેક જૂથને તેની જરૂરિયાત
પ્રમાણે શિક્ષક માર્ગદર્શન આપે છે. આ અભિગમમાં વિદ્યાર્થીઓને છ જૂથમાં વિભ્જીત
કરવામાં આવે છે તેનાં નામ આ પ્રમાણે છે.
૧. શિક્ષક સમર્થન જૂથ ૨.
આંશિક શિક્ષક સમર્થન જૂથ ૩. સાથી સહાયક જૂથ ૪. આંશિક સાથી સહાયક જૂથ ૫. સ્વ –
અધ્યયન જૂથ ૬. મૂલ્યાંકન જૂથ
આ જૂથોનું વિભાજન વર્ગનાં
વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે નહિ, પણ બાળકની શીખવાની ક્ષમતાને આધારે થશે.
‘પ્રજ્ઞા’ વર્ગખંડના
સંચાલન માટે વર્ગશિક્ષક સામાન્ય વર્ગખંડ કરતાં અલગ જ પ્રકારની વર્ગવ્ય્વસ્થા
અપનાવશે. કલાસરૂમ મેનેજમેન્ટ એ આ અભિગમની મહત્વની બાબત છે. બેઠક વ્યવસ્થા અંતર્ગત
જૂથ પ્રમાણે વિદ્યાર્થીઓને તેમના કાર્ડ પ્રમાણે જૂથમાં શિક્ષક બાળકોની સાથે નીચે
બેસીને પ્રવૃત્તિ કરાવશે. શિક્ષક વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા એવી રીતે ગોઠવશે કે
જેથી દરેક જૂથનાં તમામ વિદ્યાર્થીઓ પર અવલોકન અને નિયમન કરી શકે.
આ અભિગમમાં શિક્ષક
વિષયવસ્તુ આધારિત સહાયક અથવા પૂરક અધ્યયન સામગ્રીનું નિર્માણ કરશે. જેમાં જે તે
ધોરણ – વિષયનાં કાર્ડ વર્ગનાં કોર્નરમાં ગોઠવશે. જેમાંથી વિદ્યાર્થી તેનાં કાર્ડ
લઈ જે તે જૂથમાં બેસી શિક્ષણ મેળવશે. વર્ગશિક્ષકે જરૂરી સહાયક સામગ્રી વર્ગખંડમાં
ઉપલબ્ધ રાખવી. જેથી શિક્ષક બહુસ્તરીય શિક્ષણ માટેની સામગ્રી બનાવવાની તેમજ ઉપયોગ
કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
વિદ્યાર્થીઓ આ અભિગમમાં
પોતાની ગતિએ શીખે છે. જૂથમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આંતરક્રિયા કરીને શીખે છે.
અભિગમમાં પિયરગ્રુપ લર્નિંગ સહપાઠી શિક્ષણ મહત્વનું પાસું છે. વિદ્યાર્થીઓ પરસ્પર
સહયોગથી શિક્ષણ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવે
છે. તેઓની મદદ કરવાની ભાવના વિકસે છે. બાળક જાતે શીખતું થાય છે તેથી તેનો આત્મવિશ્વાસ
વધે છે. વર્ગનાં તમામ બાળકો સાથે કામ કરવાની તક મળતા સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. આ
અભિગમમાં વિવિધ સ્તરવાળા બાળકોને શીખવા માટેની સમાન તક મળે છે.
પ્રજ્ઞા અભિગમમાં
પરંપરાગત મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ રહેશે નહિ. આ અભિગમમાં એક માઈલસ્ટોનના અંતે
નવા માઈલસ્ટોનમાં પ્રવેશતાં વિદ્યાર્થીનું પ્રગતિમાપન એ એક પ્રકારનું મૂલ્યાંકન
છે. જે તે ધોરણના તમામ માઈલસ્ટોન પુરા કરનાર વિદ્યાર્થી વર્ગબઢતી પામે છે. કોઇપણ
વિદ્યાર્થી કોઇપણ તબક્કે નાપાસ ગણાતો નથી. આ અભિગમમાં વિદ્યાર્થી પોતાની ક્ષમતા
અને ગતિ અનુસાર શિક્ષણ મેળવીને આગળ વધે છે. વિદ્યાર્થીઓએ જરૂરી શૈક્ષણિક સિદ્ધિ
મેળવી કે નહી તેનું મૂલ્યાંકન કરી શકાય છે. તેમજ પોતાના કાર્ય, સાધન – સામગ્રી તથા
પદ્ધત્તિનું સ્વમૂલ્યાંકન કરી તેમાં સુધારણા લાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે.
આમ, આ અભિગમમાં વિદ્યાર્થી શિક્ષક પોતાની સિદ્ધિઓનો ક્યાસ મેળવી શકે છે. તદુપરાંત
વિદ્યાર્થીની પ્રગતિનો અહેવાલ વાલીને પહોંચાડી શકાય છે. આમ, પ્રજ્ઞા અભિગમ એ વર્ગ
શિક્ષણના ક્ષેત્રે પરિવર્તન લાવનારો અભિગમ છે. જે શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે
આશીર્વાદ સમાન છે.
પ્રજ્ઞા અભિગમના હેતુઓ
Ø પ્રત્યેક બાળક પોતાની ગતિ
મુજબ શિક્ષણ મેળવવાની તક મેળવે.
Ø ભાર વગરના પ્રવૃત્તિલક્ષી,
આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત કરે.
Ø પ્રત્યેક બાળક ગુણવત્તાલક્ષી
શિક્ષણ મેળવી તેવી ક્ષમતા વિકસિત કરે.
Ø બાળકો જરૂરી શૈક્ષણિક
સિદ્ધિ પ્રાપ્ત કરી શક્ય કે નહિ તેનું મૂલ્યાંકન કરે.
Ø પોતાના કાર્ય અને સાધનસામગ્રી
તથા પદ્ધતિઓનું સ્વમૂલ્યાંકન કરે અને તેમાં સુધારણા કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
Ø બહુસ્તરીય શિક્ષણ માટેની
સામગ્રી નિર્માણ કરે તથા તેનો ઉપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
Ø બાળકો એકબીજાના સહયોગથી
શિક્ષણ મેળવે.
Ø વિશેષ જરૂરિયાતવાળા બાળકોને
પૂરતો સમય અને તક મળે.
Ø વિવિધ સ્તરના બાળકોને
શીખવા માટેની સમાન તક મળે.
Ø બાળકની પ્રત્યેક તબક્કે
થતી પ્રગતિથી વાલી, શિક્ષક અને બાળક પોતે પણ માહિતગાર રહે.
વિદ્યાર્થી કેવી રીતે શીખે છે ?
વિદ્યાર્થી .....
§ અનુભવ દ્વારા
§ અનુકરણથી
§ સહપાઠી દ્વારા
§ પાંચ ઇન્દ્રિયોના
માધ્યમથી
§ સાધન – સામગ્રી દ્વારા
§ હરિફાઈ દ્વારા
બાળકનું મન માત્ર ચંચળ જ
નહિ, પણ તેજ હોય છે. બાળકની રુચિનો વિસ્તાર મોટો હોય છે. તેના માટે દરેક વસ્તુ નવો
અનુભવ છે. બાળકની વિવિધતા જોઈએ, નવીનતા જોઈએ તેથી બાળકને અધ્યયન અનુભવો માટેનું
વાતાવરણ નિર્માણ કરતી વખતે, જે કઈ હોય તે નાવીન્યપૂર્ણ અને વૈવિધ્યસભર હોવું જરૂરી
છે.
બાળકો સાથેનાં વ્યવહારમાં આટલું જરૂર કરીએ.
o
બાળકનાં વ્યક્તિત્વનો સંપૂર્ણપણે સ્વીકાર કરીએ.
o
બાળકને સન્માન આપીએ.
o
આપણા ચહેરા પર પ્રસન્નતા અને હાસ્ય રાખીએ.
o
બાળકો સાથે આત્મીયતા પૂર્વક વ્યવહાર કરીએ.
o
દરેક બાળક વિશિષ્ટ છે એવું સમજીને અને એની અનુભૂતિ દરેક
બાળકને પણ થાય તેવો વ્યવહાર કરીએ.
o
પ્રોત્સાહક શબ્દોનો ઉપયોગ ઉદારતાથી કરીએ.
o
બાળકોને અભિવ્યક્તિની તક આપીએ.
o
બાળકોની ખૂબી – ખામી સમજીએ અને ખૂબીઓને / સિદ્ધિઓને જાહેરમાં
બિરદાવીએ. ખામીઓના મૂળમાં પહોંચી તેને વ્યક્તિગત રીતે સમજી દુર કરવાનો પ્રયાસ
કરીએ.
o
જે બાળક જે રીતે શીખે તે રીતે શીખવીએ.
o
બાળક શીખવામાં વધુ કે ઓછો સમય લઈ શકે તે સ્વીકારીએ.
o
વધુ સમયની જરૂરિયાતવાળા બાળકને શીખવામાં વધુ સમય આપીએ.
બાળકો સાથેનાં વ્યવહારમાં આટલું તો ન જ કરીએ.
F બાળકને શારીરિક કે માનસિક
શિક્ષા ક્યારેય ન કરીએ.
F બાળક સાથે ભેદભાવયુક્ત
વ્યવહાર ન કરીએ.
F બાળકની ઉણપો કે ક્ષતિને
જાહેરમાં ખુલ્લી કરીએ. આખા વર્ગ સમક્ષ એને હાંસીપાત્ર ન બનાવીએ.
F બાળકનાં પ્રશ્નોને
ટાળવાનો પ્રયત્ન ન કરીએ.
F બાળકનું સ્વમાન ઘવાય તેવા
શબ્દ પ્રયોગો અને વ્યવહાર ટાળીએ.
F બાળકનાં સામાજિક પરિવેશ,
જ્ઞાતિ, વાલીઓનો વ્યવસાય, આર્થિક સગવડો કે વાલીઓની નિરક્ષરતા વગેરેનો ઉલ્લેખ કરીને
બાળકોને ક્યારેય અપમાનિત ન કરીએ.
No comments:
Post a Comment