અક્ષર સુધારણા : મારો શોખ
શિક્ષક મિત્રો,
અક્ષરની વાત આવે એટલે આપણને ગાંધીજીની યાદ આવે. તેઓ માનતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની
છે. આ વાક્ય પાછળ ખરાબ અક્ષરની કે તેનાં લખનારની લેશમાત્ર
ટીકા – આલોચના કે બીજો કોઈ હીન ભાવ નથી. આ વાક્યને ઊંડાણથી સમજવાની જરૂર છે.
ગાંધીજી પોતે સત્યનાં આગ્રહી હતાં. તેમનાં પોતાનાં અક્ષર ઠીક નહોતા એ અર્થમાં પોતે
એવું
માનતા કે ખરાબ અક્ષરને કારણે પોતાની કેળવણી અધૂરી છે.
ખરાબ અક્ષર એ કોઈ અભિશાપ નથી બલ્કે નાનપણમાં માતાપિતા કે શિક્ષકની
અનદેખીનું પરિણામ હોય શકે !
મારા અનુભવ મુજબ નાનપણમાં કોઈપણ બાળકનાં અક્ષર સુધારી શકાય એવું શક્ય છે. શાળામાં
મોટેભાગે આપણે નાના ધોરણો માટે શિક્ષકની પસંદગીમાં શિક્ષકની કાબેલિયત વિશે પૂરતું
ધ્યાન આપતાં નથી અગર એક યા બીજા કારણોસર
તે બાબત પ્રત્યે આપણી લાચારી જવાબદાર હોય છે. આમ, પણ શિક્ષકો પેદા ઓછા થાય છે, અને
બને છે વધારે ! ઘણાબધાં શિક્ષક બન્યા પછી પોતાના સકારાત્મક પ્રયત્નો અને અનુભવો થકી
પૂર્ણ શિક્ષક તરીકે પોતાની જાતને ટૂંકાગાળામાં બદલી શકે છે. જે એવું કરી શકે છે
તેવા શિક્ષકને સો – સો સલામ ! સાંપ્રત
સમયમાં કોઈપણ કારણોસર યા અકસ્માતે આ જીવંત વ્યવસાયમાં આવી ગયેલો નિર્જીવ શિક્ષક પણ
પોતાનું ચીલાચાલુ ખોળિયું
બદલી શકે તો શિક્ષણ જગતમાં બહુ મોટું પરિવર્તન લાવી શકાય !
મિત્રો, આ બદલાવ થવો જોઈએ. શિક્ષક જ્યાં પગ મૂકે ત્યાં અર્થાત્ જે શાળામાં પગ
મૂકે ત્યાં તેના આગમન પહેલાંની પરિસ્થિતિમાં (બાળકોને લગતી બાબત હોય કે ભૌતિક
સુવિધાને લગતી બાબત હોય) ફેરફાર થવો જોઈએ. આ ફેરફારની અસર તેના આગમનનાં બે વર્ષમાં
દેખાય તો તેનામાં શિક્ષકત્વ જીવંત છે એવું પૂરવાર થાય ! આ કોઈ વહીવટી પ્રમાણપત્ર નથી પણ,
સમાજની શિક્ષક
પાસેની અપેક્ષા છે. જરૂર છે ડોકટરો અને શિક્ષકો પોતાનું ખોળિયું બદલે ! મિત્રો,
ક્રાંતિ થઈ શકે ! ૨૦૦ શિક્ષકો ૩૦૦ શિક્ષકો એક તાલીમનાં સ્થળેથી સામૂહિક પ્રયાણ કરે
ત્યારે કે કોઈ મેળાવડામાં ભેગાં થયેલા શિક્ષકોને નિહાળો ત્યારનું દ્રશ્ય જોઈ એમ નથી
લાગતું કે આ ફોજ જો વાસ્તવમાં હરકતમાં આવી જાય તો ક્રાંતિ થઈ શકે ! ભૂતકાળમાં પણ
જયારે જયારે પરિવર્તનો થયાં છે ત્યારે ત્યારે તેનાં મૂળમાં ક્યાંકને ક્યાંક શિક્ષક
જ હતો, છે અને રહેશે ! જરૂરિયાત છે આપણું શિક્ષકત્વ જાગૃત થાય ! બસ , પછી તો
ચાણક્ય કહી જ ગયાં છે : શિક્ષક કભી.... !
બાળકોનાં અક્ષર બગડવાનું મૂળ કારણ સ્લેટનો સાવ ઘટી રહેલો વપરાશ છે. નાના
ધોરણમાં કામ કરતાં શિક્ષકો ભાષામાં પુરતો રસ લે તે અનિવાર્ય બાબત છે. ભાષા બધા
વિષયનો પાયો છે. ભાષાથી જ બાળકનો વિકાસ થાય છે. શિક્ષકનું પોતાનું કા. પા. કાર્ય
પણ નમૂનેદાર હોય તે આવશ્યક છે. વર્ગમાં સંખ્યાનાં પ્રમાણમાં અમુક બાળકોનાં અક્ષરો
સારા હોઈ શકે. પરંતુ શું એવું થઈ શકે કે આખા
વર્ગનાં અથવા મોટા ભાગનાં બાળકોનાં અક્ષર એકસરખા જેવાં થઈ શકે ? હા, જરૂર થઈ શકે ! આ રહી એની સરળ ગુરુ ચાવીઓ !
·
સ્લેટનો વપરાશ ધોરણ – ૧ થી
૪ સુધી ફરજીયાતપણે કરવો. (શાળામાં પણ અને ઘરે પણ)
·
નોટબુકનો વપરાશ ઘટાડવો.
(ગામડાનાં કે ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ છે.)
·
બાળકને ખોળામાં સ્લેટ
રાખીને જ લખવાની ટેવ પાડવી.
·
નોટબુકમાં લખવાનાં
કિસ્સામાં ખોળામાં સ્લેટનો આધાર રાખીને જ લખાવવું.
·
નોટબુકમાં લખવાનાં
કિસ્સામાં છોલીને ઉપયોગમાં લઈ શકાય તેવી લાકડાની જ પેન્સિલનો ઉપયોગ કરાવવો.
·
બની શકે તો પત્થરની જ
સ્લેટનો આગ્રહ રાખવો. (હાલની પરિસ્થિતિ મુજબ શાળાએ વ્યવસ્થા કરવી. સ્લેટપેન બની
શકે તો અણીદાર વાપરવા વ્યવસ્થા કરવી.
·
મૂળાક્ષરોના માન્ય વળાંકો (પ્રજ્ઞા આધારિત) નાં ઉપયોગથી જ
લખવાની ટેવ કેળવવી.
·
નોટબુકના કિસ્સામાં ધોરણ
– ૪ સુધી ડબલ લાઈનની નોટબુકનો જ ઉપયોગ કરવો. જેમાં માત્રા, અનુસ્વાર, ધ નો આગળનો
ભાગ, રસ્વ ઇ (નિશાળ) – દીર્ઘ ઈ (પાણી) વગેરે લીટીની ઉપર જ કઢાવવા શિક્ષકે સદા
જાગૃત રહેવું. તે જ રીતે રસ્વ ઉ (સુથાર), દીર્ઘ ઊ (ઊંટ) ણ
નો નીચેનો વળાંક વગેરે લીટીની નીચે જ કઢાવવા સચેત રહેવું.
·
બાળકનાં ગજા બહારનું ન
લખાવવું કે ન લખવા આપવું.
·
અનેકવાર પુનરાવર્તન થતું
હોય તેવું ન લખાવવું કે લખવા આપવું. (ત્રણવાર, પાંચવાર... વગેરે)
·
પ્રજ્ઞામાં ટેવ કેળવવા પ્રારંભમાં
વ્યક્તિગત કે ચારપાંચ બાળકોને સામે બેસાડીને જ લખાવવું.
·
મહાવરા માટે રોજ બાળક ઓછામાં
ઓછી પાંચ લીટી (ધોરણને અનુરૂપ) લખે અને શિક્ષક
તેને બિનચૂક ચકાસે તેવું ગોઠવવું.
ઉર્વશી રાઠોડ
તેજલ વસાવા
નિશા ડોડીયા
ધરતી વસાવા
દિવ્યા વસાવા
દિપીકા વસાવા
રિન્કુ દેવાસી
હેમાની વસાવા
કાજલ વાઘરી
હર્ષ પરમાર
ખુશ્બુ સોલંકી
મનિષા વસાવા
No comments:
Post a Comment