જા નહીં આવું !
એક ટીકડી આલ, બાકી નહીં આવું
લેવા દેજે દાવ
બાકી નહીં આવું !
દૂર જાય ગિલ્લી
તો શોધવા તું જ જાજે
પણ બાપુને નહીં
કહેતો,
બાકી નહીં આવું !
લેશન બાકી છે, જોવા દેજે, જરી - જરી લખીય
દેજે
પેપર આખું ભરવા
દેજે, બાકી નહીં આવું
!
જો મા શોધવા
આવે તો,
તારા ખળે સંતાડજે
સાચે સાચું કહી
ન દેતો,
બાકી નહીં આવું !
મરવા - કેરી
તોડવા દેજે,
વાડીએ આવજે સાથે
ચાર મારા ને
બે તારા,
બાકી નહીં આવું !
છીંડે જઈ ઊભો
રહેજે,
બાપુ આવે તો ઝટ કહેજે
પકડાઈ જાઉં તો
છોડવી લેજે,
બાકી નહીં આવું !
- રમેશ પટેલ