આ જીવો બધાં
ચાલ્યાં કયાં, અહીંયા તે શું ખોટ પડી?
આ વિહંગ બધાં ચાલ્યાં કયાં, અહીયા તે શું ખોટ પડી?
માનવ જાણે સર્વોપરી
સઘળે કરી સિનાજોરી
તૂટી આહારકડી ને પોષણકડી, બસ પાણીની યે ખોટ પડી
આ ભૂચર બધાં
ચાલ્યાં કયાં, અહીયા તે શું ખોટ પડી?
વૃક્ષોને જંગલો કપાયાં, ને
થયાં મકાનો રસ્તાઓ
વર્તમાનને અવગણી હવે, તમે
કાં પસ્તાઓ?
લીલી ધરા પર તો હવે ચોપાસ, સિમેન્ટને પત્થરની ઝડી
આ વનચર બધાં ચાલ્યાં કયાં, અહીયા
તે શું ખોટ પડી?
વન - ઉપવન ને જંગલમાં,
બધે માનવ તણી જ ભીંસ વધી
પૂલો, ચેકડેમ, ને મહાકાય બંધો, નદીઓ બધી નાથી દીધી
આ જળચર બધાં
ચાલ્યાં કયાં, અહીયા
તે શું ખોટ પડી?
સઘળાં જીવોનો તું છે, એક
જ સરજનહાર
કીડીને કણ હાથીને મણ, સૌનો
તું પાલનહાર
ઊંચે નભમાં પણ હવે નથી શાંતિ, વિમાનોની દોડાદોડી
આ ખેચર બધાં
ચાલ્યાં કયાં, અહીંયા તે શું ખોટ પડી?
No comments:
Post a Comment