વર્ષ - ૨૦૧૭ / ૧૮ નાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર નું આયોજન સુદામાપૂરી પોરબંદર ખાતે રાખવામાં આવેલ હતું. રાજ્યકક્ષાનું આયોજન એટલે ઈનોવેટીવ શિક્ષકો અને એવા જ નિદર્શન અર્થે રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોનો દબદબો ! પોતપોતાનાં જિલ્લામાંથી પસંદગી પામીને આવેલા નવતર પ્રયોગો જોવાનો અને માણવાનો સાથે નવું શીખવાનો અવસર !
અંકલેશ્વર તાલુકાનાં પ્રતિનિધિત્વ સ્વ ઈચ્છા અને નવું જાણવાની જિજ્ઞાશા સાથે અમે ત્રણ મિત્રો :
૧. હું પોતે (રમેશચંદ્ર બી. પટેલ - મુ. શિ. માટીએડ) ૨. શ્રી કાંતિલાલ એલ. પટેલ (મ. શિ. અંદાડા કન્યા) અને ૩ જા શ્રી પ્રદિપભાઈ એસ. દોશી (મ. શિ. પાનોલી)
અંકલેશ્વરથી ઉપડ્યા. દિવસે સૌરાષ્ટ્ર દર્શન કરતાં કરતાં રાત્રે પોરબંદર પહોંચ્યા. રાત્રિ રોકાણ થયું અને સવારે ઈનોવેશન ફેર જોયો અને માણ્યો, સાથે સુદામાનું જન્મસ્થળ અને ગાંધીનું ઘર કીર્તિમંદિર જોવાનો અને સમજવાનો મોકો પણ મળ્યો. કીર્તિમંદિર સ્મારક અને ગાંધીનાં ઘરમાં રહેલા પેલા અગિયાર વ્રતોના સ્પંદનો અનુભવ્યાં. સાથે પાછળનાં જ ફળિયામાં ડોકિયું કરી કસ્તુરબાનું ઘર પણ જોયું. આવા ઐતિહાસિક સ્મારકો કે જેની વાતો ડગલે ને પગલે આપણે બાળકો સાથે કરતાં હોઈએ ત્યારે તેને રુબરુ અનુભવવાનો અને પછી બાળકોને ફોટોગ્રાફ્સ બતાવી અનુભવ કરાવવાનો અવસર અનેરો રહ્યો.
No comments:
Post a Comment