પ્રાથમિક શાળાઓમાં શાળા બહારનાં મુલાકતીઓ દ્વારા વર્ગખંડ અવલોકન પ્રક્રિયા સમયબદ્ધ રીતે થાય છે. એક સમય હતો, બહારથી કોઈ મુલાકાતી આવે ત્યારે બાળકો ડઘાઈ જતાં અને અવાચક બની જતાં. શિક્ષકની અપેક્ષા પ્રમાણે અપેક્ષિત બાળકો પણ જવાબ આપી નહોતા શકતાં. પરિણામ સ્વરૂપે શિક્ષકનું કાર્ય ઘણીવાર શંકાનાં દાયરામાં આવી જવાનો સંભવ રહેતો. સમય બદલાયો છે હવે ખાસ કરીને લોઅર પ્રાયમરીના બાળકો વધુ બોલકા અને નિર્ભીત જોવા અનુભવવા મળે છે. મુલાકાતીથી ગભરાતાં કે સંકોચાતાં નથી બલ્કે તેમની સાથે વાતે ચડી જાય છે.
દક્ષાબેન ભાઉ અમારી શાળાની મુલાકાતે હતાં. જે તે દિવસે ધોરણ - ૧ અને ૨ ના વર્ગશિક્ષક ચૂંટણી ફરજ પર હોવાથી શાળામાં હાજર નહોતા. મેડમ વર્ગ અવલોકન માટે ગયા. બાળકો તેમની સામે ગોઠવાય ગયા, આપશ્રીએ પૂછેલા તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપ્યો. મેડમ રાજી થયાં. આ સુખદ અનુભવની બોલતી તસ્વીરો ......
No comments:
Post a Comment