જુલાઈ - ૨૦૧૮
પ્રતિ, શાળા પરિવાર
પ્રાથમિક શાળા માટીએડ તા. અંકલેશ્વર
વિષય : શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનાં શાળા કક્ષાનાં આયોજન બાબત
સંદર્ભ : માનનીય, શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, ભરૂચનાં પત્ર
ક્રમાંક : જિ. પં. / શિક્ષણ / ઈ - ૨ /
૧૮ તા. / ૦૭ / ૨૦૧૮
નમસ્કાર !
આપ સૌને જણાવવાનું કે - ૧૧ મી જૂનથી શાળાનાં નવા સત્રનો
પ્રારંભ ત્રણ દિવસની સઘન શાળા સફાઈ પછી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
૨૦૧૮ની ઉજવણી સાથે થયો છે. શાળા કેમ્પસ વિશાળ હોવા સાથે બાળકોની સંખ્યા ઓછી હોવાથી
અને ખાસ કરીને બે શિક્ષકોની ઘટ સાથે કામગીરી આટોપવાની હોય મુશ્કેલીઓનો સામનો કરવો
પડ્યો છે. આમ છતાં આપણા સૌની નિષ્ઠા, સતત જાગૃતિ અને બાળકો સાથેનાં ભાવાત્મક
જોડાણને કારણે સ્કૂલ ખૂલ્યાનાં પ્રથમ દિવસે ૫૦ % ઉપરાંત બાળકો શાળામાં હાજર હતાં.
આ ઉત્સવમાં પધારેલ મહેમાનશ્રીઓએ આપણી શાળાનાં બાળકોનાં “ શિસ્ત ” ની નોંધ લઈ જાહેર
વખાણ કર્યા જે આપ સૌની નિરંતર જાગૃતિને આભારી છે. આ ઘટના અને કાર્યક્રમની સફળતા
માટે આપ સૌને અભિનંદન પાઠવું છું.
૨૧ મી જૂન - દસ જ દિવસ બાદ આપણે યોગદિવસ હોય તેની ઉજવણીમાં
પરોવાયા. પ્રારંભિક તૈયારી અને લોક સહકાર થકી આપણે યોગદિવસની ઉજવણી કરી પ્રોત્સાહન
મેળવ્યું. આ દિવસે વડીલશ્રી મનસુખભાઈ પટેલ તરફથી બાળકોને યોગ બાદ બિસ્કીટનું વિતરણ
કરવામાં આવ્યું. જેની સાભાર નોંધ લઈએ છીએ.
ઉત્સવ - ઉજવણીની સાથે આપણે તા. ૯ જુલાઈથી ૧૨ જુલાઈ દરમ્યાન
સાંજના ૪ કલાક પછી ૫૦ જેટલા નવા વૃક્ષો અને મેંદીનું વાવેતર કરી શાળા કેમ્પસમાં હરિયાળી
વધારવા અને પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી અદા કરવાનું સુંદર કાર્ય થયું છે. આ
કાર્યમાં શ્રી વિપુલભાઈ સાહેબની આગેવાનીમાં બાળકો સહીત આપ સૌનો વિશિષ્ટ સહયોગ
મળ્યો છે. જેની નોંધ લઈએ છીએ.
મા. સાહેબશ્રીના ઉપરોક્ત સંદર્ભના પરિપત્રની સૂચના મુજબ અને
આપણી શાળા સ્ટાફ મિટીંગમાં થયેલ ચર્ચા મુજબ શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધે તે માટે
સંનિષ્ઠ પ્રયત્નો કરીએ. બાળકોની હાજરી વધે તે આપણું પ્રથમ લક્ષ હશે. ક્રમશ:
બાળકોની શૈક્ષણિક ગુણવત્તા વધે, તેઓ પોતાની કક્ષા પ્રમાણેનું વાચન - લેખન અને ગણન કરી
શકે તે માટે પ્રયત્ન કરીશું. ધોરણ દીઠ આવા બાળકો તારવી, તેઓનાં જૂથ બનાવી આપણે પણ
અલગ - અલગ જૂથની જવાબદારી લઈ કામ કરીશું. જ્યાં કાગળકામ કરવાનું હોય, નોંધ રાખવાની
જણાય ત્યાં નોંધ રાખીશું અને જરૂર જણાય મુલાકાતીને પણ અવગત કરાવીશું. કોઈપણ
શાળામાં કે વર્ગમાં આવા કચાશ ધરાવતાં બાળકો હોય શકે છે તેથી નાશીપાસ કે હતાશ થયા
વગર શ્રેષ્ઠ પ્રયત્નો કરતાં રહીશું. આ કામ કોઈ ચોક્કસ સમયગાળા માટેનું બંધિયાર નથી
પણ શાળાની સ્ટ્રેન્થ મજબૂત કરવાનું આપણું પોતીકું કામ હોય શ્રદ્ધા સાથે નિરંતર તેને
ચાલુ રાખીશું.
શાળા ગુણવત્તા સુધારણા શાળા કક્ષાનો જ મુદ્દો હોય તે સંદર્ભે
આપણે નિયમિત ચર્ચાઓ કરી છે. આ કામ માટે અલગ ફાઈલ નિભાવેલ હોય આપનાં ધોરણની માહિતી
તેમાં રાખીશું. આપનાં સૂચન અને સહકારની અપેક્ષા સહ....
(રમેશ પટેલ)
મુખ્યશિક્ષક
પ્રાથમિક શાળા માટીએડ
No comments:
Post a Comment