શાળા શૈક્ષણિક સજ્જતા માટે અમારા પ્રયત્નો
ઉપચારાત્મક કાર્ય માટે શાળા કક્ષાની કાર્ય યોજના ૨૦૧૮
પ્રથમ સોપાન : વિદ્યાર્થીઓને નિયમિત કરવા.
1.
શાળામાં ભણતા બાળકોમાંથી વર્ગ હાજરી રજીસ્ટર અને વર્ગશિક્ષકનાં
સ્વાનુભવ મુજબ નિયમિત, અનિયમિત અને સતત ગેરહાજર રહેતા બાળકોને અલગ તારવવા.
2.
આવા બાળકોની અલગ અલગ અને ફળિયાવાર
યાદી બનાવવી. તે મુજબ તારીજ બનાવવી.
3.
અનિયમિત અને સતત ગેરહાજર બાળકો પર
ધ્યાન કેન્દ્રિત કરવું.
4.
કયા ફળિયામાંથી કેટ કેટલા બાળકો
અનિયમિત કે સતત ગેરહાજર છે તે જોવું.
5.
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એમ અલગ
નોંધ પણ રાખવી.
6. અનિયમિતતા કે ગેરહાજરી માટેનાં દરેક
બાળકના વ્યક્તિગત કારણોની નોંધ બનાવવી.
7.
વાલીસંપર્ક કે ડોર ટુ ડોર મુલાકાત અને
રાત્રિ વાલીસભા માટે એક્શન પ્લાન વિચારવો.
8.
શિક્ષકો અને આચાર્ય સાથે મળી સામૂહિક પગલાં
વિચારવા.
9.
એસ. એમ. સી. સભ્યો, ગામ આગેવાનો,
આંગણવાડી કાર્યકરો, ફળિયાનાં રસ ધરાવતાં વ્યક્તિઓનાં સહકાર માટે વિચારવું.
10. જે તે ફળિયાનાં નિયમિત વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની મદદ માટે વિચારવું.
11. બાળસંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવું.
12. બાળસંસદમાં તેમણે કરેલ પ્રવૃત્તિની તથા પ્રાર્થનાસભામાં તેમની હાજરીની નોંધ
લેવી.
13. વૃક્ષારોપણ કરી એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સોંપવી.
14. તેમની હાજરી માટે વાલીને શરૂઆતમાં દર પખવાડિયે આભાર સહ અભિનંદન પત્ર પાઠવવો.
15. વર્ગમાં તેઓને સતત પ્રોત્સાહિત કરતાં રહેવું. જવાબદારીવાળું કામ તેમને
સોંપવું.
16. શાળામાં “ મારી હાજરી મારા હાથે ” નવતર પ્રયોગ હાથ ધરવો. નિયમિત બાળકોને
નવાજવા.
17. તેઓને ડર - બીક - ભયમુક્ત કરવા સાથે પ્રેમ - હુંફ આપવા.
18. શક્ય હોય તે મુજબ સમયાંતરે તેવા વિદ્યાર્થીઓની અલગ બેઠક યોજવી.
19. તેઓનું સ્વમાન ન ઘવાય, ટીકા ટીપ્પણી ન થાય તેની કાળજી લેવી.
20. તેઓએ કરેલ કાર્ય, પ્રવૃત્તિની તેઓની હાજરીમાં, તેઓનાં વાલીઓને બની શકે તો
રૂબરૂ જાણ કરી
પ્રોત્સાહન
આપવું.
21. અનિયમિત, સતત ગેરહાજર બાળકો પૈકી નિયમિત થયેલાં બાળકોને એક એક વૃક્ષ ઉછેરની
જવાબદારી સોંપવી.
22. બાળકો કયા કારણોસર અનિયમિત કે સતત ગેરહાજર છે તે બારીકાઈથી ચકાસવું. કારણોનો અભ્યાસ કરવો.
બીજું સોપાન : વાચન - લેખન - ગણન કરાવવું.
૧. સૌ
પ્રથમ વિદ્યાર્થીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવાં.
૨. ખાસ
બાળકોને પ્રાર્થનાસભામાં તેઓ ચાહે અથવા સ્વીકારે તો અગ્રિમતા આપવી.
૩. ત્રણ
ક્રિયાઓ પૈકી કઈ ક્રિયામાં વિદ્યાર્થી વધુ કચાશ ધરાવે છે તેની ચકાસણી કરવી.
૪. ચકાસેલ
ક્રિયાઓમાં કયાં ક્યાં મુશ્કેલીઓ અનુભવે છે તેનો અભ્યાસ કરવો.
૫.
ઉપચારાત્મક કાર્ય માટેનો સમયગાળો નક્કી કરવો.
૬. ઉપચારાત્મક
પ્રેક્ટીસ વર્ક માટે અલગ નોટ તૈયાર કરાવવી.
૭. શિક્ષકોનાં ટાસ્ક નક્કી કરવાં. શીખવવાની ક્રિયાઓ
ફાળવવી.
૮. ખાસ
વિદ્યાર્થીઓનાં ઉપયોગમાં લેવાનું સાહિત્ય હળવું પસંદ કરવું.
૯.
વિદ્યાર્થીઓ થાક કે કંટાળો ન અનુભવે તેવું હળવું વાતાવરણ નિર્માણ કરવું.
૧૦.
ઉપચારાત્મક કાર્ય દરમ્યાન બાળકોને સતત પ્રોત્સાહિત કરવાનો વ્યૂહ અપનાવવો.
૧૧. નાની -
નાની પ્રવૃત્તિઓ અથવા રમત દ્વારા કાર્ય રસપ્રદ બનાવવું.
૧૨. હોંશિયાર
બાળકોને શિક્ષકની હાજરીમાં બીજાને શીખવવા કે મદદરૂપ થવાની તક આપવી.
૧૩. નોટ્સ
લખાવવી, તપાસવી અને ભૂલ સુધાર પ્રવૃત્તિ કરાવવી.
૧૪. તેઓએ કરેલા
કાર્યને - પ્રયત્નોને પ્રાર્થનાસભામાં રજૂ કરવાં.
૧૫. ખાસ
બાળકોનાં લખેલા નમૂના તેઓનાં પ્રોત્સાહન માટે નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા.
No comments:
Post a Comment