મારી હાજરી મારા
હાથે - હાજરી સુધારણા માટે વર્ગ કક્ષાનો નવતર પ્રયોગ
પ્રાથમિક શાળાઓમાં બાળકોની ગેરહાજરી, અનિયમિતતા કે પછી સતત ગેરહાજરી આ
મૂંઝવતા અને શિક્ષકની મહેનતને, ધગશને, નિષ્ઠાને સીધી અસર કરનારા પ્રશ્નો છે. શિક્ષક સમુદાય સંખ્યાની રીતે વિશાળ છે. આટલો મોટો વર્ગ કે જે ગુજરાતનાં ગામડે - ગામડે અને કસ્બે - કસ્બે ફેલાયેલો છે. લોકોની સૌથી નજીક જે કોઈ સરકારી કર્મચારી છે તે શિક્ષક છે. આ પરિસ્થિતિના લાભ કરતાં કયારેક ગેરલાભનું પલ્લું જ નમતું જણાય. શિક્ષકોની ટીકા સૌ કોઈ કરી શકે, તેની ભૂલ શોધી શકે ક્યારેક તેની અવગણના પણ થઈ શકે. શિક્ષણપ્રથામાં દોષ હોય પણ શિકાર બનવા તો શિક્ષકે જ માથું નમાવવું પડે ! બાળકોની ગેરહાજરી અને અનિયમિતતાને કારણે અથવા વર્ગનાં બાળકોની ૧૦૦ % હાજરી ન હોય ત્યાં વર્ગખંડનું
મૂલ્યાંકન કાચું જણાય એ સ્વાભાવિક છે. આજે મફત અને ફરજિયાત કેળવણીના માહોલમાં વાલી પક્ષે કોઈ જવાબદારી નથી. ગામડાઓની શાળાઓમાં મોટેભાગે ગરીબ અને ખાસ કરીને
મહેનતકશ સમાજનાં બાળકો વધુ આવે છે. આ વાલીઓને માટે પોતાનાં જ બાળકો - તેનો વિકાસ - પ્રગતિ
- સ્વાસ્થ્ય - પોષણ - રક્ષણ આ બધી જ બાબતો ગૌણ છે. રોજનું રોજ કમાવું - કેવી રીતે કમાવું, ક્યાંથી કમાવું ? આ તેમનાં સળગતા અને રોજીંદા પ્રશ્નો છે. તેમને મન ભણવાનું કે ભણાવવાનું કોઈ મહત્વ નથી.
ભણીને શું મળવાનું ? મોટા થઈને તો મજૂરી જ કરવાની છે. આવી વિચારધારા ધરાવતાં માતાપિતાનાં બાળકોને શાળાએ આવતાં કરવા શિક્ષક માટે રોજની નવી કસોટીનું પહેલું પેપર છે.
જેમાં શિક્ષક અનેક પ્રયત્ને પણ ૧૦૦ % ક્યારેય સફળ થતો નથી. પરંપરાગત વાલીસંપર્ક પ્રથા કારગર નીવડતી નથી. ત્યારે શિક્ષકે પણ નવા રસ્તાઓ
શોધવાની જરૂર ઉભી થાય છે. વળી કયારેક એવી પરિસ્થિતિ આવે છે : તાણી લાવીને બેસાડો !
સ્થિતિ - પરિસ્થિતિ - હાલત ઠીક નથી. મા - બાપ તમાશો જુએ ને શિક્ષક એકલો બાળક પાછળ દોડે (મહેનત) કરે એવા દ્રશ્યો રોજ ગામમાં જોવા મળે. સાર્વત્રિક શિક્ષણનાં ધ્યેયને પહોંચી વળવા, ગામનું દરેક બાળક પાંચ વર્ષની ઉંમર પછી શાળામાં હોય એવા " બહુજન હિતાય - બહુજન સુખાય " ના ઉદ્દેશને પામવા પ્રયત્નો તો કરવા જ રહ્યાં.
સ્થિતિ - પરિસ્થિતિ - હાલત ઠીક નથી. મા - બાપ તમાશો જુએ ને શિક્ષક એકલો બાળક પાછળ દોડે (મહેનત) કરે એવા દ્રશ્યો રોજ ગામમાં જોવા મળે. સાર્વત્રિક શિક્ષણનાં ધ્યેયને પહોંચી વળવા, ગામનું દરેક બાળક પાંચ વર્ષની ઉંમર પછી શાળામાં હોય એવા " બહુજન હિતાય - બહુજન સુખાય " ના ઉદ્દેશને પામવા પ્રયત્નો તો કરવા જ રહ્યાં.
બીજી તરફ જે બાળકો શાળામાં આવે છે તેનો જોમ - જુસ્સો ટકાવી રાખવા, તેમને અન્યાય ન થાય, તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા પણ શિક્ષકે સદા સચેતન થવું રહ્યું. નિયમિત બાળકોને ધ્યાનમાં રાખી મેં મારા
વર્ગખંડમાં " મારી હાજરી - મારા હાથે " પ્રયોગ અમલમાં મૂકવા વિચાર્યું. બાળકો અલગ કાગળ (ફાઈલ) માં પોતાની હાજરી અને
ગેરહાજરી પણ સ્વયં પૂરે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરી. માસને અંતે વધુ હાજરી આપનાર બાળકોને સ્વખર્ચે ઈનામ
આપી વર્ગમાં પ્રોત્સાહિત કરવા નક્કી કર્યું.
આથી આ પ્રમાણપત્ર
આપવામાં આવે છે કે – આ શાળાની
વિદ્યાર્થીની કુ. દિવ્યાબેન મહેશભાઈ વસાવા ધોરણ – ૪
માં
અભ્યાસ કરે છે. “ મારી હાજરી – મારા
હાથે ” નવતર પ્રયોગ
અંતર્ગત તેમણે છેલ્લા ૬ માસ (ઓગષ્ટ – ૧૫, સપ્ટેમ્બર, ઓક્ટોબર,
ડીસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી
– ૧૬) દરમ્યાન કુલ – ૧૩૯ દિવસોમાંથી પૂરેપૂરા ૧૩૯ દિવસ (૧૦૦%) શાળામાં
હાજર રહી વર્ગમાં પ્રથમ નંબર મેળવેલ છે.
તેઓશ્રી
અભ્યાસમાં પણ સારી પ્રગતિ કરી રહ્યા છે.
આ સિદ્ધિ બદલ આ પ્રમાણપત્ર આપી તેમને આજરોજ સન્માનિત કરવામાં આવે છે. આશા
છે, આગળ પણ તેઓ નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રગતિ કરતા રહેશે
એવી શુભેચ્છા સહ...
તા. ૫ મી માર્ચ
૨૦૧૬ શુક્રવાર
રમેશચંદ્ર બી. પટેલ દક્ષાબેન સી. પટેલ કાંતિલાલ બી. પટેલ
વર્ગશિક્ષક અધ્યક્ષ મુખ્યશિક્ષક
પ્રા. શા. માટીએડ
એસ. એમ. સી. માટીએડ પ્રા. શા. માટીએડ
તા. અંકલેશ્વર જિ. ભરૂચ તા. અંકલેશ્વર જિ. ભરૂચ તા. અંકલેશ્વર જિ. ભરૂચ
No comments:
Post a Comment