પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Monday, January 2, 2017

વાલી વર્ગખંડ બેઠક અને પ્રશ્નપત્ર નિદર્શન -૧૬

શિક્ષણનો અધિકાર  

RTE – 2009 અધિનિયમ હેઠળ રાજ્યના તમામ બાળકોને શિક્ષણનો સમાન અધિકાર મળેલ છે. આ કાયદાનું પાલન થાય અને બાળકોને સાચા અર્થમાં શિક્ષણનો અધિકાર મળે, રક્ષણ મળે તે માટે શાળા કક્ષાએ નક્કર પ્રયત્નો થવા જોઈએ. વાલી જાગૃતિ માટે નવા નવા પ્રયોગો આવશ્યક છે. વાલીઓને શાળા (School Community)સાથે જોડવાથી શિક્ષક સહિત બાળકોને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે અને ભવિષ્યમાં ઈચ્છિત સફળતા પણ મળશે
મારા નવતર પ્રયોગ - વાલીસભા : “ આવો, એક ડગલું આગળ ” અંતર્ગત  વાલી વર્ગખંડ બેઠક અને ઉત્તરવહી નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં મારા ધોરણ ૩ અને ૪ નાં બાળકોના વાલીઓને શાળામાં આવવા આમંત્રણ આપ્યું હતું. ગામના માહોલને જોતાં બાળકોના શિક્ષણ બાબતે વાલીઓ ખાસ જાગૃત નથી. બાળકો દ્વારા પ્રચાર - પ્રસાર, મૌખિક સૂચન અને લેખિત આમંત્રણ આપવા છતાં વાલીઓ આવા સંદેશાઓની ધરાર અવગણના કરે છે.
          નિરાશાના વાતાવરણ છતાં  ૫૦% જેટલા વાલીઓ આવ્યાં. જે વાલીઓ આવ્યા એ જ મારું પ્રોત્સાહન ! (શ્રદ્ધાના દીવડા આવી જ રીતે જલતા રહેતા હશે ને !) ખેર ! મારું (શિક્ષકોનું) કાર્ય જ સામાજિક જાગૃતિ લાવવાનું છે, એ સ્વીકારવું રહ્યું જયારે બીજી તરફ વાલીઓ તરફથી યોગ્ય સમર્થન નથી મળતું તેથી આ સમય પૂરતી નિષ્ફળતા પણ સ્વીકારવી જ રહી !
          જે વાલીઓ આવ્યા તેમણે રસ લઇ પોતાના બાળકની ઉત્તરવહીઓ જોઈ. વાલી સાથે બાળકને પણ સાથે બેસાડી ભૂલો અને ખૂબીઓ બતાવી. શાળામાં બાળકોને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે ઉપસ્થિત વાલીઓને સમજાવ્યું. બાળકના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે તેઓનો સહકાર અત્યંત આવશ્યક હોવાની ટકોર કરી. જે વાલીઓ આવ્યા હતા તેમનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો. મારી વ્યક્તિગત નિષ્ઠા અને રસને કારણે જ હું આવા પ્રયત્ન કરતો રહું છું. તેથી આ પ્રયોગમાં મળેલ નાની મોટી સફળતા પણ મારે માટે મોટું આશ્વાસન છે.

પ્રાથમિક શાળા, માટીએડ તા. અંકલેશ્વર જિ. ભરૂચ

આમંત્રણ

શ્રી અલ્પેશભાઈ તથા કૈલાશબેન
            આપનો પુત્ર નિર્મલ ધોરણ – ૩ પ્રજ્ઞામાં અભ્યાસ કરે છે. આપણું બાળક એ જ આપણું ભવિષ્ય છે. બાળકો સારી રીતે ભણે, સ્વચ્છ અને તંદુરસ્ત રહે અને સારા સંસ્કાર શીખે એ ખૂબ જ આવશ્યક છે. અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.
 દિવાળી વેકેશન પહેલા ઓક્ટોબર માસમાં સત્રાંત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના પ્રશ્નપત્રો – જવાબવહીઓનું નિદર્શન વર્ગખંડમાં રાખવામાં આવેલ છે. આપના બાળકનું કામ જોવા અને પ્રજ્ઞાવર્ગની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ છે.  

      તા. ૧૦ / ૧૨ / ૨૦૧૬                                                               રમેશચંદ્ર બી. પટેલ 
શનિવાર, સવારે :  ૯ – ૦૦ કલાકે                                                      વર્ગશિક્ષક ધો. – ૩ અને ૪
 

વાલી વર્ગખંડ બેઠક અને ઉત્તરવહી નિદર્શનની તસ્વીરો 







No comments:

Post a Comment