નોંધ : પુસ્તક સમીક્ષા કરવી એ મારા જેવાનું ગજું નથી એ સ્વીકારું છું છતાં લખવાની તીવ્ર તાલાવેલીને કારણે " અરધી સદીની વાચનયાત્રા : ભાગ - ૨ " વાંચ્યા બાદ પ્રથમ વખત આ પ્રકારનું કંઈક લખી શક્યો છું. ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતાં શ્રી ભદ્રેશભાઈ પટેલ (બી.આર.સી. કો.ઓં. અંકલેશ્વર) નું પ્રોત્સાહન મળ્યું. આપ વાચકોનાં પ્રતિભાવની અપેક્ષા તો ખરી જ !
પુસ્તક સમીક્ષા
અરધી સદીની
વાચનયાત્રા : ભાગ - ર
સંપાદક : શ્રી
મહેન્દ્ર મેઘાણી
પ્રકાશક : લોકમિલાપ
ટ્રસ્ટ, ભાવનગર
પ્રથમ
આવૃત્તિ જુલાઈ : ૨૦૦૪ માં બહાર પડયા બાદ આ પુસ્તકનું પુનઃર્મુદ્રણ : ઓગષ્ટ : ૨૦૦૪ માં કરવામાં આવ્યું. પુસ્તકની નકલ : ૮૦૦૦ અને પાનાં :
૨૪ + ૬૫૬ = કુલ ૬૮૦ છે. પુસ્તકની કિંમત રૂ. ૭૫ /- રાખવામાં આવી છે. પુસ્તકનું
અક્ષરાંકન, મુદ્રણ અને બાંધણી
પણ યોગ્ય કવોલિટીનાં છે. મુખપૃષ્ઠ (પૂઠું) લેમિનેશન કરેલ મજબૂત બનાવવામાં આવેલ છે.
થોડા
સમય પહેલાં અનાયાસે જ અરધી સદીની વાચનયાત્રા ભાગ - ૧ વાંચું તે પહેલાં ભાગ - ૨
વાંચવાનો મોકો મળ્યો. ભાગ - ૧ અને ભાગ - ૨ મળી કુલ લગભગ ૫૦૦ જેટલાં લેખકોનાં
વિચારો એકી સાથે એક જ પુસ્તકમાં સુલભ કરાવવા બદલ સૌ પ્રથમ તો સંપાદકશ્રીને અભિનંદન
આપવા ઘટે!
સંપાદકશ્રીએ
પોતાનાં નિવેદનમાં (વીંધો અમને આરપાર) ઓસ્ટ્રીયાનાં લેખક ફ્રાંઝ કાફકા (૧૮૮૩ -
૧૯૨૪) નાં એક અવતરણને
(અનુવાદકશ્રી હરીશ મીનાશ્રુ) ટાંકી વાચકોએ કેવા પુસ્તકો વાંચવા જોઈએ, તેની વાત સુંદર રીતે રજૂ કરી છે. તે ખરેખર ઉપયોગી અને
મનને વિચારતાં કરી મૂકવા સક્ષમ છે. ૫૦૦ લેખકોનાં ટૂંકાવેલા લખાણો વાંચવા જોઈએ, તેની વાત સુંદર
રીતે રજૂ કરી છે. તે ખરેખર ઉપયોગી અને મનને વિચારતાં કરી મૂકવા સક્ષમ છે. ૫૦૦
લેખકોનાં ટૂંકાવેલા લખાણો વાંચવાની અને તેને વાગોળવાની મઝા પડે તેવા આ સંક્ષિપ્ત
લેખો સરળ લાગ્યાં. એક પછી એક સંક્ષિપ્ત
લખાણમાંથી અલગ તરી આવતી વાત, અલગ તરી આવતી ભાત
સાથે અલગ તરી આવતી વાત વાચકો સુધી સરળ રીતે પહોંચાડવાની નેમ - સંપાદકની
કોઠાસૂૃઝનાં પણ દર્શન કરાવી જાય છે, તેમ કહેવું ઉચિત
ગણાશે.
ઉદાહરણ
તરીકે પુસ્તકમાંના એક - બે લખાણોની જ વાત કરીએ તો પા નં. ૭૩/૭૪ પરનો અબ્રાહમ
લિંકનનો જગતને ઉદ્દેશીને લખેલો પત્ર (પુસ્તક : ઝરુખે દીવા અનુ. ઈશા કુન્દનિકા)
પ્રત્યેક બાળકને પોતાનાં જીવનનાં તમામ ઉતાર - ચઢાવ
વખતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સક્ષમ છે. આ પત્રમાં રહેલા મૂળ ભાવને સહેજે
ક્ષતિ પહોંચાડયા વગર વાચકો સુધી લઈ જવામાં અનુવાદક ઈશા કુન્દનિકા સફળ નીવડયા હોય
તેવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. એક વાકય : એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા
કરતાં નાપાસ થવામાં વધારે પ્રતિષ્ઠા છે. આ વાકયમાં રહેલો જીવનમાં સત્ય અને
ખુમારીથી જીવવાનો સંદેશ કેટલો બળવાન, ભાવુક અને અદકેરો
લાગે છે.
પાન
નં. ૧૬૧/૧૬૨ પરનો લેખકશ્રી ગુલાબદાસ બ્રોકર દ્વારા લિખિત સંક્ષિપ્ત લેખ : (પત્નીને
મશીન નથી બનાવવી) ખૂબ જ ચોટદાર રહયો. પત્નીને અર્ધાંગિની સમજનારા અને કહેનારા આપણે
જાણે - અજાણે પત્ની પ્રત્યે કૌટુંબિક ફરજનાં નામે, સારી
આગતા - સ્વાગતા અને લેટેસ્ટ મહેમાન નવાજીને નામે મીઠી ક્રૂરતા જ આચરતા હોઈએ એવા
સંજોગોમાં લેખક - સંપાદક અપાણને વાચકોને આ લેખ દ્વારા લાલબત્તી ધરી સચેત કરે છે, એમ જરૂર કહી શકાય.
આ
અને આવા અસંખ્ય સંક્ષિપ્ત લેખો વાચકો માટે ગાગરમાં સાગરની જેમ અમૂલ્ય વિચારોથી સભર
આ સંપાદન ગ્રંથથી સુલભ થયાં છે. ત્યારે આ અરધી સદીની વાચનયાત્રા થકી અરધી સદીનાં
સેંકડો નાનાં મોટાં કવિ લેખકોનાં વિવિધ પુસ્તકોમાં છપાયેલાં મોતીનાં દાણા જેવાં આ
વિચારમોતી વાચકો સુધી પહોંચાડવા બદલ સંપાદકશ્રીનો આભાર જ માનવો રહયો.
સમીક્ષા :
- રમેશચંદ્ર બીં પટેલ
મદદનીશ શિક્ષક
પ્રા. શાળા, નવાતરિયા
No comments:
Post a Comment