પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Tuesday, January 12, 2016

પ્રજ્ઞા : વાલીસભા અને સ્વઅધ્યયનપોથી નિદર્શન – ધોરણ – ૧ અને ૨

વાલીસભા અને સ્વઅધ્યયનપોથી નિદર્શન – ધોરણ – ૧ અને ૨    


ફેબ્રુઆરી માસમાં એક શનિવારે ધોરણ - ૩ થી ૮ નાં બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે પ્રજ્ઞાવર્ગનાં બાળકોની ત્રણે વિષયની સ્વઅધ્યયનપોથી ઉપરાંત પોર્ટફોલિયોનું નિર્દશન ગોઠવ્યું. આ દિવસનું દૃશ્ય તો હું કદી ભૂલીશ નહિં. આ દિવસે પ્રજ્ઞાનાં બાળકો એટલા ઉત્સાહિત હતાં કે સતત બે કલાકથી વધુ સમય તેઓ બેન્ચીસની સામે પોતાનાં કાર્યની પ્રસ્તુતિ માટે ઊભા રહયાં ! મારી સતત અપીલ અને બેસવાની સુવિધા છતાં બેસવાનું ન લીધું. આ દિવસે તેમનાં મોઢા પરનું હાસ્ય અને ખુમારી જોવા જેવાં હતાં. ધોરણવાર અને કતારબંધ એન્ટ્રી ગેટથી મોટાં બાળકો આવતાં જાય, સ્વઅધ્યયનપોથી ને પોર્ટફોલિયો જોતાં જાય, પ્રસંશા કરતાં જાય અને સંબધિત બાળકને હાથ મિલાવી, પીઠ થાબડી શુભેચ્છા પણ આપતાં જાય ! અને એકઝીટ ગેટથી બહાર નીકળતાં જાય. વાહ ભાઈ વાહ ! નાનાનું કામ આજે મોટાએ કુતૂહલપૂર્વક જોયું : પ્રજ્ઞાની જ કમાલ !  પ્રજ્ઞાનાં બાળકોનાં ઉત્સાહને વધારવા અને જોનારા બાળકોને પ્રેરિત થવાનો આ સરસ મોકો હતો. ગામમાં એક સુંદર મેસેજ આપોઆપ ઘર - ઘર સુધી પહોંચી ગયો. આચાર્યશ્રી  સહિત શિક્ષકોએ પણ ઊંડો રસ દાખવ્યો તે બદલ સૌનો હું આભારી છું.





No comments:

Post a Comment