બસ, જોયા જ કરું !
સાગર તટે ઊભી હું અફાટ જળને ને
ઘૂઘવતાં દરિયાને જોયા કરું !
મળે જો સાંન્નિધ્ય તારું બસ
રેતીમાં આંગળી ફેરવ્યા જ કરું !
ડૂબતો સૂરજ ને ઢળતી સાંજ જેમ
શરમનાં શેરડા લાલમલાલ
ક્ષિતિજે હોય અજવાળું કે અંધારું કુદરતને હું નિહાળ્યા જ કરું !
દરિયાનાં ખારાં જળને વીંટળાઇને
આવતો આ મીઠો વાયુ
પાલવ મારો વીંખાઇ જાય ને માથાનાં
વાળને હું પંપાળ્યા જ કરું !
ઉપર આકાશ મહીં ચમકે આ ચંદ્રમા
શીતળ એની ચાંદની
મળે જો સાંન્નિધ્ય તારું બસ
હાથમાં હાથ ઝાલી ઘૂમ્યા જ કરું !
આ નથી કંઇ માનવ તણો કોઇ ખેલ કરિશ્મા છે કુદરતનો
નભમંડળ મઢયું છે તારલાઓથી બસ, વિસ્મયથી નિહાળ્યા જ કરું !
ખારા
જળ પર જો આ તારાનો પ્રકાશ કેવો સુંદર રેલાયા કરે
મળે જો સાન્નિધ્ય તારું બસ અસ્તિત્વ મારું
હું જોયા જ કરું !
No comments:
Post a Comment