પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Thursday, January 14, 2016

જિલ્લાઓ અને તેનાં વિભાજન - સંવાદરુપે



પ્રજ્ઞા ધોરણ - નાં બાળકો દ્વારા પ્રાર્થનાસભામાં ઈતર પ્રવૃત્તિ અંતર્ગત રજૂ થયેલ કૃતિ
આપણું રાજય ગુજરાત અને તેનાં જિલ્લાઓ અને જિલ્લા વિભાજનની માહિતી  
પ્રાથમિક શાળા, માટીએડ તા. અંકલેશ્વર જિ. ભરૂચ

ખુશ્બુ -     અમે  ધોરણ  નાં  બાળકો  આજે  આપની  સમક્ષ  ઈતરપ્રવૃત્તિ રજૂ કરીએ છીએ.
     આજની ઈતરપ્રવૃતિમાં અમે આપણાં રાજય ગુજરાતનાં જિલ્લાઓ અને તેનાં
     વિભાજન થકી નવા બનેલા જિલ્લાઓ વિશેની માહિતી આપવા પ્રયત્ન કરીશું. તે   
 આપ સૌ શાંતિથી સાંભળશો.                                                                                                       
હર્ષ -      આપણાં રાજયની સ્થાપના પહેલી મે ૧૯૬૦ નાં રોજ થયેલી. આ સમયે આપણા  
          રાજય ગુજરાતનાં કુલ - ૧૭ જિલ્લા હતાં. જેની ગણતરી આ પ્રમાણે કરીએ.                                                         
હેમાની –   અમદાવાદજિલ્લો અને અમરેલી જિલ્લો એટલે બે.
તેજલ -    બનાસકાંઠા જિલ્લો - ભરૂચ જિલ્લો અને ભાવનગર જિલ્લો એટલે થયાં પાંચ.
દિવ્યા -    ડાંગ જિલ્લો - જામનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો એટલે થયાં આઠ.
ધરતી -    ખેડા જિલ્લો – કચ્છ જિલ્લો અને મહેસાણા જિલ્લો એટલે થયાં અગિયાર.
નિશા –     પંચમહાલ જિલ્લો - રાજકોટ જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો એટલે થયાં ચૌદ.
રિન્કુ -      સુરેન્દ્રનગર જિલ્લો - વડોદરા જિલ્લો અને સુરત જિલ્લો એટલે કુલ થયાં સત્તર.
ખુશ્બુ –     જોયું મિત્રો, સત્તર જિલ્લા યાદ રહ્યાં ને ! ચાલો ફરી એકવાર અમે બોલી જઈએ.
    તમે બધાં ગણજો...
કાજલ -    અમદાવાદ જિલ્લો, અમરેલી જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, ભરૂચ જિલ્લો,
    ભાવનગર જિલ્લો, ડાંગ જિલ્લો, જામનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લો,
ખુશ્બુ -     ખેડા જિલ્લો, કચ્છ જિલ્લો, મહેસાણા જિલ્લો, પંચમહાલ જિલ્લો, રાજકોટ જિલ્લો,
    સાબરકાંઠા જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, વડોદરા જિલ્લો અને સુરત જિલ્લો.    
    બરાબર ! ચાલો ત્યારે હવે આપણે જિલ્લા વિભાજન વિશે સમજીએ.
કાજલ -    ૧૯૬૪ માં ૧ જિલ્લો બન્યો ગાંધીનગર જિલ્લો એટલે થયાં અઢાર.
દિપીકા -   ૧૯૬૬ માં ૧ જિલ્લો બન્યો વલસાડ જિલ્લો એટલે થયાં ઓગણીસ.
ઉર્વશી -    ૧૯૯૭ માં ૫ નવા જિલ્લા બન્યા, આણંદ જિલ્લો - દાહોદ જિલ્લો – પોરબંદર
    જિલ્લો નવસારી જિલ્લો અને નર્મદા જિલ્લો એટલે થયાં ચોવીસ.  
હેમાની -   ૨૦૦૦ ની સાલમાં ૧ નવો જિલ્લો બન્યો પાટણ જિલ્લો એટલે થયાં પચીસ.
દિપીકા -   ૨૦૦૭ માં ૧ નવો જિલ્લો બન્યો તાપી જિલ્લો એટલે થયાં છવ્વીસ.
ધરતી -    ૨૦૧૩ માં ૭ નવા જિલ્લા બન્યાં એટલે થયાં તેંત્રીસ. બોટાદ જિલ્લો – ગીર
    સોમનાથ જિલ્લો - દેવભૂમિ દ્વારકા જિલ્લો અને મોરબી જિલ્લો.
દિવ્યા -    છોટા ઉદેપુર જિલ્લો - મહિસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લો. આમ, હાલમાં
    આપણાં રાજયનાં કુલ ૩૩ જિલ્લાઓ છે.
ખુશ્બુ -     મિત્રો, હવે આપણે જિલ્લા વિભાજન વધુ માહિતી મેળવીએ. ભાવનગર જિલ્લો
    અને અમદાવાદ જિલ્લામાંથી બોટાદ જિલ્લો બન્યો. તેવી રીતે અમદાવાદ અને
    મહેસાણા જિલ્લામાંથી ગુજરાતનું પાટનગર ગાંધીનગર જિલ્લો બન્યો.
હર્ષ -       મહેસાણા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લામાંથી પાટણ જિલ્લો બન્યો. સુરત
    જિલ્લામાંથી વલસાડ - તાપી અને નવસારી જિલ્લા બન્યાં.
તેજલ -    જૂનાગઢ જિલ્લામાંથી પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લો બન્યાં.
નિશા -     રાજકોટ - સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી મોરબી જિલ્લો બન્યો. તેવી
    રીતે જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ બન્યો.
રિન્કુ -      ખેડા જિલ્લામાંથી આણંદ અને મહિસાગર જિલ્લો બન્યો. અને પંચમહાલ
     જિલ્લામાંથી દાહોદ અને મહિસાગર જિલ્લો બન્યો.
ઉર્વશી -     ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો, સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અને
     વડોદરા જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લો બન્યો.
ખુશ્બુ -      જોયું મિત્રો, આમ ૨૦૧૩ થી આપણાં રાજયનાં નાનાં મોટાં મળી કુલ ૩૩ જિલ્લા
     છે. હા, પણ નવિનતાની વાત તો એ જ કે ઘણાં બધાં જિલ્લાનું વિભાજન થવા
     છતાં હજી ત્રણ જિલ્લા એવા છે કે જેનું વિભાજન થયું નથી.
દિવ્યા -     ૧. અમરેલી જિલ્લો ૨. ડાંગ જિલ્લો અને  ૩. કચ્છ જિલ્લો.
ખુશ્બુ –     મિત્રો, આપણા ગુજરાતનાં જિલ્લાઓ વિશેની માહિતી જાણવાની મઝા પડી ને !
     ચાલો ત્યારે..

બધા સાથે - આભાર ........ આવજો.........

No comments:

Post a Comment