સરનામું તારું મોકલાવ મને!
તું કયાં વસે હું નથી જાણતો, નથી તારું ઠામ ઠેકાણું
હું આવું તારી પાસે, સરનામું તારું મોકલાવ મને !
કહે છે હરિ તારા હજાર નામ, તેથી હું મુંઝાઉ છું
નક્કી નામ એક જ રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે મંદિરમાં ને કોઇ કહે
મસ્જિદમાં ?
તારું ઠેકાણું ચોકકસ રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે સ્થળમાં, કોઇ કહે પવન - પાણીમાં
રસ્તો લખીને રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે વેદ - ઉપનિષદમાં,
ને કોઇ કહે કુરાન
હું અલ્પ મતિ મુંઝાયો છું,
સરનામું તારું મોકલાવ
મને!
હું નથી સુદામા કે નગર તારું
શોધી શકું !
તું તો જીવમાત્રનો નાથ,
સરનામું તારું મોકલાવ
મને!
નથી તાંદુલ નથી ભાજી,
તને કેમ કરી શકું રાજી?
કહેવાય તું ભાવનો ભૂખ્યો,
સરનામું તારું મોકલાવ
મને!
હું ડૂબ્યો સંસાર સાગરે,
મારી નૈયા ભવપાર લગાવ
તું તારણહારો નાથ,
સરનામું તારું મોકલાવ
મને!
આ તો ભવભવની માયા,
અહીં માનવ હું છું
ભરમાયો
શોધે બધાં પત્થરમાં તને,
સરનામું તારું મોકલાવ
મને!
- રમેશ પટેલ
No comments:
Post a Comment