ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ [GEIC], ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ [GCERT] અને રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન – ભારતીય પ્રબંધન
સંસ્થાન – અમદાવાદ [RJMCEI
- IIM] નો
સહિયારો પ્રયાસ
મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે
વિષય : પ્રાર્થના પ્રોજેક્ટ [ ચાલો પ્રયત્ન માત્ર કરીએ ]
૧ નવતર
પ્રવૃત્તિનું નામ – પ્રાર્થના
પ્રોજેક્ટ (ચાલો પ્રયત્ન માત્ર કરીએ )
૨. કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો – તમારા
દ્વારા
૩. નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનું નામ – શ્રી
રમેશચંદ્ર બી. પટેલ
૪. નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનો ફોન નંબર - + 91 9426859056
૫. નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનું ઈ – મેલ – rameshchandra.patel1961@gmail.com
૬. શાળાનું સરનામું –
પ્રાથમિક શાળા, નવાતરીયા તા. અંકલેશ્વર જિ. ભરૂચ પીન નં. 393001
૭.
સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા -
આ
શાળામાં હું એપ્રિલ ૨૦૧૦માં આવ્યો. શાળામાં કુલ ૧૦ શિક્ષકો અને ૩૦૦થી વધારે
બાળકોની સંખ્યા હતી. શાળાનું બાહ્ય પર્યાવરણ રળિયામણું હતું, એ વાતાવરણથી હું વધુ
પ્રભાવિત થયો. કદાચ આ મારી એવી શાળા હતી કે
જ્યાં હું મારા નિવૃત્તિ પહેલાના થોડાંક વર્ષો ખર્ચી બાળકોનાં શૈક્ષણિક
પાસાને મજબૂત કરવા કંઈક વિશેષ યોગદાન આપી શકું. ખાસ કરીને અહીંના બાળકો જે
રીતે પ્રાર્થના કરતાં હતાં તે અને તેની સાથે જે રીતે અભ્યાસવર્તુળની રજૂઆત કરતાં
હતાં તે બધું જોતા આ બાળકોમાં મૌખિક અભિવ્યક્તિની નોધપાત્ર કચાશ જોવા મળી. ઉપલા
ધોરણનાં બાળકોમાં પણ આ ખામી જોતા પરિવર્તનની જરૂર જણાતી હતી. પ્રાર્થનાસંમેલનમાં
ખાસ્સો સમય ખર્ચ કરવા છતાં ધાર્યું પરિણામ મેળવી શકાયું નહોતું. બાળકોનાં ભણવાના
કલાકો પર અસર થતી હતી. મેં સૌથી
પહેલા શાળાના આચાર્યા મેડમને આ કચાશ
સંબધમાં વાતચીત કરી. મારા સ્વરચિત પ્રાર્થના સંમેલન વિષે માહિતી આપી આ પ્રાર્થના સંમેલન થકી ક્યા ક્યા કૌશલ્યોનો, મૂલ્યોનો વિકાસ કરી શકાશે, બાળકોની અભિવ્યક્તિ અને બાળકોનાં શિસ્તમાં કેવો સુધારો લાવી શકાશે
તે સમજાવ્યું. બીજી તરફ શાળાનો સમય ૧૦/૪૫
થી ૧૭/૦૦ કલાકનો છે. શિક્ષકો સમય કરતાં ૧૦ મિનિટ વહેલા આવી સફાઈને લગતાં પ્રાથમિક
કામ બાળકો સાથે રહી કરાવે છે. પ્રાર્થનાસંમેલનનો સમય સમયપત્રક અનુસાર ૧૦/૪૫
થી ૧૧/૦૫ એટલે કે ૨૦ મિનિટનો છે. ૨૦૦૬થી શાળાઓમાં ૧૮ મિનિટનાં યોગને
પ્રાર્થનાસભામાં સામેલ કરાયેલ છે. ૨૦ મિનિટનાં સમયગાળામાં ૧૮ મિનિટના યોગ પછી અભ્યાસવર્તુળને યોગ્ય ન્યાય ન મળી શકે તેવા સંજોગોમાં યોગ, પ્રાર્થના અને
અભ્યાસવર્તુળને ન્યાય આપવા શિક્ષકનાં પ્રયત્નથી
શું થઈ શકે ? તે ઉપરાંત પ્રાથમિક શાળાનાં બાળકો પ્રાર્થના કે
અભ્યાસવર્તુળનાં અનુભવથી વંચિત રહે એ કેમ ચાલી શકે ? આ બધી મૂઝવણનાં ઉકેલ
માટે એક એવા સંમેલનની જરૂરિયાત હતી કે
જેનાથી બાળકોમાં કૌશલ્યોનો વિકાસ પણ થાય શૈક્ષણિક કલાકોને હાની ન પહોંચે.
કેટલાક દિવસોની કેટલીક જહેમત બાદ સ્વયં
સ્ફૂરણાથી પ્રસ્તુત ઢાંચો બનાવ્યો. ૧૦/૩૦ કલાકે પ્રાર્થના શરૂ કરવા ૧૫ મિનિટ
વધારાની આપવા આચાર્ય અને શિક્ષકો સાથે મસલત કરી. આ રીતે ૩૫ મિનિટ પ્રાર્થનાસંમેલન
માટે મેળવી. સૌના ઉત્સાહ અને સહમતિથી
આ નવતર પ્રવૃત્તિનો શાળામાં અમલ
કર્યો. ૮. આપની નવતર પ્રવૃત્તિનું
શક્ય તેટલું વિગતવાર વર્ણન કરો. –
કોઈપણ પ્રાથમિક
શાળાનું પ્રાર્થનાસંમેલન એ જે તે શાળાની આરસી છે, કે જેમાં આચાર્ય સહિત શિક્ષકોની
પ્રતિભા સહજ રીતે ઝલકતી જોઈ શકાય. આયોજનબદ્ધ
પ્રાર્થનાસંમેલન અને તેમાં આચાર્ય સહિત તમામ શિક્ષકોની જીવંત ભાગીદારી પેલા
પ્રતિબિંબને વધારે તેજોમય અને ચકચકિત બનાવે છે. જો શિક્ષકો નિષ્ઠાભર્યો પ્રયત્ન
કરે તો આ પ્રાર્થનાસંમેલન બાળકોમાં જુદા જુદા પ્રકારની અભિવ્યક્તિના વિકાસ માટેનો એક મહત્વનો પ્રારંભિક પિરીયડ સાબિત
થઈ શકે. હકારાત્મક (POSITIVE)
વિચારસરણી આ પ્રોજેક્ટની સફળતા માટેની પ્રથમ શરત છે. આ આયોજનની પૂર્વ તૈયારી
રૂપે મારા આયોજન મુજબનું આકર્ષક બોર્ડ પાકા કલરથી પેઈન્ટ કરાવ્યું. ઉપલા
ધોરણના અને પ્રાર્થના સમિતિના બાળકોને
કેટલીક તાલીમ આપી. વર્ગ દીઠ ફરી નામો નોંધવા ,જોડણીની ચકાસણી કરવી, નામો બોર્ડ પર
કૃતિની સામે રોજ લખવા, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવું વગેરે બાબતની સમજ આપી. સપ્તાહની તમામ પ્રાર્થના નવી પસંદ કરી શિક્ષિકા
બહેનોની મદદથી રાગ ઢાળ શીખવ્યાં. પ્રાર્થના સંમેલનની પૂર્વતૈયારીની આ કામગીરી
કરતાં શેક્ષણિક સમયનો ક્યારેય બગાડ ન થાય તેની કાળજી મેં લીધી. આયોજનની સંપૂર્ણ
સમજ શાળાના બાળકો સહિત શિક્ષકોને પણ આપી. લોબીમાં સ્થાયી રહી શકે તેવી રીતે માઈક
સીસ્ટમની વ્યવસ્થા ગોઠવી ધોરણ ૧ થી ૮ સુધીનાં તમામ બાળકો માઈકનો ઉપયોગ કરી શકે તેવી
સગવડ ઊભી કરી. બાળકો ૧ થી ૫ અને ૬ થી ૮
અલાયદા બેસે (લોબીમાં આજુબાજુ) વચ્ચે શિક્ષકો અને પ્રાર્થના સમિતિના વિદ્યાર્થી /
વિદ્યાર્થીનીઓ, વાજિંત્રો વગાડનાર બાળકો બેસે તેવી સગવડ ઊભી કરી. આજની કૃતિ રજુ કરનાર
બાળકો બંને વિભાગમાંથી આગળ જ બેસે તેવું નક્કી કર્યું. પ્રા. સંમેલન બોર્ડની
જગ્યા, કૃતિ રજુ કરનાર બાળકોની જગ્યા, કૃતિ રજુ કરવા માટેની જગ્યા નિયત કરી. સમાચાર વાચનમાં નકારાત્મક સમાચાર ન
આવે તેવી અને વાંચવાની પદ્ધતિની સમજુતી આપી. આ ફેરફાર બાદ આ નવતર પ્રયોગ ચાલો પ્રયત્ન માત્ર કરીએ થીમ
આધારિત આ પ્રાર્થનાસંમેલનનો અમલ શાળામાં શરૂ કર્યો.
પ્રાર્થનાસંમેલન
બોર્ડનું સ્વરૂપ
૦૦ વાર ચાલો પ્રયત્ન માત્ર કરીએ તા. ૦૦/૦૦ /૦૦૦૦
આજનું
પ્રાર્થના સંમેલન
ક્રમ
|
કૃતિનું નામ
|
રજુ કરનાર
વિદ્યાર્થીનું નામ
|
ધોરણ
|
૧
|
માતૃવંદના
|
સમુહમાં
|
-
|
૨
|
ઓમકાર ગુંજન
|
સમુહમાં
|
-
|
૩
|
મૌન – ધ્યાન
|
સમુહમાં
|
-
|
૪
|
પ્રાર્થના
|
પ્રાર્થના સમિતિના
વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ
|
-
|
૫
|
ધૂન
|
પ્રાર્થના સમિતિના
વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ
|
-
|
૬
|
પ્રજ્ઞાગીત (પ્રજ્ઞા
અભિગમપ્રોજેક્ટ ટાઈટલ ગીત)
|
પ્રાર્થના સમિતિના
વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ
|
-
|
૭
|
યોગ – પ્રાણાયામ –
મુદ્રા - આસન
|
@
|
|
૮
|
સુવિચાર
|
@
|
|
૯
|
પંચાંગ
|
@
|
|
૧૦
|
સમાચાર
|
@
|
|
૧૧
|
જન્મદિનની ઉજવણી
|
@
|
|
આજનું ગુલાબ
|
@
|
||
૧૨
|
ઘડીયાગાન
|
@
|
|
૧૩
|
બાળગીત
|
@
|
|
૧૪
|
જાણવાજેવું
|
@
|
|
૧૫
|
કાવ્યગાન
|
@
|
|
૧૬
|
પ્રશ્નોત્તરી
|
@
|
|
૧૭
|
મૌખિક અભિવ્યક્તિ
|
@
|
|
૧૮
|
બાળવાર્તા (અભિનય)
|
@
|
|
૧૯
|
સુવાચન
|
@
|
|
૨૦
|
અર્થ વિસ્તાર
|
@
|
|
૨૧
|
ઈતરપ્રવૃત્તિ
|
@
|
|
૨૨
|
શિક્ષક સુવાસ
|
@
|
|
૨૩
|
શાળાગીત
|
સમુહમાં
|
|
૨૪
|
પ્રતિજ્ઞાપત્ર
|
સમુહમાં
|
|
૨૫
|
રાષ્ટ્રગીત
|
સમુહમાં
|
@ ખાલી ખાનામાં દૈનિક નોધ મુજબ વિદ્યાર્થીઓનાં નામો તેના ધોરણ સહિત
હવે પછીના આયોજન મુજબ દરરોજ લખાશે અને
બદલાશે.
આજનું
પ્રાર્થના સંમેલન ચાલો પ્રયત્ન માત્ર કરીએ
ક્રમ
|
કૃતિનું નામ
|
કૃતિ રજુ કરનારની માહિતી
|
કયા દિવસે
|
કયા ક્રમે રજુ થશે ?
|
૧
|
માતૃવંદના
|
સમુહમાં
|
દરરોજ
|
---
|
૨
|
ઓમકાર ગુંજન
|
સમુહમાં
|
દરરોજ
|
ઢોલકની થાપ આપી
ત્રણ વખત ઓમકાર નાદ
|
૩
|
મૌન – ધ્યાન
|
સમુહમાં
|
દરરોજ
|
ધ્યાનની સ્થિતિમાં
બે મીનીટનું મૌન
|
૪
|
પ્રાર્થના
|
પ્રાર્થના સમિતિના
બાળકો (૫થી૮)
|
દરરોજ
|
શાળાનાં પ્રા.
સંમેલનના આયોજન મુજબ
|
૫
|
ધૂન
|
પ્રાર્થના સમિતિના
બાળકો (૫થી૮)
|
દરરોજ
|
શાળાનાં પ્રા.
સંમેલન ના આયોજન મુજબ
|
૬
|
પ્રજ્ઞાગીત
|
પ્રાર્થના સમિતિના
બાળકો (૫થી૮)
|
દરરોજ
|
દરરોજ
|
૭
|
યોગ/પ્રાણાયામ/
મુદ્રા / આસન
|
રોજ ધો. ૬,૭ અને
૮ના પસંદ કરેલા બાળકો (મોડ્યુલ મે ૨૦૦૬ નાં આધારે)
|
દરરોજ
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૮
|
સુવિચાર
|
રોજ ધોરણ – ૧ અને
૨નાં બાળકો
|
દરરોજ
|
ધોરણ ૨ થી ઊતરતા
ક્રમે
|
૯
|
પંચાંગ
|
ધોરણ – ૩ અને ૪
નાં બાળકો
|
દરરોજ
|
ધોરણ ૪ થી ઊતરતા
ક્રમે
|
૧૦
|
સમાચાર
|
ધોરણ – ૬, ૭ અને ૮
નાં બાળકો
|
દરરોજ
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૧૧
|
જન્મદિનની ઉજવણી
આજનો દિપક
|
પ્રાર્થના સમિતિના
બાળકો શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા
|
કોઈપણ બાળકનો
જન્મદિન હોય ત્યારે
|
વર્ગમાં રાખેલ
બર્થ ડે કેલેન્ડર નાં આધારે
|
૧૧/૧
|
આજનું ગુલાબ
|
કોઇપણ વર્ગમાંથી સ્વચ્છતાની રીતે સરસ તેયાર થઇને
આવેલ બાળક
|
દરરોજ
|
ધોરણ ૧ થી ચડતા ક્રમે
|
૧૨
|
ઘડીયાગાન
|
ધોરણ – ૩ અને ૪
નાં બાળકો
|
દર સોમવાર અને
ગુરુવારે
|
ધોરણ ૪ થી ઊતરતા
ક્રમે
|
૧૩
|
બાળગીત
|
ધોરણ – ૧, ૨ અને ૩
નાં બાળકો
|
દર મંગળવાર અને
શુક્રવારે
|
ધોરણ ૩ થી ઊતરતા
ક્રમે
|
૧૪
|
જાણવાજેવું
|
ધોરણ – ૫,૬,૭ અને
૮ નાં બાળકો
|
દર સોમવાર અને
ગુરુવારે
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૧૫
|
કાવ્યગાન
|
ધોરણ – ૪,૫,૬,૭
અને ૮ નાં બાળકો
|
દર બુધવાર અને
શનિવારે
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૧૬
|
પ્રશ્નોત્તરી
|
ધોરણ – ૫,૬,૭ અને
૮ નાં બાળકો
|
દર બુધવાર અને
શનિવારે
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૧૭
|
મૌખિક અભિવ્યક્તિ
$
|
ધોરણ – ૫,૬,૭ અને
૮ નાં બાળકો
|
દર શુક્રવાર
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૧૮
|
બાળવાર્તા (અભિનય)
|
ધોરણ – ૨,૩ અને ૪
નાં બાળકો
|
દર મંગળવાર
|
ધોરણ ૪ થી ઊતરતા
ક્રમે
|
૧૯
|
સુવાચન
|
ધોરણ – ૪,૫,૬,૭
અને ૮ નાં બાળકો
|
દર સોમવાર અને
ગુરુવારે
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૨૦
|
અર્થ વિસ્તાર
|
ધોરણ – ૫,૬,૭ અને
૮ નાં બાળકો
|
દર શનિવાર
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૨૧
|
ઈતરપ્રવૃત્તિ $
|
ધોરણ – ૧ થી ૮નાં
બાળકો
(કૃતિ માટે તૈયાર
કરેલા)
|
દર બુધવાર
|
ધોરણ ૮ થી ઊતરતા
ક્રમે
|
૨૨
|
શિક્ષક સુવાસ
|
આચાર્યશ્રી સહિત
તમામ શિક્ષકો
|
દર મંગળવાર અને
શુક્રવારે
|
સિનીયોરીટીનાં ચઢતા ક્રમે
|
૨૩
|
શાળાગીત
|
સમુહમાં
|
દર ગુરુવારે
|
સમુહમાં
|
૨૪
|
પ્રતિજ્ઞાપત્ર
|
રોજ સમુહમાં
(ક્રમશઃ ત્રણ ભાષામાં – ગુજરાતી,હિન્દી,અંગ્રેજી)
|
દરરોજ
|
દર ૧ લી અને ૧૫ મી તારીખે ભાષા બદલવી.
|
૨૫
|
રાષ્ટ્રગીત
|
રોજ સમુહમાં
|
દરરોજ
|
સમુહમાં
|
# આ
પ્રાર્થના સંમેલન પરિક્ષા સમય કે એવા બીજા અનિવાર્ય સંજોગો વખતે ટૂંકાવવું હોય
ત્યારે તેને ૩,૪,૫,૬, કે ૭ મી
કૃતિથી ટૂંકાવી સમય બચાવી શકાય.
દૈનિક
ટાઈમ ટેબલ અને વાર મુજબ કૃતિ
અઠવાડિક કૃતિ વર્ગીકરણ અને ધોરણવાર ભારણ
ક્રમ
|
સોમવાર
|
મંગળવાર
|
બુધવાર
|
ગુરુવાર
|
શુક્રવાર
|
શનિવાર
|
અઠવાડિક કૃતિ વર્ગીકરણ
|
ધોરણવાર પ્રાધાન્ય
|
૧
|
યોગ
|
યોગ
|
યોગ
|
યોગ
|
યોગ
|
યોગ
|
યોગ --------૬
|
ધોરણ – ૧ -૩
|
૨
|
સુવિચાર
|
સુવિચાર
|
સુવિચાર
|
સુવિચાર
|
સુવિચાર
|
સુવિચાર
|
સુવિચાર --- ૬
|
ધોરણ – ૨ – ૪
|
૩
|
પંચાંગ
|
પંચાંગ
|
પંચાંગ
|
પંચાંગ
|
પંચાંગ
|
પંચાંગ
|
પંચાંગ ----- ૬
|
ધોરણ – ૩ - ૫
|
૪
|
સમાચાર
|
સમાચાર
|
સમાચાર
|
સમાચાર
|
સમાચાર
|
સમાચાર
|
સમાચાર --- ૬
|
ધોરણ – ૪ – ૬
|
૫
|
જ.દિનની ઉજવણી
|
જ.દિનની ઉજવણી
|
જ.દિનની ઉજવણી
|
જ.દિનની ઉજવણી
|
જ.દિનની ઉજવણી
|
જ.દિનની ઉજવણી
|
જ.દિનની ઉજવણી ૬
|
ધોરણ – ૫ – ૭
|
૬
|
ઘડિયાગાન
|
-
|
-
|
ઘડિયાગાન
|
-
|
-
|
ઘડિયાગાન – ૨
|
ધોરણ – ૬ – ૯
|
૭
|
-
|
બાળગીત
|
-
|
બાળગીત
|
-
|
જાણવાજેવું – ૨
|
ધોરણ – ૭ – ૯
|
|
૮
|
જાણવાજેવું
|
-
|
જાણવાજેવું
|
-
|
-
|
કાવ્યગાન --- ૨
|
ધોરણ – ૮ – ૯
|
|
૯
|
-
|
-
|
કાવ્યગાન
|
-
|
-
|
કાવ્યગાન
|
પ્રશ્નોત્તરી ----
૨
|
-
|
૧૦
|
-
|
-
|
પ્રશ્નોત્તરી
|
-
|
-
|
પ્રશ્નોત્તરી
|
મૌખિક અભિવ્યક્તિ –
૧
|
-
|
૧૧
|
-
|
-
|
-
|
-
|
મૌખિક અભિવ્યક્તિ
|
-
|
બાળવાર્તા – ૧
(અભિનય)
|
-
|
૧૨
|
-
|
બાળવાર્તા
|
-
|
-
|
-
|
-
|
સુવાચન ---- ૨
|
-
|
૧૩
|
સુવાચન
|
-
|
-
|
સુવાચન
|
-
|
-
|
અર્થ વિસ્તાર—૧
|
-
|
૧૪
|
-
|
-
|
-
|
-
|
-
|
અર્થ વિસ્તાર
|
ઈતરપ્રવૃત્તિ – ૧
|
-
|
૧૫
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
શિક્ષકસુવાસ – ૨
|
-
|
૧૬
|
-
|
શિક્ષક સુવાસ
|
ઈતર પ્રવૃત્તિ
|
-
|
શિક્ષક સુવાસ
|
-
|
-
|
-
|
$ મૌખિક
અભિવ્યક્તિ – બાળકને આવડતું હોવાની શિક્ષકની પ્રતીતિ છતાં
તે અપેક્ષા મુજબ વર્ગમાં અભિવ્યક્ત થતાં નથી અથવા થઈ શકતાં નથી. જો થતું હોય તો
અપેક્ષિત અને યોગ્ય શબ્દો સાથેનું પ્રત્યાયન નથી હોતું. ક્યારેક શિક્ષક પોતાની
ધીરજ અને શ્રદ્ધા ગુમાવી આગળ નીકળી જાય ત્યારે બાળક પાયાનાં ખ્યાલોથી વંચિત રહી
જાય છે. અભિવ્યક્તિની આ ખોટ પૂરવા વર્ગખંડમાં સમયને અભાવે બાળકને પૂરતો ન્યાય મળતો
નથી. પરિણામે કઈક ખૂટતું હોવાનો અહેસાસ શિક્ષકને પણ થાય છે. ભાષા સમૃદ્ધિનો વિકાસ
વાચન, શ્રવણ અને મનન થકી થાય છે. વાંચવું પૂરતું નથી, સાંભળવું પર્યાપ્ત નથી પણ વાંચેલું
અને સાંભળેલું વાગોળવું મહત્વનું છે. વર્ગમાં મુખરવાચન, કથન અને લેખન પ્રવૃત્તિ
ઘટતી જાય છે ત્યારે બાળકને જાહેરમાં અભિવ્યક્ત થવાનો મોકો મળે અને અવિરતપણે મળતો
રહે તે હેતુથી પ્રાર્થના સંમેલનની આ કૃતિ અંતર્ગત – જનરલ નોલેજ માહિતી, દિનવિશેષ,
તહેવાર વર્ણન, સ્થળ વર્ણન, પ્રવાસ વર્ણન, વ્યક્તિવિશેષ પરિચય, આદર્શ વ્યકિતત્વનું
જીવનકવન, સાક્ષરી વિષયને લગતા મુદ્દાઓ વગેરે વકતૃત્વને લગતી બાબતો માટે બાળકોને
વર્ગખંડમાં તેયાર કરવા કોશિષ કરી.
$ ઈતર
પ્રવૃત્તિ – જે બાબતો સમયને કરકસરને કારણે આયોજનમાં
સમાવિષ્ટ નથી પ્રાથમિક ક્ક્ષાનાં બાળકોમાં તે વિકસાવવી જરૂરી છે, તેને આ વિભાગમાં
સમાવી લીધી. જેવી કે – ભજન, દુહા છંદ, અભિનયગીત,વેશભૂષા, નાટક – નાટિકા, પ્રહ્સન,
એકપાત્રીય અભિનય, સંવાદ, જોડકણા, ઉખાણાં, સ્વાગતગીત, દેશભક્તિગીત, સમૂહગાન,
લગ્નગીત, વિવિધ નૃત્યપ્રકારો, મોડ્યુલગીતો, ઋતુગીતો, પાત્રપરિચય, લોકગીત,
લોકવાર્તા, વિદાયગીત, કવ્વાલી, નિબંધકથન વગેરે બાબતોનો અમલ કર્યો.
આ રીતે આ નવતર પ્રયોગ લાગુ પાડવામાં અને
તેનાથી બાળકોમાં અપેક્ષિત મૂલ્યોનો વિકાસ કરવામાં મને સફળતા મળી છે.
૯. નવતર
પ્રવૃત્તિનાં અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?
શાળામાં એક વર્ષનાં આ નવતર પ્રયોગના
અમલ થકી બાળકોમાં જે પરિવર્તન જોવા મળ્યું તેના પ્રતિભાવો આચાર્ય તરફથી વારંવાર
મળ્યાં. તે ઉપરાંત સીઆરસી કો.ઓ., કેળવણી નિરિક્ષકશ્રી સાહેબ, મુલાકાતીઓ, વાલીઓ –
ગ્રામજનો, શિક્ષકો, તાલુકાની ઘણી બધી શાળાનાં આચાર્યો અને શિક્ષકો આમ, અનેકોએ આ
પ્રયોગની સફળતાની નોધ લીધી છે. આ પ્રાર્થના સંમેલન શાળાની યશકલગી સમાન છે. શાળાની
આકસ્મિક મુલાકાતે આવ્યા હોય તેવા મહાનુભાવોએ આ બહુવિધ પ્રતિભા ધરાવતાં સંમેલનની
અને તેનાથી બાળકો પર થતી હકારાત્મક અસરોના હમેશાં વખાણ કર્યા છે.
૧૦. આપે
કરેલા પ્રયત્નોને આધારે કેવા પ્રકારનાં પરિણામો આપે પ્રાપ્ત કર્યાં ?
1.
આ
પ્રાર્થના સંમેલનના અમલ બાદ શાળાનાં બાળકોનાં શિસ્તમાં નોધપાત્ર ફેરફાર (સુધારો)
જણાયો.
2.
વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી સહજ રીતે મૌખિક
અભિવ્યક્તિ કરતાં થયાં.
3.
નાટક,
સંવાદ,અભિનયગીત, કાવ્યગાન જેવી કૃતિ માટે સામુહિક રીતે તેયારી કરી સારી અભિવ્યક્તિ
માટે જૂથમાં મહેનત કરતાં થયાં.
4.
ઈતરપ્રવૃત્તિ એક એવો રસપ્રદ વિષય બન્યો કે જેમાં
બાળકોએ પોતાના ધોરણમાંથી સર્વોત્તમ કૃતિ રજુ કરવા સ્પર્ધાત્મક રીતે મહેનત કરી
હમેશાં બહેતર કરવા પ્રયત્ન કર્યો.
5.
કૃતિની
તેયારી માટે તેઓ રીશેષના સમયનો પણ રીહર્સલ કરવામાં ઉપયોગ કરવા લાગ્યા. એ રીતે તેઓ સમયનું
મુલ્ય પણ સમજતા થયાં.
6.
વિદ્યાર્થીઓનાં શબ્દભંડોળમાં વધારો થયો અને પ્રાદેશિકતાની
અસરો પર અંકુશ જણાયો.
7.
વિદ્યાર્થીઓને ધોરણ – ૧ થી જ માઈક ઉપર નિસંકોચ
બોલવાનો મહાવરો થયો.
8.
વિદ્યાર્થીઓ પોતાની કૃતિની સારી રજૂઆત માટે
વર્તમાનપત્રો, સામયિકો, વાર્તાનાં પુસ્તકો જેવાં સંદર્ભ
સાહિત્યનો
ઉપયોગ કરતાં થયાં.
9.
બાળકો
નાટક, ગીત, અભિનયગીત, સંવાદની રજૂઆત કરવા નાના ધોરણથી જ તૈયાર થાય છે.
10.
બાળકો
અભ્યાસ પ્રત્યે અભિમુખ થાય છે. બાળકોમાં ટીમવર્કથી કામ કરવાની ભાવના વિકસિત થાય
છે.
11.
બાળકો
સાહિત્ય, કળાથી અભિમુખ થાય છે.
12.
શિક્ષક
સુવાસનાં સ્પર્શથી શિક્ષકો વધુ સજ્જ અને જાગરુક બન્યા. તેઓ પણ સારી અભિવ્યક્તિની
શોધખોળ માટે સંદર્ભ સાહિત્યનાં ઉપયોગ કરવા તરફ વળ્યાં.
13.
બાળકોનાં
સ્વભાવમાં પરિવર્તનનો અહેસાસ થયો.
આપે હાથ
ધરેલ પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે?
આ
પ્રવૃત્તિનો અમલ શાળામાં હાલ ચાલુ છે. બાળકો તથા શિક્ષકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે.
આ નવતર
પ્રવૃત્તિ
હવે શાળાની ઓળખ બની ગઈ છે. બીજી શાળાઓએ પણ તેને અપનાવી છે.
નવતર પ્રવૃત્તિને લગતાં ફોટોગ્રાફ્સ : પ્રાર્થના
સંમેલન
આ પ્રયોગ તા. ૧૩/૦૭/૨૦૧૩ ને શનિવારનાં રોજ ઓનલાઈન સબમીટ કર્યો. ફોટોગ્રાફ્સ અપલોડ કરી મોકલેલ છે.
હાર્ડકોપી બીઆરસી સેન્ટર અંકલેશ્વર માં જમા કરાવી.
No comments:
Post a Comment