ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ [GEIC], ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ [GCERT] અને રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન – ભારતીય પ્રબંધન
સંસ્થાન – અમદાવાદ [RJMCEI
- IIM] નો
સહિયારો પ્રયાસ
મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે
વિષય : અક્ષર સુધારણા
પ્રોજેક્ટ [મોતીનાં દાણા]
નવતર
પ્રવૃત્તિનું નામ અક્ષર સુધારણા પ્રોજેકટ
કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો ✓
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનું નામ શ્રી રમેશચંદ્ર બી. પટેલ
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનો ફોન નંબર ૯૪૨૬૮૫૯૦૫૬
શાળાનું
સરનામું પ્રાથમિક શાળા નવાતરિયા, તા. અંકલેશ્વર જિ. ભરૂચ પીનકોડ - ૦૦૦૦૦૦
સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં –
આ
શાળામાં હું એપ્રિલ - ૨૦૧૦ માં આવ્યો.
શાળામાં કુલ ૧૦ શિક્ષકો અને ૩૦૦ થી વધારે બાળકોની સંખ્યા હતી. શાળાનું બાહય
પર્યાવરણ રળિયામણું હતું. એ વાતાવરણથી હું પ્રભાવિત થયો. કદાચ તે મારી એવી ઈચ્છિત
શાળા હતી કે જયાં હું મારાં નિવૃત્તિ પહેલાંનાં થોડાંક વર્ષો ખર્ચી બાળકોનાં
શૈક્ષણિક પાસાને મજબૂત કરવા કંઈક યોગદાન આપી શકું. ખાસ કરીને શાળાના બાહય
પર્યાવરણને જોતાં આ બાળકોમાં લેખન, વાચન અને ગણનમાં સવિશેષ કચાશ લાગી. મને ગુજરાતી વિષયમાં સવિશેષ રસ હોવાથી મેં
અક્ષર સુધારણા અને વાચન પર કામ કરવા વિચાર્યું. આ નવતર પ્રવૃત્તિ માટે મેં જૂન -
૨૦૧૦થી ધોરણ - ૧ લેવાનું પસંદ કર્યું, કે
જેથી
હું એનું અપેક્ષિત પરિણામ મેળવી શકું અને ઉત્તરોત્તર એને વર્ગબઢતીનાં ધોરણે આગળ
વધારી ધોરણ - ૪ સુધી એ પ્રયોગ એનાં એજ બાળકો પર અજમાવી શકું.
આપની નવતર પ્રવૃત્તિનું શકય હોય
તેટલું વિગતવાર વર્ણન કરો -
ધોરણ - ૧ નાં બાળકો ગુજરાતી
લેખનમાં અક્ષરોનાં મરોડ શીખે અને વાચનમાં મૂળાક્ષરની ઓળખ મેળવે ત્યાંથી શરૂ કરી
વર્ગનાં કુલ - ૪૨ બાળકો માટે વ્યકિતગત ધ્યાન આપી લેખન અને વાચનનો પાયો મજબૂત કરવા
આરંભથી પ્રયત્ન કર્યો. લેખનમાં મૂળાક્ષરો લખવાની સાચી પદ્બતિ, પૂર્ણ મરોડ, સતત ડબલ લીટીમાં લખાવવાનો મહાવરો અને સાથે
ક્રમશઃ મૂળાક્ષરની ઓળખ આ પાયાની બાબતોને સતત લક્ષમાં રાખી અધ્યાપન કાર્ય કર્યું.
તમામ બાળકોની પ્રગતિની વ્યકિતગત નોંધ રાખી, જેથી જે તે બાળકની કચાશ ઉપર વ્યકિતગત ધ્યાન
આપી પ્રથમ નિદાન અને પછી ઉપચારાત્મક કાર્ય થઈ શકે. આમ
કરવાથી વર્ષનાં પ્રથમ સત્રમાં મને ૬૦ થી ૭૦% બાળકોનાં લેખન અને ૫૦ થી ૬૦% બાળકોનાં
વાચન પર કક્ષાને અનુરૂપ અસર અજમાવવામાં
સફળતા મળી. આ પ્રયત્નો દરમ્યાન વાલીસંપર્ક અને વાલીસંમેલન, વિવિધ ઉત્સવ ઉજવણીઓ, ગામનાં તહેવારો અને સામાજિક પ્રસંગો દ્વારા લોકસંપર્ક સઘન બનાવ્યો. આ બધાં પ્રયોગોની પણ ધીમી ગતિએ અસર થતી મેં
અનુભવી છે.
વર્ષ-૨૦૧૧માં શાળામાં ધોરણ ૧ અને ૨ માં
પ્રજ્ઞા અભિગમની શરૂઆત થઈ. આ નવીન અભિગમથી મને મારા કાર્ય અને મારી કલ્પેલી
સિદ્બિઓને હાંસલ કરવા વધુ સુવિધા મળી. આ અભિગમનો લાભ લઇ મેં જૂથ પદ્બતિ અને
વ્યકિતગત સમજથી બાળકોની નજીક જઇ શીખવવાની શરૂઆત કરી. પ્રજ્ઞા ની જ મેથડ અપનાવી
તેની સાથે મારા પ્રજ્ઞાનાં અનુભવોને જોડયાં. લેખનમાં મેં ધોરણ - ૧ માં મૂળાક્ષરોની
પૂરતી કાળજી લીધી હોવાથી, મૂળાક્ષરોનાં
વળાંકો માન્ય પદ્બતિ અનુસાર શીખવાડયા હોવાથી, સતત ડબલ લીટીમાં લખાવવાનો મહાવરો કરાવેલ
હોવાથી અને સહુથી મહત્વની વાત સ્લેટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરાવેલ હોવાથી ધોરણ -
૨માં લેખનકાર્યમાં મને વિશેષ સફળતા મળી. ભાષાશિક્ષણને વધુ મજબૂત, સુદૃઢ અને નમૂનેદાર બનાવવા મેં પ્રજ્ઞાશિક્ષક
તરીકે મારા બાળકો પર પાયાથી જ સવિશેષ ધ્યાન આપ્યું છે. જેમ કે - શુદ્બ
ઉચ્ચાર, શુદ્બ
લેખન, પૂર્ણ મરોડવાળા અક્ષર, અતૂટ વાચન પદ્બતિ ( તૂટક તૂટક નહીં ), ક્રમશઃ
અભ્યાસક્રમ મુજબ આવતા જતાં બધાંજ જુદા જુદા ચિહ્નોની કક્ષા મુજબ ઓળખ અને
તેનો વાચન - લેખનમાં સમુચિત ઉપયોગ, લેખન પદ્બતિમાં ડબલ લીટીની નોટ અને
સિંગલલીટીની નોટનો ઉપયોગ, નાની
હ્સ્વ ઇ, મોટી
હ્સ્વ ઇ, દીર્ઘ ઈ, હ્સ્વ ઉ, દીર્ઘ ઊ, એક માત્રા, બે માત્રા
વગેરે યોગ્ય રીતે જ કઢાવવાની વિશેષ ઝુંબેશ, તેમજ
વાકય કે ફકરાલેખનની સમજ, પુસ્તક
પકડવાની સાચી રીત વગેરે વગેરે... આ ઉપરાંત લેખનમાં લખતી વખતે મૂળાક્ષરને સાચી
દિશામાં આપવાનાં મરોડ તરફ મેં સવિશેષ લક્ષ આપવા કોશિષ કરી છે. તેમાં ખાસ કરીને - ક્ષ, જ્ઞ, ઝ, ઢ, ઠ, ધ, શ્ર, દ્ર, ણ
તથા દ્ઘ, શ્ચ, સ્ત્ર, ૠ, હૃ, દ્મ, દૃ, રૂ , રુ
સાથે ર
કારવાળા શબ્દો (સર્વ, વૃતાંત, પ્રણામ, ટ્રેન, ચંદ્ર,) તથા જોડાક્ષર (અડધા તેમજ આખા અક્ષરવાળા -
દા.ત. બચ્ચું, નક્કર, પટ્ટો, મુઠ્ઠી) નો સમાવેશ થાય છે.
પ્રજ્ઞાવર્ગનાં બાળકોને શરૂઆતથી જ એકમાત્ર
ડબલ લીટીમાં (ઉપર નીચે અડીને) લખવાની ટેવ પાડી હોવાથી વર્ષાન્તે વર્ગનાં બધાં જ
બાળકોનાં હસ્તાક્ષરમાં નોંધપાત્ર સુધારો જણાયો છે. આ ઉપરાંત, આગળનાં ધોરણમાં સિંગલલીટીનો વ્યવસ્થિત ઉપયોગ
કરી શકે તે હેતુથી સાથોસાથ લીટીને અડીને
પરંતુ લીટીની નીચે લખવાની પદ્બતિનો પણ મહાવરો કરાવેલ છે. જેને મારાં બાળકો
લટકાવેલા અક્ષર ની સંજ્ઞાથી ઓળખે છે. નાનાં બાળકોમાં પ્રારંભિક તબક્કે વાકય અને
ફકરા લેખન લખવાની સાચી ટેવ પાડવી એક મહેનત
અને ભારે ધીરજ માંગી લેતું કામ છે. બાળકો બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખતાં નથી, લીટી બદલવામાં સાહજિક ભૂલ કરે છે., કયારેક અધૂરી લીટી નોટમાં છોડે તો કોઇ બાળકો
પુસ્તકની લીટી જ અધૂરી છોડી દેતાં હોય છે.
અહીં શિક્ષકની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. આ જગ્યા પર જયારે તેને વ્યકિતગત
માર્ગદર્શન નથી મળતું ત્યારે એ બાળક સતત એ ભૂલ આગળ પણ કરતું જ રહે છે. પરિપકવ
થયેલી આ ભૂલને નિવારવી અત્યંત કઠિન બને છે. વળી, આ ભૂલ કાળા પાટિયા પર સામૂહિક રીતે સમજાવવા
કરતાં જૂથમાં વ્યકિતગત રીતે સમજાવવાનાં મારા સ્વાનુભાવનું મને ખૂબજ સારું પરિણામ
મળ્યું છે. (આભાર પ્રજ્ઞા !) મેં આ ભૂલ અટકાવવા જૂથ દીઠ અથવા બાળક દીઠ ખૂબ જ કાળજી લઇ મારી રીતનો એક અસરકારક પ્રયત્ન કર્યો છે.
ખાસ કરીને વાકય લખતી વખતે બે શબ્દો વચ્ચે અંતર રાખવામાં ભૂલ કરતાં શેષ બાળકોમાં એક
શબ્દ લખાયા બાદ ડાબા હાથની ટચલી આંગળી મૂકી ચોક્કસ અંતરે લખવાની ટેવનો પ્રયોગ લઇ મારી રીતનો એક અસરકારક પ્રયત્ન કર્યો છે. જેનું પણ મને સારું પરિણામ મળી રહયું છે. આ ઉપરાંત ફકરાની સમજ, ફકરાબંધ લખવાની પદ્બતિ માટે વ્યકિતગત સમજ આપવા
પણ ઠીકઠીક પ્રયત્ન કર્યો છે.
પ્રજ્ઞા
અભિગમ અનુસાર કામ કરતાં જે અનુભવો વિશેષ રીતે સ્પર્શી ગયાં તેમાં ભાષા પરની ઝડપી
પકડ, શબ્દભંડોળ, શબ્દ પરથી
વાકયો બનાવવાનો સતત મહાવરો,
ચિત્રવર્ણન કરવાનો મહાવરો, શબ્દાર્થ, સમાનાર્થી
તથા વિરોધી શબ્દો, સરખા પ્રાસવાળા ( દા.ત. બચ્ચું - કચ્ચું, પાણી - શાણી, વડ - તડ,
જળ - ફળ, હોંશભેર - હર્ષભેર, નામ - ઉપનામ, બનાવ - અણબનાવ) વગેરે શબ્દો લખવાનો ને
બનાવવાનો મહાવરો, જોડકાં જોડવાનો મહાવરો, ખાલી જગ્યા પૂરવનો મહાવરો, પ્રશ્નોનાં જવાબ શોધવાનો ને લખવાનો મહાવરો, વાચનનો મહાવરો, કઠિન શબ્દોનાં ઉચ્ચારણનો ને લેખનનો મહાવરો, ફકરાની સમજ અને લખવાનો મહાવરો, ગીત તથા અભિનયનો મહાવરો, વાર્તાવાચનનો મહાવરો અભિનયનો મહાવરો, વાર્તાવાચનનો મહાવરો આમ અનેકવિધ તબક્કે બાળક
જુદાં જુદાં અનુભવોમાંથી પસાર થતાં પાયાનાં આ ધોરણ (બીજાં) માં વાચન અને લેખનને
લગતી અપેક્ષિત ક્ષમતાઓ હાંસલ કરી લે છે તે નોંધપાત્ર બાબત લાગી.
નવતર પ્રવૃત્તિનાં અમલીકરણનું મૂલ્યાંકન આપે
કેવી રીતે કર્યં?
આ નવતર પ્રવૃત્તિનાં અમલીકરણ જે થયું તેનું
મૂલ્યાંકન માટે મેં સૌપ્રથમ શાળાનાં શિક્ષકો સાથે બાળકોમાં થયેલા ફેરફાર અને
સફળતાની વાત કરી. શાળાના આચાર્યશ્રીને પણ આ
બાબતનું મૂલ્યાંકન કરવા વર્ગમાં એકથી વધુ વખત બોલાવી ખાતરી કરાવી. બાળકોએ લખેલ
સ્વાધ્યાયપોથી, નોટબુક અને ઈતર સાહિત્ય તેઓને બતાવ્યું.
પ્રજ્ઞા અંર્તગત્ શાળામાં સ્વાધ્યાયપોથી
નિર્દશન ગોઠવી તેમાં ધોરણ - રનાં પ્રજ્ઞાવર્ગનાં બાળકોની ત્રણે વિષયની
સ્વઅધ્યયનપોથી ઉપરાંત પોર્ટફોલિયોનું નિર્દશન ધોરણ - ૩ થી ૮ નાં બાળકો અને શિક્ષકો
નિહાળી શકે તેવું આયોજન ગોઠવ્યું.
આ દિવસનું દૃશ્ય તો હું કદી ભૂલીશ આ દિવસે મારા બાળકો એટલા ઉત્સાહિત હતાં કે સતત
બે કલાકથી વધુ સમય તેઓ બેન્ચીસની સામે પોતાનાં કાર્યની પ્રસ્તુતિ માટે ઊભા રહયાં
મારી સતત અપીલ અને બેસવાની સુવિધા છતાં બેસવાનું નામ ન લીધું. આ દિવસે તેમનાં
મોઢા પરનું હાસ્ય અને ખુમારી જોવા જેવાં હતાં. ધોરણવાર અને કતારબંધ એન્ટ્રી ગેટથી
મોટાં બાળકો આવતાં જાય, સ્વઅધ્યયનપોથી ને પોર્ટફોલિયો જોતાં જાય, પ્રસંશા
કરતાં જાય અને સંબધિત બાળકને હાથ મિ લાવી, પીઠ
થાબડી શુભેચ્છા પણ આપતાં જાય અને એકઝીટ ગેટથી બહાર નીકળતાં જાય!
આપે કરેલાં પ્રયત્નોનાં આધારે કેવા પ્રકારનાં
પરિણામો આપે પ્રાપ્ત કર્યાં?
આ
પ્રયત્નો પછી સમગ્ર વર્ગનું ચિત્ર જોતાં મોટાં ભાગનાં બાળકો વાચન અને
લેખનમાં નોંધપાત્ર સિદ્બિ હાંસલ કરી શકયાં. બાળકોની કક્ષા મુજબ તેમની અભિવ્યકિત
શાળાનાં અન્ય બાળકોની સરખામણીમાં ઘણી સારી જોવા મળી.
આપે
હાથ ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે?
આ બાળકો
હાલ ધોરણ - ૪માં અભ્યાસ કરી રહયાં છે. વાચન - લેખનમાં પાયાગત કાળજી લેવાવાનાં
કારણે તેઓની અભિવ્યકિત ઘણી સારી રહી છે. સામાન્ય બાળકો કરતાં તેઓ આ પ્રવૃત્તિની
અસરને કારણે આગળ અને વધારે આત્મવિશ્વાસથી અભ્યાસ કરી રહયાં છે. વાચન - લેખનની
ક્ષતિને કારણે બાળક લઘુતાગ્રંથિ અનુભવવાની સાથે અભ્યાસ પ્રત્યે, શાળા પ્રત્યે સૂગ અનુભવવા લાગે છે. જે નિવારવા
આવા પ્રયોગો અસરકારક નીવડે છે.
લેખન અને વાચનકાર્ય કરતાં બાળકોનાં ફોટા
અપલોડ કરી મોકલેલ છે.
ઓન લાઇન ફોર્મ ભર્યું. તા. ૬/૦૬/૨૦૧૩
હાર્ડકોપી
બીઆરસી સેન્ટર અંકલેશ્વર માં જમા કરાવી.
No comments:
Post a Comment