ક્યાં રમે દીકરી ?
નથી રહી હવે લાકડી, ને નથી રહી હવે કિંકરી, નથી ઘરમાં એકેય ઠીકરી,
નથી રહયું હવે આઝાદ આંગણું નથી આંબાવાડિયું, પછી કયાં રમે દીકરી ?
નથી રહયાં હવે પાંચિકા ને
નથી આટા - પાટા, નથી ઘરમાં પેલી ગિલ્લી !
નથી હવે ઘેઘૂર વડલાનો છાંયો, નથી લાંબી વડવાઈ,
પછી કયાં રમે
દીકરી ?
નથી સોય ને દોરો કે નથી પેલા કાપડનાં ડૂચાં, કેમ બને ગાભાની ઢીંગલી ?
સ્કૂલ, કલાસ ને ટયૂશનની રોજેરોજ
ભારે દોડાડોડી, પછી કયાં રમે દીકરી ?
નથી સહિયર ને નથી હવે પનઘટની વાટ, નથી પેલાં વાવ,
કૂવા ને તળાવ
નથી સમજણ જુઓ ઊંઢણની હવે
કે નથી સમજણ બેડાની, કયાં રમે દીકરી ?
માથે બેડું ને પગમાં
ઝાંઝર કમર લચકે, નથી સખી સંગ
અલકમલકની વાતો
તે પનઘટ નથી, ગરગડી નથી, નથી ગાગર ને ઘડો, પછી કયાં રમે દીકરી ?
મમ્મી કહે : ભણતાં
જઈ ઘરકામ
બધાં શીખવાનાં : સમાજમાં રહેવાનું છે !
વિનય વિવેક આદર સત્કાર, ને કચરાપોતું શીખવાનું પછી કયાં રમે દીકરી ?
મમ્મી - પપ્પા, સર ને મેડમ, મામી - માસી ને ફોઈ બધાં
જ મૂકે પાબંદી !
કહે, ભાઈની જેમ ઘરની બહાર - નહીં નીકળવાનું ! કહો, કયાં રમે દીકરી ?
ઘર અને પોળનાં બધાં કહે
વાતાવરણ બહું બગડી ગયું સૌ ચર્ચા કરે દિલ્લીની
ટીવીમાં તો રોજ બ્રેકીંગ
ન્યૂઝ : છેડતી ને બળાત્કારનાં, તો કયાં રમે દીકરી ?
માર્ચ - ૨૦૧૩
----------------------------------
અલી, તું જલ્દી આવજે ને ઠીકરી બે લેતી આવજે,
આંબાવાડિયે મારીશું ઠેકડા, દોરી પણ શોધી લાવજે !
No comments:
Post a Comment