પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, July 9, 2014

♣ પ્રજાસત્તાકદિનની દબદબાભેર ઉજવણી - ૨૦૧૩


પ્રજાસત્તાકદિન સમગ્ર દેશમાં દબદબાભેર ઉજવાય છે. 
રાજધાની દિલ્હીમાં વડાપ્રધાનનાં હસ્તે ધ્વજવંદન થાય છે. દેશની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. નાના નાના ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં આ પર્વની 
માનભેર અને ગૌરવભેર ઉજવણી કરી અભણ અને અબૂધ લોકો સુધી 
રાષ્ટ્રગૌરવનો સંદેશો પહોંચાડવામાં આવે છે. વર્ષોથી આ કામ થતું આવ્યું છે ને ભવિષ્યમાં થતું જ રહેશે. મારી શાળામાં પ્રજાસત્તાકદિન (૨૬મી જાન્યુઆરી - ૨૦૧૩) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 
બાળકો નવા વસ્ત્રો પરિધાન કરી દેશભક્તિમાં  ગળાડૂબ પોતપોતાની કૃતિ રજૂ કરવા તત્પર હતાં. 
આવો, માણીએ દેશભક્તિના રંગની  આ રંગત... 





મહાત્મા ગાંધીજીને ફરિયાદ કરતી શાળાની ધોરણ - ૮ ની વિદ્યાર્થીની
 દિવ્યા સોલંકી 






No comments:

Post a Comment