બાળકો દ્વારા સ્વઅધ્યયનપોથીનાં નિદર્શનમાં મળેલી સફળતા થકી મને ઝડપથી આવું જ નિદર્શન વાલીઓ માટે પણ ગોઠવવા પ્રોત્સાહન મળ્યું. આ નિદર્શન અને બીજી વાલીસભા માટે આમંત્રણપત્રિકા પાઠવી વાલીસભાનું આયોજન કર્યું. વાલીઓ ઉત્સાહભેર આવ્યાં. દરેક વાલીઓએ પોતાનાં બાળકનું કામ જોયું તથા બીજા બાળકોનું કામ પણ રસપૂર્વક જોયું. જીવંત એવોર્ડ સમાન અદકેરાં પ્રતિભાવ મળ્યાં. શાળાનાં પરિસરમાં જાણે શિક્ષણનો મેળો જામ્યો. પોતાનાં બાળકનાં શૈક્ષણિક કાર્યનાં નિદર્શનમાં ગળાડૂબ વાલીઓની આ જીવંત તસ્વીરો....
પ્રજ્ઞા એટલે પંચારિષ્ટ. પાંચ પ્રકારની અસર બતાવતું ઔષધ : વાચનની નબળાઈ દૂર કરી વાચનભૂખ જગાડે ! લેખનની કચાશ મટાડી ગુણવત્તા સુધારે ! ગણનની ઝડપ વધારે અને રુચિ પેદા કરે ! નૈતિકતા સબળ કરી અભિવ્યકિતનો વિકાસ કરે ! નિષ્ક્રીયતા, આળસનો તો જડમૂળથી નાશ કરે! પ્રજ્ઞા એટલે જે શીખે તે પાકું શીખે એવો અભિગમ ! તેથી જ પ્રજ્ઞા : અજવાળુ અજવાળું !
પ્રજ્ઞા અજવાળું અજવાળું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment