પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, July 2, 2014

♣ પ્રજ્ઞાગીત



પ્રજ્ઞાવાન બનીશું...
[રાગ : જીવન જ્યોત જગાવો....]
પ્રજ્ઞાવાન બનીશું
અમે સૌ પ્રજ્ઞાવાન બનીશું
        રોજ   સવારે   વહેલાં   ઊઠીને,  નિત   નિશાળે  જાશું [૨]
        દફતરનો  તો  ભાર નથી  ને  [૨] રમતાં  રમતાં જાશું
       અમે ઝગમગ ઝગમગ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
         સુખ  તણો સુરજ  ઊગશે  જો, નિત ગુરૂજી  સંગ રહીશું [૨]
         વર્ગ અમારો સ્વર્ગ જ બનશે [૨] ડર બીકથી પર રહીશું
          અમે હસમુખ હસમુખ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
        ગામ  મધ્યે  તમે  ઢોલ  પીટાવો, ચાલો  નિશાળે  જાશું [૨]
         પ્રજ્ઞા  અભિગમ   સંગ  અમારો  [૨]  સેતુબંધ  રચીશું
      અમે કલકલ કલકલ વહેતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
        છ  છાબડી  છ  જૂથ  અમારા, એક પછી એક તરી જાશું [૨]
         મમ્મી  ઓ  મમ્મી સાંભળ તું  [૨]  આગળ વધતાં રે’શું
             અમે ખિલખિલ થાતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
       અમે  બાળકો  બધાં  સરખાં, નાં કોઈ નાનું ના કોઈ મોટું [૨]
         ફરી  ફરી  શીખવાનો  અવસર [૨] નહીં  ખરું નહીં ખોટું 
                અમે હસતાં હસતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
        તિમિર  જશે  ને  જ્યોતિ  રેલાશે,  અજવાળું  અજવાળું [૨]
          સ્વયં  પ્રકાશે  પ્રગટી  જાશું  [૨]  વિઘ્નો  પાર  કરીશું
             અમે ઝળહળ ઝળહળ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
રચના :
પ્રજ્ઞા તાલીમ દરમ્યાન
તા. ૨૯મી માર્ચ ૨૦૧૧
- રમેશ પટેલ   

No comments:

Post a Comment