પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, July 2, 2014

♣ પ્રજ્ઞા એટલે....


પ્રજ્ઞા એટલે .......
પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ.
પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ.
પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર.
પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ.
પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ.
પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.
***
પ્રજ્ઞા એટલે અલગ અલગ વિષયખંડ.
 પ્રજ્ઞા એટલે અલગ અલગ વિષયશિક્ષક.
 પ્રજ્ઞા એટલે અલગ પ્રવૃત્તિખંડ.
 પ્રજ્ઞા એટલે શિક્ષકની વર્ગખંડમાં સતત હાજરી.
 પ્રજ્ઞા એટલે સતત દૃઢીકરણ, મહાવરો અને સ્વમૂલ્યાંકન.
 પ્રજ્ઞા એટલે બાળકો પોતાની ગતિથી પોતાનાં સમયે શીખે.
 પ્રજ્ઞા એટલે બાળકો સ્વયં શીખે અથવા સહપાઠી પાસેથી શીખે.
***
પ્રજ્ઞા એટલે દરેક બાળક માટે શીખવાની સમાન તક.
 પ્રજ્ઞા એટલે ફરી ફરી શીખવાનો અવસર.
 પ્રજ્ઞા એટલે સમાનતા, બધાં બાળકો સરખાં. (ધોરણ ભેદ નથી)
 પ્રજ્ઞા એટલે ડર - બીક વિનાનું મુકત શિક્ષણ.
 પ્રજ્ઞા એટલે શિક્ષક સાથે બાળકનું આત્મીય જોડાણ.
 પ્રજ્ઞા એટલે રેમિડીયલનું ગૂમડું મટાડવાનો રામબાણ ઈલાજ.
 પ્રજ્ઞા એટલે સાંપ્રત સમયનાં પડકારો સામે લડવાનું હથિયાર.
***
પ્રજ્ઞા એટલે ક્રમિકતા અને આયોજનબદ્બ અભ્યાસનો સમન્વય.
 પ્રજ્ઞા એટલે  વાચન - લેખન - ગણનમાં ગુણાત્મક પરિવર્તન.
 પ્રજ્ઞા એટલે આપણો પોતાનો સ્વનિર્મિત વિશિષ્ટ અભિગમ.
 પ્રજ્ઞા એટલે નૈતિકતા, ઈમાનદારી અને અભિવ્યક્તિનો વિકાસ.
પ્રજ્ઞા એટલે જે શીખે તે પાકું શીખે એવો નવતર અભિગમ.
 પ્રજ્ઞા એટલે સતત મહાવરો અને વારંવાર સમજ.
 પ્રજ્ઞા એટલે બાળકની ટૂંકા સમયની ગેરહાજરી કે માંદગીને આવરી લેતી પદ્બતિ.
***
પ્રજ્ઞા એટલે પત્યેક બાળક માટે અલાયદી તક.
 પ્રજ્ઞા એટલે શિક્ષકની વ્યકિતગત કાળજી.
 પ્રજ્ઞા એટલે અંકુશમુકત વર્ગખંડ વાતાવરણ.
 પ્રજ્ઞા એટલે રસસભર, આનંદદાયી શિક્ષણ.
 પ્રજ્ઞા એટલે કંટાળાજનક, બીબાંઢાળ પ્રણાલિમાંથી મુક્તિ.
પ્રજ્ઞા એટલે મૂલ્યોનાં વિકાસની ઝળહળતી તક.
 પ્રજ્ઞા એટલે બાળકોનો સર્વાંગી વિકાસ.
પ્રજ્ઞાવર્ગની વિશેષતાઓ

 પ્રજ્ઞાવર્ગમાં કોઈપણ જાતનાં ફર્નિચર કે અન્ય પ્રકારનાં સાધનાને સ્થાન નથી.
 પ્રજ્ઞાવર્ગનાં બાળકો પાસે દફતર કે અન્ય પ્રકારનું કોઈ સાહિત્ય નથી.
પ્રજ્ઞાવર્ગમાં કાળુંપાટિયું (બ્લેકબોર્ડ) નથી. શિક્ષક માટે મોટી સ્લેટની સગવડ છે.
 પ્રજ્ઞાવર્ગમાં બાળકો સહિત શિક્ષકની બેઠકવ્યવસ્થા (ગાંધીબેઠક પ્રમાણે) નીચે જ છે.
 પ્રજ્ઞાવર્ગમાં બાળકોને બેસવા માટે જૂથ પ્રમાણે છ શેતરંજીની વ્યવસ્થા છે.
પ્રજ્ઞાવર્ગ માટેની શેતરંજીની વ્યવસ્થા શાળાકક્ષાએ શાળાવિકાસ ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગમાં વિષયવાર ટ્રે મૂકવા માટે કોટાસ્ટોનનાં ઘોડા (રેક) ની સગવડ છે.
***
પ્રજ્ઞાવર્ગમાં દરેક બાળક માટે અલગ પોર્ટફોલિયો હોય છે.
 પ્રજ્ઞાવર્ગમાં દરેક પોર્ટફોલિયોમાં વિદ્યાર્થી પ્રોફાઈલ હોય છે.
 પ્રજ્ઞાવર્ગનાં બાળકે કરલાં કામને પોર્ટફોલિયોમાં સંગ્રહિત કરવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગનો પોર્ટફોલિયો એટલે બાળકની રસરુચિનું પ્રતિબિંબ.
પોર્ટફોલિયો પર બાળકની ઓળખ માટે ફોટો મૂકવામાં આવે છે.(ધોરણ - ૧/૨)
 પોર્ટફોલિયોની પસંદગી તથા ખરીદી શાળાકક્ષાએ શાળાવિકાસ ગ્રાન્ટમાંથી થાય છે.
 પ્રજ્ઞાવર્ગનો પોર્ટફોલિયો વાલીઓ, મુલાકાતીઓ જોઈ બાળકની પ્રગતિને જાણી શકે છે.
***
પ્રજ્ઞાવર્ગમાં તમામ બાળકો માટે નોટબુક, પેન્સિલ, રબર, સંચો વગેરે ઉપલબ્ધ છે.
 પ્રજ્ઞાવર્ગમાં કલરબોક્ષ, સ્લેટપેન, ગુંદર, ફેવિકોલ સહિતની તમામ ચીજો હાજર છે.
 પ્રજ્ઞાવર્ગમાં તમામ બાળકો માટે વિષય પ્રમાણે સ્વઅધ્યયનપોથી ની સગવડ છે.
પ્રજ્ઞાવર્ગમાં બંને વિષયખંડમાં પાંચ પાંચ કલરકોડ મુજબનાં ફલેનલબોર્ડ છે.
 પ્રજ્ઞાવર્ગમાં વિષય મુજબ પીળા, લીલા અને ભૂરા કલરની ટ્રે ઉપલબ્ધ છે.
પીળારંગની ટ્રે ગુજરાતીની, લીલારંગની ટ્રે પર્યાવરણની અને ભૂરારંગની ટ્રે ગણિતની છે.
 પ્રજ્ઞાવર્ગમાં વિષય મુજબ છ - છ છાબડી હોય છે, જેમાં કાર્ડ મુજબનાં સિમ્બોલ હોય છે.
***
પ્રજ્ઞાવર્ગમાં વિષયનાં કલરકોડ મુજબની પ્લાસ્ટિકની ટ્રે હોય છે.
 પ્રજ્ઞાવર્ગમાં દરેક ટ્રે માં વિષય પ્રમાણેનાં ક્રમાનુસાર કાર્ડ હોય છે.
 પ્રજ્ઞાવર્ગનાં જે તે વિષયનાં કાર્ડ એટલે જે તે વિષયનો પાઠયક્રમ.
 પ્રજ્ઞાવર્ગમાં દિવાલ પર વિષય મુજબનું ચિત્રાત્મક લેડર હોય છે.
પ્રજ્ઞાવર્ગનું જે તે વિષયનું લેડર એટલે જે તે વિષયનો અભ્યાસક્રમ.
 પ્રજ્ઞાવર્ગનું લેડર એટલે વિદ્યાર્થીની ગતિને ચોકકસ દિશાસૂચન.
 પ્રજ્ઞાવર્ગનાં લેડર સાંકેતિક ભાષામાં કાર્ડ અને માઈલસ્ટોન દર્શાવે છે.
***
પ્રજ્ઞાવર્ગનું એક માઈલસ્ટોન એટલે જાણે એક અધ્યયનક્ષેત્ર.
 પ્રજ્ઞાવર્ગની એક છાબડી એટલે એક જૂથ.
 પ્રજ્ઞાવર્ગનું લેડર એટલે બાળકોનો હંમેશનો માર્ગદર્શક સાથી.
પ્રજ્ઞાવર્ગમાં બાળકોની પ્રગતિની નોંધ માટે પ્રગતિમાપન રજીસ્ટર હોય છે.
 પ્રજ્ઞાવર્ગમાં વિષયવાર પ્રગતિમાપન રજીસ્ટર હોય છે.
 પ્રજ્ઞાવર્ગની મોટાભાગની સામગ્રી - સાહિત્ય નિશ્ચિત કલરકોડ મુજબની છે.
 પ્રજ્ઞાવર્ગમાં શિક્ષક અને  વિદ્યાર્થી ટીએલએમ બોક્ષની વ્યવસ્થા છે.
***
પ્રજ્ઞાવર્ગમાં બે ધોરણનાં (દા.ત. ધો. ૧/૨) ૫૦ - ૫૦% બાળકો હોય છે.
 પ્રજ્ઞા અભિગમ મુજબ બે ધોરણનાં બે વિભાગોને ટુકડી ગણવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગનું હાજરી રજીસ્ટર ટુકડી મુજબ બનાવવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગ ટુકડી - ૧ એટલે ગુજરાતી - પર્યાવરણનો વર્ગ.
 પ્રજ્ઞાવર્ગ ટુકડી - ૨ એટલે ગણિત - રેઈન્બો (સપ્તરંગી પ્રવૃત્તિ) નો વર્ગ.
 પ્રજ્ઞાવર્ગમાં રોજ ટુકડી એટલે કે બાળકો બદલાય છે.
પ્રજ્ઞાવર્ગમાં ગુજરાતી-પર્યાવરણમાં બેઠેલી બીજા દિવસે ગણિત-રેઈન્બોમાં બેસે છે.
***
પ્રજ્ઞાવર્ગમાં તમામ સાહિત્ય ચાર ફૂટની ઉંચાઈની મર્યાદામાં જ લગાવવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગમાં વધારાનાં કોઈ ટીએલએમ કે અન્ય સાધનો રાખવાનાં નથી.  
પ્રજ્ઞાવર્ગમાં શિક્ષક (બાળકો સાથે) છાબડી - ૧ ની નીચે બેસે છે.
 પ્રજ્ઞાવર્ગમાં છાબડી - ૧ ની નીચે શિક્ષક માટેની મોટી સ્લેટ લટકાવવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગમાં ઘોડાની બાજુમાં ટીએલએમ બોક્ષ રાખવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગમાં મહદ્‌અંશે ઘોડાની ઉપર સ્વઅધ્યયનપોથી (વર્કબુક) રાખવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગમાં એક ઘોડામાં ગુજરાતીની ટ્રે અને બીજા ઘોડામાં ગણિતની ટ્રે ગોઠવવામાં આવે છે.
***
પ્રજ્ઞાવર્ગનાં બાળકોનાં માતાપિતાની દર મહિને બેઠક બોલાવવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગમાં શિક્ષકની મદદ માટે સંકેત તરીકે ઝંડીનો ઉપયોગ થાય છે.
 પ્રજ્ઞાવર્ગમાં દિવાલ પર પાંચ - પાંચ ડિસ્પ્લેબોર્ડ હોય છે.
 પ્રજ્ઞાવર્ગમાં પોતાનાં કાર્યને બાળકો સ્વયં ડિસ્પ્લેબોર્ડ પર પ્રદર્શિત કરે છે.
ડિસ્પ્લેબોર્ડ પરથી ઉતારેલું સાહિત્ય પોર્ટફોલિયોમાં જમા થાય છે.
 પ્રજ્ઞાવર્ગનાં દરેક બાળકોની વિશિષ્ટ પ્રોફાઈલ હોય છે.
 પ્રજ્ઞાવર્ગનાં બાળકો માટે વર્ગદીઠ ખાસ પ્રકારની દસ સ્લેટ હોય છે.
***
પ્રજ્ઞાવર્ગમાં દરેક સાહિત્ય - સામગ્રી બાળકો સરળતાથી ઉપયોગ કરી શકે તે રીતે મૂકવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગમાં બાળકે ઉપયોગમાં લેવાની સાધન સામગ્રી ઉચ્ચ કવોલિટીની પસંદ કરવામાં આવે છે.
 પ્રજ્ઞાવર્ગ પૂર્ણ રીતે ચાઈલ્ડ ફ્રેન્ડલી બને તેવી તમામ પ્રકારની કાળજી રાખવામાં આવે છે.
પ્રજ્ઞાવર્ગની દિવાલો વ્હાઈટ વોશ કરાવેલ હોય છે. દિવાલો પર ટીએલએમને સ્થાન નથી.
 શિક્ષક ચાહે તો પ્રજ્ઞાવર્ગની દિવાલો વિષયનાં કલરકોડ મુજબ રંગાવી શકે છે.
પ્રજ્ઞાવર્ગમાં કોઈપણ જાતનું ફર્નિચર ન હોવું એ આદર્શ પરિસ્થિતિ હોય તે આવકાર્ય છે.
 પ્રજ્ઞાવર્ગની બહાર ટુકડી અને વિષય દર્શાવતાં બોર્ડ લગાવવામાં આવે છે.
***
પ્રજ્ઞાની સમજ અને જોગવાઈઓથી વાલીઓને વાકેફ કરવાં અત્યંત જરૂરી છે.
 પ્રજ્ઞાનાં વાલીઓની માસિક બેઠક બોલાવવી આવશ્યક છે.
 પ્રજ્ઞાવર્ગનાં વાલીઓ માટે બની શકે તો પ્રજ્ઞાવર્ગખંડમાં બેઠક રાખવી.
પ્રજ્ઞાવર્ગનાં બાળકોની સ્વઅધ્યયનપોથી તથા પોર્ટફોલિયોનું નિદર્શન ગોઠવવું.
 પ્રજ્ઞાનાં પ્રચાર - પ્રસાર માટે એસ.એમ.સી. સભ્યાનો પૂરતો સહયોગ લેવો.
 પ્રજ્ઞાનાં પ્રચાર - પ્રસાર માટે પ્રજ્ઞાને હાઈલાઈટ કરતું પેમ્પલેટ બનાવવું.
પ્રજ્ઞામાં સીસ્ટમ પ્રમાણે જ ચાલવાનો મહાવરો પ્રથમથી જ કેળવવો.
***
 પ્રજ્ઞાવર્ગનાં બાળકો માટે બહારની રમતો માટે શકય હોય તો આરસીસી કવર બનાવવું આવકાર્ય છે.
 પ્રજ્ઞાવર્ગ માટે રસરુચિ ધરાવનાર, બાળકોને સમર્પિત શિક્ષકોની પસંદગી ખૂબ જ આવકાર્ય છે.
પ્રજ્ઞાવર્ગની આચાર્યશ્રીએ નિયમિત મુલાકાત લે તે ઈચ્છનીય છે.
 પ્રજ્ઞાવર્ગની મુલાકાત સીઆરસી કો. ઓ.શ્રીએ મુલાકાતી તરીકે નહી પણ માર્ગદર્શકનાં ભાવથી લેવી.
 પ્રજ્ઞાવર્ગશિક્ષકે અત્યંત ધીરજપૂર્વક શ્રદ્બા અને વિશ્વાસપૂર્વક પોતાનું કામ કરતાં જવું.
પ્રજ્ઞા સતત પ્રોત્સાહનનો વિષય હોવાથી દરેકે પોતપોતાની ભૂમિકા તે સંદર્ભમાં અદા કરવી.
***
પ્રજ્ઞા એટલે,  બસ .......... અજવાળું ........... અજવાળું !

લેખન :
રમેશ પટેલ

પ્રજ્ઞાશિક્ષક

No comments:

Post a Comment