પ્રજ્ઞા એટલે
પંચારિષ્ટ
રેમીડિયલને હું આપણા શરીર દર્દો - દમ જેવાં જૂના
અને હઠીલા રોગ તરીકે જોઉં છુંં. જે સહેલાઈથી જડમૂળથી જતો નથી અને દર વર્ષે અચૂક
દેખા દે છે. આ મૂંઝવણનો જવાબ પણ આર્યુવેદની ભાષામાં આપવાનું મન થાય છે. જયાં સુધી ધોરણ - ૧ થી પાચનક્રિયા
(પ્રજ્ઞા) નાં તમામ નિયમોને પાળવામાં ન આવે ત્યાં સુધી જઠર (વાચન - લેખન - ગણન)
યોગ્ય રીતે સાફ થવાનું નથી ! જો જઠર સાફ ન હશે તો આ રેમીડિયલ નામનું ગૂમડું મટવાનું નથી. તેથી મારા
મતે તો રેમીડિયલનું દર્દ દૂર કરવાનો રામબાણ ઈલાજ એટલે જ પ્રજ્ઞા ! ધૂંધળી ગુણવત્તાનાં
અપચાનું વૈદિક નિરાકરણ એટલે પ્રજ્ઞા ! વાચન - લેખન - ગણનની અસરકારક દવા એટલે પ્રજ્ઞા ! નબળાં બાળકો, ખાસ બાળકો, કાચા બાળકો કે પ્રિય ( કે
અપ્રિય?) બાળકો એ તમામનો એક જ
ઉપચાર અને એક જ ફાકી એટલે પ્રજ્ઞા ! પ્રજ્ઞા એટલે આપણું પોતાનું, સ્વવિકસિત, આપણાં અનુભવની
જડીબુટ્ટીમાંથી તૈયાર થયેલું દાદી માનું વૈદું ! જે
સદા ફાયદો જ કરે,
નુકશાન તો જરાય ન
કરે. પ્રજ્ઞા એટલે પંચારિષ્ટ. પાંચ પ્રકારની અસર બતાવતું ઔષધ : વાચનની નબળાઈ દૂર
કરી વાચનભૂખ જગાડે ! લેખનની કચાશ મટાડી ગુણવત્તા સુધારે ! ગણનની ઝડપ વધારે અને રુચિ પેદા કરે
! નૈતિકતા સબળ કરી અભિવ્યકિતનો વિકાસ કરે ! નિષ્ક્રીયતા, આળસનો નો જડમૂળથી નાશ
કરે!
પ્રજ્ઞા એટલે જે શીખે તે
પાકું શીખે એવો અભિગમ ! તેથી જ પ્રજ્ઞા : અજવાળુ અજવાળું ! મારા કહેવાનો મતલબ હાલનાં
સંજોગો જોતાં રેમીડિયલથી બચવા માટે સારામાં સારો ઉપાય પ્રજ્ઞા છે. બાળકનાં
શૈક્ષણિક વિકાસનાં મુખ્ય પાસાઓ - વાચન, લેખન અને ગણનની સમસ્યામાંથી બહાર નીકળવા હાલનાં તબક્કે
પ્રજ્ઞા જ સબળ માધ્યમ છે.
No comments:
Post a Comment