વાલીસભામાં વાલીઓને આપેલ ભરોસાને ન્યાય આપવા, વાલીઓ થકી સરકારી શાળાઓની થઈ રહેલી અવગણના પ્રત્યે તેમને જાગૃત કરવા અને આપણો પક્ષ મજબૂત કરવા મેં પ્રજ્ઞાવર્ગનાં ધોરણ - ૧ અને ૨ નાં બાળકોની સ્વઅધ્યયનપોથીનું નિદર્શન કરવા વિચાર્યું. આ વિચારનો અમલ કરું તે પહેલાં મને વિચાર આવ્યો કે પ્રજ્ઞાનાં નાના બાળકોનું કામ મારે મોટા (ધોરણ - ૩ થી ૮) બાળકોને તે બતાવવું જોઈએ. મારો મકસદ હતો કે પ્રજ્ઞાનો ભરપૂર પ્રચાર - પ્રસાર કરવો અને સાથે પ્રજ્ઞા દ્વારા બાળકોમાં થતાં ફેરફારને નક્કર રીતે સમાજ સમક્ષ મૂકવો. ઉપલા ધોરણનાં બાળકો નાનાં બાળકોનાં કાર્યમાંથી પ્રેરણા મેળવે, નાનાં બાળકોને પ્રોત્સાહન મળે અને આ આપણા જીવંત મીડિયા સમાન બાળકો દ્વારા વાત ઘર ઘર સુધી પહોંચે ! જુઓ એ વિચારબીજમાંથી વટવૃક્ષ બન્યાની બોલતી તસ્વીરો....
સ્વઅધ્યયનપોથી નિદર્શન ( ધોરણ - ૩ થી ૮ નાં બાળકો દ્વારા)
No comments:
Post a Comment