પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 6, 2014

♣ સ્વઅધ્યયનપોથી નિદર્શન (જુલાઈ - ૧૪)

ચાલુ વર્ષે અમારી શાળામાં ધોરણ - ૩ અને ૪ માં પ્રજ્ઞા અમલમાં આવેલ  છે. ધોરણ - ૧ થી ૪ માં પ્રજ્ઞા એટલે પ્રાથમિક વિભાગનાં મોટાભાગનાં બાળકોનો સમાવેશ પ્રજ્ઞામાં થઈ જાય છે. આટલી મોટી સંખ્યામાં બાળકો દફતર કે પાઠ્યપુસ્તક વગર શાળામાં જતાં - આવતાં હોય તો એ દ્રશ્ય જરૂર વિસ્મયકારક બને, ઈચ્છા હોવા છતાં, પ્રશ્નો હોવા છતાં અભણ અથવા શરમાળ વાલીઓ શાળા સુધી આવવાનું ટાળે છે. આ સંજોગોમાં શિક્ષક તરીકે મારી પ્રથમ ફરજ બને કે વાલીઓને હું આ બાબતે માહિતગાર કરવા કંઈક પ્રયત્ન કરું ! ૨૦૧૧ માં મારા સતત મનોમંથન પછી મને વિચાર આવ્યો  : પ્રજ્ઞા વાલીસભાનો યોજવાનો ! શાળાનું પ્રજ્ઞાને હાઈલાઈટ કરતુ પેમ્પ્લેટ તૈયાર કરી તેની નકલો ગામમાં ફરતી કરી. પ્રજ્ઞાના પ્રચાર - પ્રસાર માટે ભરપૂર પ્રયત્નો કર્યાં.
પ્રજ્ઞાની અસરકારકતા માટે વાલીસભાનો પ્રયોગ કારગર નીવડી શકે તેવો મારો જાત અનુભવ છે. અહીં મેં આ પ્રયત્નને વધારે અસરકારક બનાવવા બીજો પ્રયોગ કર્યો તે - પ્રજ્ઞા વર્ગખંડ બેઠક ! પ્રજ્ઞા કે અન્ય જિજ્ઞાસુ વાલીઓની પ્રજ્ઞા વર્ગખંડમાં બેઠક યોજી વિવિધ પ્રજ્ઞા સાહિત્ય, તેની ગુણવત્તા, ઉપયોગ, બાળકોની સુવિધા, સમજ વગેરેની માહિતી વાલીઓને આપવાનો આ પ્રયાસ પણ અમલમાં છે. વાલીઓ માટે પ્રજ્ઞા ડેમોસ્ટ્રેશન કેમ ન હોય શકે ? તે દિશામાં પણ પ્રયત્નો કર્યાં. બાળકનું તમામ સાહિત્ય (ખાસ કરીને ધોરણ ૧ અને ૨ ) શાળામાં જ રહેતું હોવાથી બાળક શાળામાં જે કામ કરે છે તે જોવાનો મોકો વાલીઓને આપવો એ  શિક્ષકની નૈતિક ફરજ બને છે. નિયમિતરૂપે સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું નિદર્શન યોજી વાલીને સંતોષ મળે અને સાથે પ્રજ્ઞાનો પ્રચાર - પ્રસાર થાય તેવા પ્રયત્નનાં ભાગરૂપે ચાલુ સત્રની (૨૦૧૪ - ૧૫) વાલીસભાની આ જીવંત તસ્વીરો....     

 વાલી સાથે શિક્ષકોએ પણ નાનાં બાળકોનું કામ જોયું.


 નિદર્શન સાથે શિક્ષકની સમજણ પણ... 



રસપૂર્વક નિદર્શન 


 પપ્પા, શાળામાં આવ્યાનો પણ એક આનંદ ! 


 શિક્ષકો સાથે મસલત (આવકાર્ય પગલું)  


 આચાર્યશ્રી પણ જોડાયા 


 વર્ગશિક્ષક માટે તો આનંદનો અવસર 


 શિક્ષક દ્વારા વાલીઓને મીઠો આવકાર 


આજે તો પ્રજ્ઞારત વાલીઓ 


 આચાર્યશ્રીનું ઉદબોધન ... 


મહિલાઓની ભાગીદારી (મહિલા સશક્તિકરણ)


 પોઝીટીવ અને અસરકારક વાલી પ્રતિભાવ 


 પ્રજ્ઞા જાગૃતિ માટે પેમ્પલેટ વિતરણ 


 મારો પ્રિય શોખ : પ્રજ્ઞા વર્ગખંડ બેઠક 

No comments:

Post a Comment